Vastu Tips for 2025: નવા વર્ષ માટે 5 વાસ્તુ ટીપ્સ, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લક્ષ્મીજીનો વાસ રહેશે

New Year Vastu Tips for 2025: વાસ્તુ શાસ્ત્ર મુજબ વર્ષ 2025માં ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેની માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. નવા વર્ષ શરૂ થાય તેની પહેલા આ વાસ્તુ ટીપ્સ અનુસરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થશે અને માતા લક્ષ્મીનો વાસ રહેશે.

Written by Ajay Saroya
December 24, 2024 10:30 IST
Vastu Tips for 2025: નવા વર્ષ માટે 5 વાસ્તુ ટીપ્સ, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લક્ષ્મીજીનો વાસ રહેશે
Vastu Tips for 2025: Bring Positivity and Prosperity: વર્ષ 2025 સંબંધિત ઘર માટે વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ. (Photo: Freepik)

Vastu Tips for 2025: વર્ષ 2025 આનંદમય અને મંગલમય રહે તેવી આશા અને અપેક્ષા છે. નવું વર્ષ તેમના માટે સુખ, શાતિ અને સમૃદ્ધિ લાવે તેવી દરેક વ્યક્તિની ઇચ્ચા હોય છે. લોકો જૂના વર્ષના કડવા અનુભવો ભૂલી નવા વર્ષમાં નવી વિચારોનું સ્વાગત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવી ઘરમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

હકીકતમાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર નવા વર્ષનું સ્વાગત કરતા પહેલા તમારે તમારા ઘર માંથી કેટલીક વસ્તુઓને બહાર કરી દેવી જોઈએ. કારણ કે આ વસ્તુઓ ઘરમાં રાખવાથી ધન સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ સાથે દેવી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે નવા વર્ષમાં તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન ઇચ્છતા હોવ અને તેમની કૃપા તમારા પર રહે છે, તો તમારા ઘર માંથી અમુક વસ્તુઓ બહાર કાઢી નાંખવી જોઇએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં.

તૂટેલી મૂર્તિ અને ફાટેલા પુસ્તક

જો તમે તમારા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ તૂટેલી કે ફાટેલી ધાર્મિક ચોપડીઓ તોડી હોય તો તેને તરત જ હટાવી દો. તમે ઇચ્છો તો તેને સ્વચ્છ પાણીમાં પ્રવાહિત કરી શકો છો. વાસ્તુ અનુસાર તૂટેલી મૂર્તિઓ અને ફાટેલા પુસ્તકોથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે.

સુકાઈ ગયેલા છોડ

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં સૂકા છોડ રાખવા અશુભ માનવામાં આવે છે. ઘરમાં સૂકા છોડ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. જો તમારા ઘરમાં આવા છોડ હોય તો નવું વર્ષ આવે તે પહેલા તેને ઘરની બહાર કાઢી લો. તેની જગ્યાએ નવા લીલા છોડ લગાવો, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે.

તુટેલા ફુટેલા વાસણ

જો તમારા ઘરમાં તુટેલા ફુટેલા વાસણ હોય તો તેને તરત જ બહાર કાઢી નાંખો. કારણ કે તૂટેલા વાસણો ઘરમાં વાસ્તુ દોષ લાવે છે અને ધન હાનિ પણ થઈ શકે છે. તો નવા વર્ષ પહેલા આવા વાસણો ઘરની બહાર કાઢી લો.

તૂટેલો કાચ

જો ઘરમાં કાચની તૂટેલી વસ્તુ હોય તો તેને તરત જ ફેંકી દો. કારણ કે તૂટેલા કાચને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે. આવા કાચ ઘરમાં રાખવાથી પરિવારમાં ઝઘડા થઈ શકે છે. આ સાથે તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે.

જૂની અને ખરાબ વસ્તુઓ

વાસ્તુ શાસ્ત્ર મુજબ બંધ કે તુટેલી ઘડિયાળ, તૂટેલા બુટ ચપ્પલ, ખરાબ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ અને ફાટેલા કપડા પણ ઘરમાં રાખવા જોઇએ નહીં. ઘરમાં આવી વસ્તુઓ નકારાત્મક ઉર્જા અને આર્થિક સમસ્યા વધારે છે. તો આવી બિનજરૂરી ચીજવસ્તુઓ નવા વર્ષ પહેલા ઘરની બહાર ફેંકી દો. આ સાથે ઘરને સ્વચ્છ અને સુંદર રાખી નવા વર્ષનું સ્વાગત કરો. ઘરમાં ક્યાંય પણ ધૂળ કે ગંદકી રાખવી નહીં, કારણ કે દેવી લક્ષ્મી સ્વચ્છ ઘરમાં નિવાસ કરે છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ