Shardiya Navratri 2025, Maa Katyayani ki Puja Vidhi, Bhog, Mantra : શારદિયા નવરાત્રીનની આજે છઠ્ઠ તિથિ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે નવ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવશે. હકીકતમાં આ વખતે નવરાત્રીમાં ત્રીજ તિથિ બે વખત હોવાથી 9ના બદલે 10 દિવસ નવરાત્રી ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે, મા કાત્યાયનીની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીયે કાત્યાયની દેવીનું સ્વરૂપ, પૂજા વિધિ, મંત્રી, પ્રસાદ ભોગ વિશે
માતા કાત્યાયની
માતા મા કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત તેજસ્વી અને પ્રકાશિત છે. તેમને ચાર હાથ હોય છે. ઉપરના ડાબા હાથમાં તલવાર છે અને નીચેના હાથમાં કમળ પુષ્પ આવે છે. તો ઉપરનો જમણો હાથ હાથ અભય મુદ્રામાં છે, જે ભક્તોને નિર્ભયતાના આશીર્વાદ આપે છે. નીચેનો જમણો હાથ વર મુદ્રામાં છે, જે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
Maa Katyayani ki Puja Vidhi : માતા કાત્યાયની પૂજા વિધિ
- કાત્યાયની માતાની પૂજા કરવા માટે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો, પૂજા સ્થળને સાફ કરો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો
- મંદિરમાં માતા કાત્યાયનીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો
- માતાજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો
- કાત્યાયની માતાને વસ્ત્ર, અક્ષત, ધૂપ અને પીળા ફૂલો અર્પણ કરો
- હવે માતા કાત્યાયનીને પ્રસાદ ભોગ અર્પણ કરો
- છેલ્લે માતા કાત્યાયનીના મંત્રોનો જાપ કરો
- માતાજીની આરતી કરો અને પ્રસાદ વહેંચો
Maa Katyayani ka Bhog : કાત્યાયની માતાનો પ્રસાદ
માતા કાત્યાયનીને મધ અને પીળા રંગ ખુબ પ્રિય છે, તેથી પૂજામાં મધથી બનેલી પીળી ખીર અર્પણ કરવી શુભ છે.
Maa Katyayani ki Katha : માતા કાત્યાયનીની કથા
દંતકથા અનુસાર, મહર્ષિ કાત્યાયને દેવી જગદંબાની કઠોર તપસ્યા કરી હતી. માતાજી તેમની તપસ્યાથી બહુ ખુશ થયા અને તેમણે મહર્ષિ કાત્યાયનની ઘરે પુત્રી તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું. માતા જગદંબા એ મહર્ષિ કાત્યાનના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો, આથી તેમને માતા કાત્યાયની કહેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે માતા કાત્યાયનીએ મહિષાસુરનો વધ કર્યો હતો અને દેવતાઓને તેના ત્રાસમાંથી મુક્તિ અપાવી હતી. તેથી તેમને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે.
Maa Katyayani ka Mantra : માતા કાત્યાયની મંત્ર
कात्यायनी महामाये, महायोगिन्यधीश्वरी।नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।
સ્તુતિ મંત્ર
या देवी सर्वभूतेषु माँ कात्यायनी रूपेण संस्थिता।नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
આ પણ વાંચો | નવરાત્રીના સમાપન પછી કળશ વિસર્જન ક્યારે અને કેવી રીતે કરવું, કળશના પાણી અને નારિયેળનું શું કરવું? જાણો
Maa Katyayani Kavach : માતા કાત્યાયની કવચ
कात्यायनी मुखं पातु कां स्वाहास्वरूपिणी।ललाटे विजया पातु मालिनी नित्य सुन्दरी॥कल्याणी हृदयं पातु जया भगमालिनी॥