વૈદિક જ્યોતિષ અનુસાર એક નિશ્ચિત સમય પર અસ્ત અને નીચ થાય છે. આ અવસ્થાનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. બુધ ગ્રહ અત્યારે નીચ અવસ્થામાં અસ્ત થઇને ગોચર કરી રહ્યો છે. જેનાથી દુર્લભ નીચભંગ રાજયોગ નિર્માણ થયો છે. આ યોગનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો ઉપર જોવા મળે છે. પરંતુ ચાર રાશિઓ એવી છે જેમને આ સમયે ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બને છે. આમની ગોચર કુંડળીમાં નીચભંગ રાજયોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ રાશિઓ કઇ કઈ છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે નીચભંગ રાજયોગ લાભદાયક સિદ્ધ થઇ શકે છે. કારણ કે નીચભંગ રાજયોગ તમારી ગોચર કુંડળીમાં કર્મભાવ બની રહ્યો છે. એટલા માટે જો તમે ટ્રેડર, લાઇઝનર, રિયલ સ્ટેટ, કમીશન, શેર બ્રોકર, સ્ટોક માર્કેટ અને એસ્પોર્ટ-ઇમ્પોર્ટનું કામ કરો છો તો તમને ખુબ જ પૈસા મળી શકે છે. નવા ઓર્ડર મળી શકે છે. તમારે થોડી મહેન કરવાની જરૂર છે. બુધ અને ગુરુ દશમ ભાવમાં સ્થિત છે. ગુરુ કર્મભાવનો કારક છે. એટલા માટે આ સમય નોકરીયાત લોકોની પદોન્નતિનો યોગ બની રહે છે.
કન્યા રાશિ
નીચભંગ રાજયોગ કન્યા રાશિના જાતકો માટે શુભ સાબિ થઇ શકે છે. કારણ કે આ રાશિમાં બુધ ગ્રહ એ સ્થાન ઉપર દ્રષ્ટી નાંખે છે જેમાં તે બલવાન હોય છે. જ્યાં નીચભંગ રાજયોગ બની રહ્યો છે. એટલા માટે કામ-કારોબારમાં તરક્કીનો યોગ બની રહ્યો છે. જીવનસાથીનો સહયોગ પાપ્ત થશે. જીવન સાથીની પ્રગતિ થઇ શકે છે. આ સમયે તમે કોઇ પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે જ પ્રોપર્ટી લેવડ-દેવડથી લાભ મળી શકે છે. આકસ્મિત ધનલાભ પણ થઇ શકે છે. શનિ તમારા 11માં વિરાજમાન છે અને શનિ સારા ફળદાતા છે. સાથે જ કન્યા રાશિના લોકો માટે ધન અને ભાગ્યના સ્વામી છ એપ્રિલથી શક્ર દેવ અષ્ટમ ભાવથી નીકળીને ભાગ્ય સ્થાન પર જશે. એટલા માટે ભાગ્યથી પૈસાના લાભ મળી શકે છે. જે લોકો મીડિયા, ફિલ્મ લાઇનથી જોડાયેલા છે તેમનો આ સમય શાનદાર રહી શકે છે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે નીચભંગ રાજયોગ અનુકૂળ સિદ્ધ થઇ શકે છે. કારણ કે મારી રાશિનો સ્વામી ગુરુ હંસ નામના રાજયોગ બનાવીને સ્થિત છે. બુધ ગ્રહ નીચભંગ રાજયોગ બનાવી રહ્યો છે. સાથે જ બુધ ગ્રહ કરિયર અને લગ્નજીવનના ભાવનો સ્વામી છે. એટલા માટે તમારા લોકોને ધનલાભનો યોગ બની રહ્યો છે. સાથે જ શનિ દેવ ત્રીજા ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સાથે જ આ સમય તમે કોઈ જમીન સંપત્તી ખરીદી શકો છો. આ સમયે મતે પુખરાજ પહેરી શકો છો. જે તમારા માટે ભાગ્યશાળી રત્નસાબિત થઇ શકે છે.
મીન રાશિ
નીચભંગ રાજયોગ મીન રાશિના લોકોને સુખદ અને લાભદાયક સિદ્ધ થઇ શકે છે. કારણ કે તમારી રાશિના સ્વામી ગુરુ સ્વરાશિમાં વિરાજમાન છે. એટલા માટે આ સમયે તમને માન-સમ્માનની પ્રાપ્તિ થઇ શકે છે. સાથે જ જે લોકો રાજનીતિ સાથે જોડાયેલા છે તેમને કોઇ પદની પ્રાપ્તિ થઇ શકે છે. સુખ-સાધનોની પ્રાપ્તિ થઇ શકે છે. આ સાથે નોકરિયાત લોકોને મનપસંદ જગ્યાએ ટ્રાન્સફર થઇ શકે છે. જીવનસાથીના સહયોગથી ધનની પ્રાપ્તિ થઇ શકે છે. એટલા માટે આ સમયે તમારે પ્રયત્ન કરતા રહેવું જોઇએ. આ સમયે તમે પુખરાજ પહેરી શકો છો. જે તમારા માટે લકી સાબિત થઇ શકે છે.