નવરાત્રીના નવમા નોરતાનું છે ખાસ મહત્વ, જાણો મહાનવમીના શુભ મુહૂર્ત, પૂજા-વિધિ અને મંત્ર

Navratri Maha Navami 2022: શારદીય નવરાત્રીમાં લોકો માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. સાથે જ નવમી એટલે નવમાં નોરતાના દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે. અને કન્યાઓને ઉપહાર આપવામાં આવે છે.

Navratri Maha Navami 2022: શારદીય નવરાત્રીમાં લોકો માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. સાથે જ નવમી એટલે નવમાં નોરતાના દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે. અને કન્યાઓને ઉપહાર આપવામાં આવે છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

નવમાં નોરતે થાય છે સિદ્ધિદાત્રી માતાની પુજા-અર્ચના

Maha Navami 2022: નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે કે નવમું નોરતું છે. દેવી ભાગવત પુરાણમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. શારદીય નવરાત્રીમાં લોકો માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે અલગ અલગ ઉપાયો કરે છે. સાથે જ નવમી એટલે નવમાં નોરતાના દિવસે કન્યા પૂજા કરવામાં આવે છે. અને કન્યાઓને ઉપહાર આપવામાં આવે છે. જે ઘરોમાં અષ્ટમીની પૂજા થાય છે ત્યાં અષ્ટમી તિથિના દિવસે કન્યા પૂજા થાય છે. આ વર્ષે મહાનવમી 4 ઓક્ટોબરે મનાવવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ શુભ મુહૂર્ત, પૂજા-વિધિ અને આરતી વિશે..

Advertisment

શારદીય નવરાત્રીની નવમી તિથિ

જ્યોતિષ પંચાગ અનુસાર શારદીય નવરાત્રીની નવમીની તિથિ 3 ઓક્ટોબર 2022થી સાંજના 4.36 મિનિટથી આરંભ થાય છે. જે બીજા દિવસે 4 ઓક્ટોબર 2022ના બપોરે 2.20 મિનિટ પર સમાપ્ત થાય છે. જ્યારે ઉદયાતિથિને આધાર માનતા નવરાત્રીની નવમી 4 ઓક્ટોબર 2022ના દિવસે છે.
શારતીય નવરાત્રી 2022 નવમીનું હવન મુહૂર્ત

હવન મુહૂર્તઃ ચાર ઓક્ટોબર 2022 સવારે 6.21 વાગ્યાથી બપોરે 2.20 વાગ્યા સુધી હવન માટે શુભ મુહૂર્ત છે.

શારદીય નવરાત્રી વ્રતના પારણા

જે ભક્તોએ નવરાત્રીના ઉપવાસ રાખ્યા હોય તેવા ભક્તો પોતાના ઉપવાસ યોગ્ય મુહૂર્તે ખોલતા હોય છે. ત્યારે આ વખતે પારણા માટે 4 ઓક્ટોબર 2022ના દિવસે 2.20 મિનિટ પછી કરી શકાશે.

Advertisment

પૂજા-વિધિ

મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. સાથે જ દેવી સિદ્ધિદાત્રીની પ્રતિમા અથવા તસવીર સ્થાપિત એક ચોકી પર સ્થાપિત કરો. જો સિદ્ધિદાત્રી દેવીની પ્રતિમા નથી તો મા દુર્ગાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરી શકાશે. સાથે જ શ્રીગણેશ, વરુણ, નવગ્રહની સ્થાપના પણ કરો. ત્યારબાદ વ્રત, પૂજનનો સંકલ્પ કરો અને વૈદિક અને સપ્તશતી મંત્રોનો જાપ કરો ત્યારબાદ કન્યા પૂજન કરો. અને કન્યાઓને ઉપહાર આપો. આ દિવસે હલવો અને ચણાનો ભોગ લગાવો.

માતા સિદ્ધિદાત્રીનો મંત્ર

सिद्ध गन्धर्व यक्षाद्यैरसुरैरमरैरपि।

सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥

સ્તુતિ

या देवी सर्वभू‍तेषु मां सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

માતા સિદ્ધિદાત્રીની આરતી

जय सिद्धिदात्री तू सिद्धि की दाता
तू भक्तों की रक्षक तू दासों की माता,
तेरा नाम लेते ही मिलती है सिद्धि
तेरे नाम से मन की होती है शुद्धि!!
कठिन काम सिद्ध कराती हो तुम
जब भी हाथ सेवक के सर धरती हो तुम,
तेरी पूजा में तो न कोई विधि है
तू जगदम्बे दाती तू सर्वसिद्धि है!!
रविवार को तेरा सुमरिन करे जो
तेरी मूर्ति को ही मन में धरे जो,
तुम सब काज उसके कराती हो पूरे
कभी काम उसके रहे न अधूरे!!
तुम्हारी दया और तुम्हारी यह माया
रखे जिसके सर पर मैया अपनी छाया,
सर्व सिद्धि दाती वो है भाग्यशाली
जो है तेरे दर का ही अम्बे सवाली!!
हिमाचल है पर्वत जहां वास तेरा
महा नंदा मंदिर में है वास तेरा,
मुझे आसरा है तुम्हारा ही माता
वंदना है सवाली तू जिसकी दाता!!

navratri ધર્મ ભક્તિ