અંકશાસ્ત્ર : આ બર્થડેટ વાળી યુવતીઓ પતિ અને સાસરિયા માટે હોય છે લકી, કરિયરમાં પણ મળે છે સારું સ્થાન

numerology : આ મૂળાંકવાળી છોકરીઓ ખુલ્લા વિચારોની હોય છે. એકદમ વાચાળ હોય છે અને પોતાની વાતોથી ઝડપથી સામેવાળીને ઇમ્પ્રેસ કરી દે છે

Written by Ashish Goyal
March 31, 2024 22:03 IST
અંકશાસ્ત્ર : આ બર્થડેટ વાળી યુવતીઓ પતિ અને સાસરિયા માટે હોય છે લકી, કરિયરમાં પણ મળે છે સારું સ્થાન
numerology : અંકશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિની જન્મ તારીખથી તેનું વ્યક્તિત્વ, સ્વભાવ અને ભવિષ્યની જાણ થઇ શકે છે

numerology : અંકશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિની જન્મ તારીખથી તેનું વ્યક્તિત્વ, સ્વભાવ અને ભવિષ્યની જાણ થઇ શકે છે. સાથે વ્યક્તિની જન્મ તારીખથી તેના વૈવાહિક જીવન અને તેના જીવનસાથી કેવા રહેશે તે પણ જાણી શકાય છે. અહીં અમે તમને એવી જ બર્થડેટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છોકરીઓને પતિ અને સાસરીવાળા માટે લકી માનવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે કોઈ પણ મહિનાની 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકોનો નંબર 5 હોય છે. આ મૂળાંકમાં બુધ ગ્રહનું પ્રભુત્વ છે. એટલે આ આ મૂળાંક સાથે જોડાયેલી યુવકીઓ સાસરિમાં રાજ કરે છે અને આ છોકરીઓ ખુલ્લા વિચારોની હોય છે. માતાના ઘર ઉપરાંત તેમને સાસરિયામાં અને પતિ તરફથી પણ ખૂબ પ્રેમ મળે છે. આવો જાણીએ આ મૂળાંક સાથે જોડાયેલા લોકો વિશે રસપ્રદ માહિતી.

પતિ અને સાસરિયા માટે હોય છે લકી

અંકશાસ્ત્ર અનુસાર જે છોકરીઓનો મૂળાંક 5 છે. આ છોકરીઓને પતિ અને સાસરિયાવાળા માટે લકી માનવામાં આવે છે. આ છોકરીઓ સાસરે રાજ કરે છે, આ છોકરીઓ ખુલ્લા વિચારોની હોય છે. માતાના ઘર ઉપરાંત તેમને સાસુ-સસરા અને પતિ તરફથી પણ ખૂબ પ્રેમ મળે છે. સાથે જ આ છોકરીઓ પરિવારને સાથે લઈને ચાલે છે. સાથે જ પતિ સાથે ખભે ખભો મિલાવીને ચાલે છે. આ છોકરીઓ સ્વપ્નદ્રષ્ટા પણ હોય છે. આ છોકરીઓ ખુશમિજાજી હોય છે. તે એકદમ વાચાળ હોય છે અને પોતાની વાતોથી ઝડપથી સામેવાળીને ઇમ્પ્રેસ કરી દે છે.

આ પણ વાંચો – હનુમાન જ્યંતિથી લઈને ચૈત્ર નવરાત્રી સુધી એપ્રિલમાં આવતા વ્રત, તહેવારોની યાદી

બાળપણ આજીવન રહે છે

મૂળાંક 5 સાથે સંકળાયેલી છોકરીઓમાં બાળપણ આજીવન રહે છે. સાથે જ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેઓ શાંત રહે છે. સાથે જ તે બિઝનેસ માઇન્ડેડ હોય છે અને પતિને કામ-ધંધામાં સહકાર આપે છે. સાથે જ તેઓ પ્રેક્ટિકલ પણ હોય છે અને દરેક કામ ખૂબ જ સારી રીતે કરે છે.

આ દિવસો શુભ, ફળદાયી છે

મૂળાંક 5 સાથે જોડાયેલા લોકોની શુભ અંકની વાત કરીએ તો આ જાતકો માટે 5, 14 અને 23 તારીખ શુભ હોય છે. એટલે કે આ લોકો આ તિથિઓ પર કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરી શકે છે. વળી તેમના માટે શુભ રંગ સફેદ, ખાખી અને આછો રંગ છે. શુક્રવાર અને બુધવાર તેમના માટે શુભ માનવામાં આવે છે.

(Disclaimer : આ લેખમાં આપેલી માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી રજૂ કરવાનો છે. તેને સાચી સાબિત કરવાનો નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ