Numerology: આ જન્મ તારીખ વાળા લોકો બુદ્ધિશાળી અને હોંશિયાર હોય છે, મોટા ઉદ્યાગપતિ બની શકે છે

અંકશાસ્ત્ર પ્રમાણે પણ તમારૂ ભવિષ્ય જાણી શકાય છે. એટલે કે આ જન્મ તારીખે તમારો જન્મ થયો હોય તો, કાર્યસ્થળ પર પ્રશંસા મળે છે, તમે મોટા ઉદ્યોગપતિ બની શકો છો, તથા બુદ્ધિશાળી હોય છે.

Written by Kiran Mehta
Updated : March 18, 2024 18:20 IST
Numerology: આ જન્મ તારીખ વાળા લોકો બુદ્ધિશાળી અને હોંશિયાર હોય છે, મોટા ઉદ્યાગપતિ બની શકે છે
અંકશાસ્ત્ર મુજબ મૂળ અંક પાંચનું ભવિષ્ય

Mulank Five People : અંકશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેની જન્મતારીખની અસર તે વ્યક્તિ પર જીવનભર રહે છે. તમને જણાવી દઈએ કે, અંકશાસ્ત્રમાં 1 થી 9 સુધીની સંખ્યાઓનું વર્ણન મળે છે. આ અંકોમાં અલગ-અલગ ગ્રહ સ્વામી હોય છે. અહીં અમે 5 નંબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો સંબંધ વેપાર અને બુદ્ધિ આપનાર ગ્રહ બુધ સાથે છે.

જે લોકોનો જન્મ મહિનાની 5મી, 1લી કે 23મી તારીખે થયો છે, તેમની મૂળ સંખ્યા 5 છે. આ જન્મ તારીખ સાથે જોડાયેલા લોકો બુદ્ધિશાળી અને ચતુર હોય છે. આ ઉપરાંત, આ લોકો મોટા ઉદ્યોગપતિ બને છે અને કાર્યસ્થળ પર તેમની ખૂબ પ્રશંસા થાય છે. આવો જાણીએ આ મૂલાંકની સંખ્યા સાથે જોડાયેલી વધુ ખાસ વાતો.

સફળ બિઝનેસમેન અને ધનિક બને છે

અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોનો મૂળ નંબર 5 છે. એ લોકો મોટા ઉદ્યોગપતિ બને છે. આ ઉપરાંત, આ લોકો જીવનમાં ખૂબ પૈસા કમાય છે. આ લોકો બિઝનેસમાં પોતાના મગજનો ઉપયોગ કરીને ખૂબ પૈસા કમાય છે. વળી, આ લોકો પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને સૌથી મુશ્કેલ સમસ્યાઓમાંથી બહાર આવે છે. તેમની સેન્સ ઓફ હ્યુમર પણ ઘણી સારી હોય છે. આ લોકો મહેનતુ પણ હોય છે.

કાર્યસ્થળે તેમની ખુબ પ્રશંસા થાય છે

અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોનો મૂળ નંબર 5 છે. આ લોકો પોતાના કરિયર અને બિઝનેસમાં સખત મહેનત કરે છે. તેથી જ આ લોકોને કાર્યસ્થળ પર ખૂબ પ્રશંસા મળે છે. વળી, આ લોકો સ્વભાવે ખૂબ જ બોલકા હોય છે. આ ઉપરાંત, તેઓ તેમના શબ્દોથી બીજાઓને ઝડપથી પ્રભાવિત કરે છે. એટલું જ નહીં આ લોકોનું વ્યક્તિત્વ પણ ખૂબ જ આકર્ષક હોય છે. આ લોકો રમૂજી સ્વભાવના પણ હોય છે.

આ પણ વાંચો – હોળી પહેલા શનિ દેવ કુંભ રાશિમાં થશે ઉદય, આ 3 રાશિની કિસ્મત ચમકશે, કરિયરમાં પ્રગતિ સાથે થશે અઢળક કમાણી

આવી હોય છે લવ લાઈફ

આ લોકોની લવ લાઈફ થોડી ડિસ્ટર્બ રહે છે. આ લોકોના લગ્ન પહેલા ઘણા અફેર હોય છે. સાથે જ આ લોકોના પ્રેમ સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી પરંતુ, લગ્ન પછી તેમનું જીવન સારું રહે છે. તેઓ તેમના વિવાહિત જીવનને સુખી બનાવવાનો પણ પ્રયાસ કરે છે અને તેમના જીવનસાથીની સંભાળ રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ