/indian-express-gujarati/media/media_files/2025/12/25/paush-putrada-ekadashi-2025-12-25-17-49-43.jpg)
પોષ સુદ પક્ષમાં આવતી એકાદશીને 'પુત્રદા એકાદશી' કહેવામાં આવે છે
Pausha Putrada Ekadashi Shubh Muhurat : હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. દર મહિનામાં સુદ અને વદ પક્ષમાં એક એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે. તેવી જ રીતે પોષ સુદ પક્ષમાં આવતી એકાદશીને 'પુત્રદા એકાદશી' કહેવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી યોગ્ય સંતાન મળે છે અને બાળકના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. આ વખતે પોષ પુત્ર એકાદશીની તારીખને લઈને મૂંઝવણમાં છે. બે તારીખ હોવાના કારણે 30 ડિસેમ્બરે ઉપવાસ રાખવો કે 31 ડિસેમ્બર તેને લઇને અલગ-અલગ મત છે. પોષ પુત્રદા તારીખ, શુભ સમય અને પારણાનો સમય સહિતની અન્ય માહિતી જાણીએ.
પોષ પુત્રદા એકાદશી 2025 તારીખ
દ્રિક પંચાંગ અનુસાર પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીની તારીખ 30 ડિસેમ્બરે સવારે 07:51 વાગ્યે શરૂ થશે, જે 31 ડિસેમ્બરે સવારે 5 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં બંને દિવસે પોષ પુત્ર એકાદશીનું વ્રત રાખવામાં આવશે. પરંપરા મુજબ ગૃહસ્થ લોકો 30 ડિસેમ્બરે ઉપવાસ કરશે. જ્યારે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ 31 ડિસેમ્બરે પોષ પુત્રદા એકાદશીનું વ્રત રાખવામાં આવશે.
પોષ પુત્રદા એકાદશી 2025 પારણા સમય
પોષ પુત્ર અગિયારસ બે દિવસ છે. આવી સ્થિતિમાં જો તમે 30 ડિસેમ્બરે ઉપવાસ કરો છો તો તમે 31 ડિસેમ્બરે બપોરે 1.26 થી બપોરે 3.31 સુધી પારણા કરી શકો છો. જ્યારે જે લોકો 31 ડિસેમ્બરે ઉપવાસ કરે છે તેઓ 1 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 07:14 થી 09:18 સુધી પારણા કરી શકે છે.
પોષ પુત્રદા અગિયારસનું મહત્વ
હિન્દુ ધર્મમાં એકાદશીની તારીખ ખૂબ જ પવિત્ર અને પૃણ્યદાયી માનવામાં આવે છે. પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું મહત્વ ખુદ ભગવાન કૃષ્ણએ પોતે જ વર્ણવ્યું છે.
એવું માનવામાં આવે છે કે આ દિવસે વિધિ પ્રમાણે ઉપવાસ કરવાથી વ્યક્તિ તેના તમામ પાપોથી મુક્ત થાય છે અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને એવા યુગલો માટે કે જેમને સંતાન સુખની પ્રાપ્તિ થઇ નથી, આ વ્રત ખૂબ જ ફળદાયી અને શુભ માનવામાં આવે છે.
પુત્રદા એકાદશી પર કરો આ વિશેષ ઉપાય
વિષ્ણુ સહસ્રનામનો પાઠ
નવા વર્ષની શરૂઆત સાથે જ પુત્ર એકાદશીની ઉજવણી કરવામાં આવશે. આવી સ્થિતિમાં વર્ષ 2025ના અંતમાં સવારે સ્નાન કર્યા પછી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો.
પીળી વસ્તુઓનું દાન
ગુરુવારનો દિવસ હોવાથી ચણાની દાળ, હળદર, કેળા અથવા પીળા કપડા દાન કરો.
દીપદાન
એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો અવશ્ય પ્રગટાવો.
ડિસ્ક્લેમર- આ લેખ વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે અને આ માહિતી તમને પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તે સાચું અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us