Navratri 2025: નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા, સાધકને જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થશે

Navratri 2025 Nav Durga Brahmacharini Mata Puja Vidhi : નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. નવ દુર્ગાના આ સ્વરૂપની પૂજા કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા અને જ્ઞાન ધનની પ્રાપ્તિ થાય છે. જાણો પૂજા વિધિ, મંત્ર અને પ્રસાદ ભોગ

Written by Ajay Saroya
Updated : September 22, 2025 16:20 IST
Navratri 2025: નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા, સાધકને જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થશે
Navratri 2025 mata brahmacharini Puja : નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે.

Navratri 2025 Brahmacharini Mata Puja Vidhi : નવરાત્રીમાં નવ દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. જેમા નવરાત્રીના બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે. ‘બ્રહ્મ’ એટલે તપસ્યા અને ‘ચારિણી’ એટલે તપસ્યા કરનારી દેવી. દેવીનું આ સ્વરૂપ માતા પાર્વતીનું અવિવાહિત સ્વરૂપ માનવામાં આવે છે. આવો જાણીએ માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ, પ્રસાદ ભોગ, અને મંત્ર

Mata Brahmacharini : માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ

દુર્ગા સપ્તશતી અનુસાર, માતા બ્રહ્મચારિણી સફેદ વસ્ત્ર ધારણ કરે છે. માતાજીના જમણા હાથમાં અષ્ટદળની માળા અને ડાબા હાથમાં કમંડળ છે.

માતા બ્રહ્મચારિણીની પૂજાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ

માન્યતા મુજબ માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. આ સાથે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારિણી દેવીની પૂજા કરવાથી ભક્તની તપસ્યાની શક્તિ વધે છે.

Mata Brahmacharini Story : માતા બ્રહ્મચારિણીની કથા

માતા બ્રહ્મચારિણીનો જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી સ્વરૂપે થયો હતો. નારદ મુનની સલાહથી તેમણે ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી. આ કઠોર તપસ્યા કરવાના કારણે તેમનું તપશ્ચરિણી એટલે કે બ્રહ્મચારિણી પડ્યું. એક હજાર વર્ષ સુધી તેઓ માત્ર ફળ ખાઇને જીવ્યા અને સો વર્ષ સુધી માત્ર જમીન પર સુતા હતા.

ઘણા દિવસો સુધી કઠોર ઉપવાસ કર્યા અને ખુલ્લા આકાશ નીચે વરસાદ અને સૂર્યપ્રકાશનો તડકો સહન કર્યો. ત્રણ હજાર વર્ષ સુધી તેમણે તુટેલા બિલિ પત્રના પાંદડા ખાધા અને ભગવાન શંકરની પૂજા કરી. આ પછી, તેણે સૂકા બિલિ પત્રના પાન ખાવાનું પણ બંધ કરી દીધું હતું. હજારો વર્ષો સુધી નિર્જળ ઉપવાસ કરી તપસ્યા કરી. પાંદડા ખાવાનું બંધ કરતા તેમને અર્પણા પણ કહેવામાં આવે છે.

કઠોર તપસ્યાને કારણે દેવીનું શરીર ખૂબ જ નબળું પડી ગયું હતું. દેવતાઓ, ઋષિ મુનિઓએ માતા બ્રહ્મચારિણીની તપસ્યાને એક અભૂતપૂર્વ પુણ્યકાર્ય ગણાવી હતી, તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, હે દેવી, આજ સુધી કોઈએ આટલી કઠોર તપસ્યા કરી નથી, આ તમારા દ્વારા જ શક્ય છે. તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલી શિવને તમારા પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે. હવે તમે તપસ્યા બંધ કરી ઘેર પાછા જાઓ. ટૂંક સમયમાં જ તમારા પિતા તમને લેવા આવવાના છે. માતાજીની કથાનો સાર એ છે કે, જીવનના મુશ્કેલ સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવું જોઈએ. માતા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

માતા બ્રહ્મચારિણી પૂજા મંત્ર : Mata Brahmacharini Puja Mantra

‘ऊँ ऐं ह्रीं क्लीं ब्रह्मचारिण्यै नम:’

ब्रह्मचारयितुम शीलम यस्या सा ब्रह्मचारिणी।सच्चीदानन्द सुशीला च विश्वरूपा नमोस्तुते

या देवी सर्वभेतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।

दधाना कर मद्माभ्याम अक्षमाला कमण्डलू।देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।।

આ પણ વાંચો | નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પુજા, માતાજીની આરાધનાથી સાધકનું મૂલાધાર ચક્ર જાગૃત થાય છે

માતા બ્રહ્મચારિણી માટે પ્રસાદ

નવરાત્રીના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને ખાંડ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ખાંડનો પ્રસાદ ભોગ લગાવવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે, તેની સાથે જ વ્યક્તિ દીર્ઘાયુ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ