Navratri 2025 Chandraghanta Mata Puja Vidhi : નવરાત્રીના ત્રીજા નોરતે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર, દુર્ગા માતાનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિદાયક અને કલ્યાણકારી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓના મુખમાંથી જે ઊર્જા ઉત્પન્ન થઈ, તેમાંથી આ દેવી ઉત્પન્ન થયા છે. માતા ચંદ્રઘંટાનો અર્થ થાય છે, ‘જેમના મસ્તક પર અર્ધ ચંદ્ર ઘંટ સ્વરૂપમાં સુશોભિત છે.’ ચાલો જાણીયે ચંદ્રઘંટા માતાની પૂજા વિધિ, મંત્ર, કથા, આરતી
માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ
માતા ચંદ્રઘંટાના ગળામાં સફેદ ફૂલોની માળા સુશોભિત છે. માતાજી વાઘ પર સવારી કરે છે. ચંદ્રઘંટા માતાને 10 ભુજાઓ છે. માતાજીના હાથમાં કમળ, ધનુષ, તીર, તલવાર, કમંડલ, તલવાર, ત્રિશૂળ અને ગદા વગેરે જેવા શસ્ત્રો છે. માતાજીના મસ્તક પર રત્ન જડિત મુગટ છે. માતા ચંદ્રઘંટા યુદ્ધની મુદ્રામાં બિરાજમાન છે.
Mata Chandraghanta Puja Vidhi : માતા ચંદ્રઘંટા પૂજા વિધિ
નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે, સૂર્યોદય પહેલાં ઉઠો, બધા કામમાંથી નિવૃત્ત થઈ જાઓ અને સ્નાન કરો. આ પછી, જો તમે કળશ સ્થાપન કર્યું છે, તો તેની વિધિવત્ત પૂજા કરો. આ સાથે જ માતા દુર્ગાના ત્રીજા સ્વરૂપની સાથે અન્ય સ્વરૂપની પૂજા કરો. સૌ પ્રથમ જળ, ફૂલ, માળા, કુમકુમ, સિંદૂર, નાનાછડી, અક્ષત અર્પણ કરો. આ પછી પ્રસાદ અર્પણ કરો. પ્રસાદમાં કેસર ખીર અથવા દૂધ માંથી બનેલી કોઈપણ મીઠાઈઓનો ભોગ ધરાવી શકાય છે. તે માતાજીને બહુ પ્રિય છે. ત્યાર પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવ્યા પછી, ધ્યાન મંત્ર, મંત્ર, દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. છેલ્લે માતાજીની આરતી કરી પોતાની ભૂલોની માફી માંગવી.
માતા ચંદ્રઘંટાની કથા
પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં દમન અને હાહાકાર મચાવ્યો, ત્યારે દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે મદદ માંગી હતી. દેવતાઓની વાત સાંભળી ત્રિદેવ બહુ ગુસ્સે થયા. ક્રોધને કારણે ત્રણેય દેવોના મુખ માંથી જે ઊર્જા નીકળતી હતી તે દેવી સ્વરૂપમાં પરિણમી હતી. ભગવાન શિવે પોતાનું ત્રિશૂળ અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર દેવીને અર્પણ કર્યું. તેવી જ રીતે અન્ય બધા દેવતાઓએ પણ તેમના શસ્ત્રો માતાને અર્પણ કર્યા હતા. દેવરાજ ઇન્દ્રે દેવીને એક કલાકનો સમય આપ્યો. આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુરનો વધ કર્યો. મહિષાસુરનો વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માન્યો. આમ દેવતાઓએ મહિષાસુરના ત્રાસમાંથી મુક્તિ મેળવી.
માતા ચંદ્રઘંટાની પૂજાથી ભય દૂર થાય છે
માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિની અંદરનો ભય દૂર થાય છે. આ સાથે દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે. આ સાથે જ કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થાય છે. સાધકે નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની સાથે માતાજીની કથા સાંભળવી જોઈએ. આ કાર્ય શુભ ફળોની પ્રાપ્તિ તરફ દોરી જાય છે.
માતા ચંદ્રઘંટા ધ્યાન મંત્ર
वन्दे वाञ्छितलाभाय चन्द्रार्धकृतशेखराम्।सिंहारूढा चन्द्रघण्टा यशस्विनीम्॥
मणिपुर स्थिताम् तृतीय दुर्गा त्रिनेत्राम्।खङ्ग, गदा, त्रिशूल, चापशर, पद्म कमण्डलु माला वराभीतकराम्॥
पटाम्बर परिधानां मृदुहास्या नानालङ्कार भूषिताम्।मञ्जीर, हार, केयूर, किङ्किणि, रत्नकुण्डल मण्डिताम॥
प्रफुल्ल वन्दना बिबाधारा कान्त कपोलाम् तुगम् कुचाम्।कमनीयां लावण्यां क्षीणकटि नितम्बनीम्॥