Numerology : વૈદિક જ્યોતિષમાં રાહુ ગ્રહને કઠોર વાણી, જુગાર, પ્રવાસ, ચોરી, દુષ્ટ કાર્યો, ચામડીના રોગો, ધાર્મિક મુલાકાતો વગેરેનું કારણ કહેવામાં આવે છે. જ્યારે રાહુ ગ્રહ નંબર 4 પર સ્વામિત્વ હોય છે. અર્થાત્ જે લોકોનો જન્મ કોઇ મહિનાની 4, 13, 22 અથવા 31મી તારીખે થયો હોય તો આ લોકોનો મૂળાંક 4 બને છે.
આ મૂંળાકના લોકો ક્રિએટિવ અને દૂરદર્શી હોય છે. સાથે આ લોકો રાજકારણમાં પણ સફળ થાય છે. આ લોકો શેરબજાર, સટ્ટાબાજી, લોટરીઓમાં સારા પૈસા કમાય છે. ચાલો જાણીએ આ મૂળાંક વાળા વિશેની ખાસ બાબતો.
તેઓ વ્યવહારુ અને ક્રિએટિવ હોય છે
અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોનો મૂળાંક 4 હોય છે તે ખૂબ જ વ્યવહારુ હોય છે. તેઓ થોડા ઓછા ઇમોશનલ હોય છે. આ લોકો ક્રિએટિવ પણ હોય છે. આ લોકો વૈજ્ઞાનિક અથવા સારા રાજકારણીઓ હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ લોકો દરેક વિષયનું સારું જ્ઞાન ધરાવે છે. તેઓ થોડા મનમોજી સ્વભાવના હોય છે. આ લોકો દરેક કાર્ય સમયસર પૂર્ણ કરે છે. મૂળાંક 4 વાળા લોકો બધા કામ ઘણા આયોજન સાથે કરે છે. તેથી ક્યારેક રાહુ તેમને ઘણા સારા પૈસા પણ અપાવે છે.
આ પણ વાંચો – આવા નાક વાળા લોકો ઘણા ધનવાન હોય છે, નાકથી જાણો પોતાના ભવિષ્યની સ્થિતિ
મનમૌજી હોય છે સ્વભાવ
આ નંબરવાળા લોકો દરેક વસ્તુ વિશે પોતાની રીતે વિચારે છે. તેઓ બીજો લોકોની વાતો સમજતા નથી અને સાંભળતા પણ નથી. લોકો તેમને કોઈ સલાહ આપે તો પણ તેમને આ સલાહ સાંભળવી ગમતી નથી. આ લોકો થોડું એકલા રહેવાનું પસંદ કરે છે. પરંતુ જ્યારે તેઓ બધા સાથે બેસે છે ત્યારે તેઓ રંગ પણ જમાવે છે. તેઓ મનમૌજી સ્વભાવના હોય છે. નંબર 7 કેતુ સાથે જોડાયેલો છે. તેથી મૂળાંક 4 વાળાનું મૂળાંક 7 વાળા સાથે સારું બને છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





