Nirjala Ekadashi 2024 Daan: નિર્જળા એકાદશીનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ એકાદશીને 24 એકાદશીમાં સૌથી કઠોર માનવામાં આવે છે, કારણ કે આ દિવસે આખો દિવસ પાણી પીધા વગર વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસ બારસ તિથિએ વ્રતના પારણ કરવામાં આવે છે. નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
એવી માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી સાધકને દરેક સમસ્યા, પાપમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્રતની સાથે સાથે વિષ્ણુજીની પૂજા, સ્નાનનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ નિર્જળા એકાદશીના દિવસે રાશિ અનુસાર અમુક વસ્તુઓનું દાન કરવાથી કુંડળીમાં નવગ્રહની સ્થિતિ મજબૂત થાય છે. આ સાથે સુખ સમૃદ્ધિ, ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. આવો જાણીએ નિર્જળા એકાદશીના દિવસે રાશિ પ્રમાણે કઈ વસ્તુઓનું દાન કરવું શુભ રહે છે.
મેષ રાશિ
આ રાશિના જાતકોએ 7 પ્રકારના અનાજ એટલે કે ઘઉં, જવ, ચોખા, તલ, અડદ અને મગનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી જાય છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ નિર્જળા એકાદશીના દિવસે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. ઉપરાંત દૂધ, દહીં, ખાંડ વગેરેનું દાન કરી શકાય છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ બુધ ગ્રહને મજબૂત કરવા લીલા ફળ, કેરી, શક્કર ટેટી વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
કર્ક રાશિ
નિર્જળા એકાદશીના દિવસે કર્ક રાશિના જાતકોને પાણીનું વિતરણ કરો. તેમજ અલગ અલગ જગ્યાએ પાણીની પરબ બનાવવી જોઇએ, તેનાથી શુભ ફળ મળશે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ મસૂરની દાળ, લાલ રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે. આ સાથે સમાજમાં માન-સન્માન વધે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે લોકોને ભોજન કરાવવું જોઈએ. આ સાથે જ તમારી ઈચ્છા અનુસાર દાન કરો.
તુલા રાશિ
તુલના રાશિના જાતકો નિર્જળા એકાદશી પર મીઠુ જળ કે ફળનું દાન કરી શકે છે. આમ કરવાથી ઘરની તકલીફો, રોગોથી છુટકારો મળે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે તરબૂચનું દાન કરવું જોઇએ.
ધન રાશિ
ગુરુની રાશિવાળા ધન રાશિના જાતકોએ કેસર વાળા દૂધનું દાન કરવું જોઇએ. આમ કરવાથી તમને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ વૃક્ષ કે છોડનું વાવેતર કરવું જોઈએ. આ સાથે સરસવનું તેલ, તલ, અડદ વગેરેનું દાન કરવું જોઈએ.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ નિર્જળા એકાદશીના દિવસે જળ દાન કરવું જોઈએ. આ સાથે છત્રી, સરસવનું તેલ કે અન્ય કાળી વસ્તુનું દાન કરવું પણ શુભ રહેશે.
આ પણ વાંચો | નિર્જળા એકાદશી ક્યારે છે? ભીમ અગિયારસની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણો
મીન રાશિ
મીન રાશિના જાતકોએ નિર્જળા એકાદશીના દિવસે કેળા, શક્કર ટેડી વગેરેનું દાન કરવું જોઈએ. તેનાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થશે.





