Parshuram Jayanti 2025: પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેમને ચિરંજીવી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તે આજે પણ પૃથ્વી પર છે. પરશુરામ ભગવાનનો જન્મ વૈશાખ સુદ ત્રીજી તિથિ પર થયો હતો. આ વખતે 30 એપ્રિલે પરશુરામ જયંતી ઉજવવામાં આવશે. આ તિથિને અખાત્રીજ કે અક્ષય તૃતિયા પણ કહેવાય છે. પરશુરામ જયંતી ધામધૂમથી ઉજવાય છે. અહીં ભગવાન પરશુરામના પ્રસિદ્ધ 5 મંદિર વિશે જાણકારી આપી છે. અહીં પરિવાર સાથે ધાર્મિક યાત્રા પર જવાનો પ્લાન બનાવી શકાય છે.
Parshuram Jayanti 2025 Date: પરશુરામ જયંતી 2025 તારીખ
પરશુરામ જયંતી વૈશાખ સુદ ત્રીજ તિથિ પર ઉજવાય છે. આ વખતે 30 એપ્રિલ બુધવારે પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. માતા રેણુકા અને ઋષિ જમદગ્નિના ઘરે પ્રદોષ કાળમાં ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમની જન્મ જયંતિ હિન્દુ ધર્મમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
પરશુરામ મંદિર, નિરમંડ
આ મંદિર ભગવાન વિષ્ણુના પરશુરામ અવતારને સમર્પિત છે. હિમાચલ પ્રદેશમાં સ્થિત નિરમંડ એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ છે. એવું કહેવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં પરશુરામે તેના પિતાના આદેશ પર તેમની માતા રેણુકાનો શિરચ્છેદ કર્યો હતો.
પરશુરામ મહાદેવ મંદિર
પરશુરામ મહાદેવ મંદિર રાજસ્થાનમાં આવેલું છે. આ મંદિરમાં શિવલિંગના રૂપમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પરશુરામ મહાદેવ ગુફા મંદિરનું નિર્માણ પરશુરામે જાતે જ પોતાની કુહાડી વડે ખડક કાપીને કર્યું હતું. પરશુરામે ઘણાં વર્ષો સુધી ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી.
પરશુરામ મંદિર ચિપલુન
પરશુરામ દેવસ્થાનમ ઇન્સ્ટિટ્યૂટ ચિપલુન, મહારાષ્ટ્રથી 9 કિમી દૂર સ્થિત છે. કોંકણની ભૂમિ એ પરશુરામે બનાવેલી ભૂમિ છે અને તેને ‘ઈશ્વરની ભૂમિ’ ગણવામાં આવે છે. ભગવાન પરશુરામનું મંદિર ચાલુક્ય વંશના સમ્રાટ પુલકેશીને બંધાવ્યું હતું.
ટાંગીનાથ ધામ
આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે ભગવાન પરશુરામે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અહીં તપ કર્યું હતું. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન પરશુરામે પોતાની ફરસી એટલે કે કુહાડી જમીનમાં દાટી દીધી હતી.
શ્રી પરશુરામ સ્વામી મંદિર
તિરુવનંતપુરમના તિરુવલ્લમમાં સ્થિત શ્રી પરશુરામ સ્વામી મંદિર યોદ્ધા ભગવાન પરશુરામને સમર્પિત છે. આ 2000 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરનું નિર્માણ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત વિલ્વમંગલમ સ્વામીએ કરાવ્યું હતું. આ સ્થાન ખાસ કરીને એવા ભક્તો માટે પ્રિય છે જેઓ તેમના પૂર્વજો માટે તર્પણ કરે છે.