Palmistry : ભાગ્યશાલી લોકોના હાથમાં હોય છે પુષ્કલ યોગ, જીવનમાં ખૂબ જ મેળવે છે ધન અને સમ્માન

pushkal yog in hand : આ યોગ ભાગ્યશાળી લોકોની હાથમાં હોય છે. સાથે જ આ યોગના પ્રભાવથી વ્યક્તિ ધન અને સન્માન બંનેની પ્રાપ્તિ થાય છે.

Written by Ankit Patel
Updated : June 08, 2023 09:12 IST
Palmistry : ભાગ્યશાલી લોકોના હાથમાં હોય છે પુષ્કલ યોગ, જીવનમાં ખૂબ જ મેળવે છે ધન અને સમ્માન
હસ્તરેખાશાસ્ત્ર પ્રતિકાત્મક તસવીર

Pushkal yog in Hastarekha : જ્યોતિષ શાસ્ત્રમાં જેવી રીતે વ્યક્તિની જન્મકુંડળીમાં સ્થિત ગ્રહોનું વિશ્લેષણ કરીને તેના ભવિષ્ય અને કરિયર અંગે વાત જાણી શકાય છે. એવી જ રીતે હસ્તરેખા શાસ્ત્ર અનુસાર વ્યક્તિની હથેળીમાં હાજર રેખાઓ અને ચિહ્નોના આધારે પણ વ્યક્તિના જીવન અંગે અનુમાન લગાવી શકાય છે. અમે અહીં હાથમાં પુષ્કલ યોગ અંગે જણાવી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે આ યોગ ભાગ્યશાળી લોકોની હાથમાં હોય છે. સાથે જ આ યોગના પ્રભાવથી વ્યક્તિ ધન અને સન્માન બંનેની પ્રાપ્તિ થાય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે બને છે આ યોગ અને તેનો શું લાભ હોય છે.

હાથમાં કેવી રીતે બને છે પુષ્કલ યોગ

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો શનિ પર્વત તથા શુક્ર પર્વત એકદમ વધારે પુષ્ટ એટલે કે લાલિમામાં દેખાતા હોય છે અને ભાગ્ય રેખાનો પ્રારંભ શુક્ર પર્વતથી થાય છે જે શનિ પર્વતના મધ્ય બિન્દુ સુધી પહોંચે છે તો આવી વ્યક્તિના હાથમાં પુષ્કલ યોગ હોય છે.

આકર્ષક અને સુંદર હોય છે વ્યક્તિત્વ

પુષ્કલ યોગ જે વ્યક્તિના હાથણાં હોય છે એ વ્યક્તિ અત્યન્ત સુંદર અને આકર્ષક હોય છે. સાથે જ સામેવાળા વ્યક્તિ આવા લોકોથી ઝડપી ઇમ્પ્રેશ થઇ જાય છે. સાથે જ આ લોકો જીવનમાં ખૂબ જ ધન કમાય છે. સાથે જ લોકો ઓછી ઉંમરથી જ પોતાના ક્ષેતમાં સારી સફળતા મેળવે છે. ધન વૈભવનો પણ તેમની પાસે તોટો રહેતો નથી.

આ પણ વાંચોઃ- ગોમેદ રત્ન પહેરવાથી શેર-સટ્ટા અને લોટરીમાં ફાયદો થશે; ક્યા રાશિના જાતકો માટે આ રત્ન લકી છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ ધારણ કરવાની વિધિ જાણો

કરિયરમાં મેળવે છે ઉચ્ચ સ્થાન

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિઓના હાથમાં પુષ્કળ યોગ હોય છે. એ વ્યક્તિ કરિયરની ઉંચાઇઓ સુધી પહોંચે છે. સાથે જ આ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત હોય છે. એટલું જ નહીં આ લોકો આનંદ પૂર્ણ જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. આ લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે. સાથે જ લોકો અખૂટ સંપત્તિના માલિક બને છે. સાથે જ તેમની પાસે કોઈપણ વસ્તુની કમી રહેતી નથી.

આ પણ વાંચોઃ- Chor Panchak : 9 જૂનથી શરુ થશે ચોર પંચક, ન કરો પૈસાનો વ્યવહાર, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન

લોકોના દિલો પર કરે છે રાજ

પુષ્કલ યોગ જે વ્યક્તિઓના હાથમાં હોય છે એ લોકોની મદદ કરવામાં માને છે. સાથે જ લોકોના સુખ-દુઃખમાં સાથ આપે છે. તેમને સમાજમાં ખુબ જ માન-સમ્માન મળે છે. આ લોકો સામાજિક પણ હોય છે. સમાજના કાર્યક્રમોમાં આગળ પડતો ભાગ લે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ