Shardiya Navratri 2025 Maa Siddhidatri Devi Puja Vidhi In Gujarati : નવરાત્રીના છેલ્લા દિવસે મહા નોમ તિથિ પર દેવી દુર્ગાની નવમી શક્તિ દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ વખતે 1 ઓક્ટોબર, 2025 બુધવારે મહા નોમ તિથિ છે. સિદ્ધિદાત્રી દેવી તમામ પ્રકારની સિદ્ધિઓ આપનાર છે. આ દિવસે માતાની પૂજા વિધિ સંપૂર્ણ ભક્તિ સાથે કરનાર ભક્તોને તમામ સિદ્ધિઓ મળે છે, ત્યારબાદ સૃષ્ટિમાં કશું પણ તેના માટે અપ્રાપ્ય રહેતું નથી. તેમનામાં બ્રહ્માંડને સંપૂર્ણ રીતે જીતવાની શક્તિ છે.
માતા સિદ્ધિદાત્રીની પૂજાથી શોક, રોગ અને ભય દૂર થાય છે
માતા સિદ્ધિદાત્રીની પૂજા માત્ર મનુષ્ય જ નહીં, પણ દેવ – અસુર, ગંઘર્વ, ઋષિ બધા સિદ્ધિઓ મેળવવા માટે કરે છે. એટલું જ નહીં, માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી શોક, રોગ અને ભય માંથી મુક્તિ મળે છે. જાણો નવરાત્રીના નવમા નોરતે માતા સિદ્ધદાત્રીની પૂજા વિધિ, કથા, અને મંત્ર
નવરાત્રીના દુર્ગા પૂજામાં નોમ તિથિ પર વિશેષ હવન કરવામાં આવે છે. આ દિવસે માતા સિદ્ધિદાત્રી સાથે અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે. સૌ પ્રથમ બાજોઠ પર માતા સિદ્ધિદાત્રીનો ફોટો કે મૂર્તિ મૂકવામાં આવે છે. આરતી અને હવન કરવામાં આવે છે હવન કરતી વખતે તમામ દેવી-દેવતાઓના નામે આહુતી આપવી જોઈએ. બાદમાં, માતાના નામે આહુતી આપવી જોઈએ.
દુર્ગા સપ્તશતીના બધા શ્લોક મંત્ર સ્વરૂપો છે, તેથી સપ્તશતીના તમામ શ્લોક સાથે આહુતી આપી શકાય છે. દેવીના બીજ મંત્ર “ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચે નમો નમ:” સાથે ઓછામાં ઓછા 108 આહુતી આપવી. ભગવાન શિવ, બ્રહ્માજી અને વિષ્ણુજીની પૂજા કર્યા પછી, છેલલે આરતી કરવી જોઈએ. છેલ્લે માતાજીને પ્રસાદ અર્પણ કરો, ત્યાર તે બધા લોકોમાં વહેંચવું જોઈએ.
દેવી ભાગવત પુરાણમાં નવમી તિથિનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે કન્યા પૂજન સાથે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માન્યતા મુજબ, માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. સિદ્ધદાત્રી દેવી કમળ પર બિરાજમાન હોય છે. તેમને ચાર હાથ છે. દેવાના જમણા હાથમાં કમળ અને શંખ છે. તો ડાબા હાથમાં ગદા અને ચક્ર છે.
Siddhidatri Devi Katha : માતા સિદ્ધિદાત્રીની કથા
દેવી પુરાણમાં ઉલ્લેખ છે કે, ભગવાન શંકરે પણ તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેઓ કમળ પર બિરાજમાન છે અને માત્ર મનુષ્ય જ નહીં પરંતુ દેવ, ગંધર્વ, યક્ષ અને અસુરો પણ તેમની પૂજા કરે છે. દુનિયાની બધી વસ્તુઓ સરળતાથી મેળવવા માટે નવરાત્રીના નવમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. સિદ્ધિદાત્રી દેવીની કૃપાથી ભગવાન શિવે પણ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ દેવીની કૃપાથી શિવના શરીરનો અડધો ભાગ દેવીનો થયો હતો. આ કારણોસર, શિવ અર્ધનારીશ્વર નામથી પ્રસિદ્ધ થયા હતા. આ દેવીની પૂજા, ધ્યાન, સ્મરણ આપણને આ સંસારની નિરસતાનો ભાન કરાવે છે અને અમૃત પદ તરફ દોરી જાય છે.
આ પણ વાંચો | નવરાત્રી ઉપવાસના પારણા ક્યારે કરવા? જાણો તિથિ, શુભ મુહૂર્ત અને વિધિ
Mata Siddhidatri Mantra : માતા સિદ્ધદાત્રી મંત્ર
सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥