/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/How-To-Remove-Peepal-Tree-from-house-Wall.jpg)
પીપળાનું વૃક્ષ ઘરની બહાર કે દિવાલ પરથી હટાવવાની વિધી રીત (પ્રતિકાત્મક તસવીર)
How To Remove Peepal Tree from Wall | ઘર દિવાલ પરથી પીપળાના ઝાડને કેવી રીતે દૂર કરશો : પીપળાના ઝાડનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર પીપળાના વૃક્ષમાં અનેક દેવી-દેવતાઓ તેમજ પૂર્વજોનો વાસ છે. તેથી પીપળાના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિને રાહુ-કેતુ, શનિ અને અન્ય દોષોથી મુક્તિ મળે છે.
પીપળાનું ઝાડ શુભ અને પવિત્ર પરંતુ ઘરની બહાર અશુભ
કહેવાય છે કે, પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, માતા લક્ષ્મી વગેરેનો વાસ હોય છે. તેથી તેને એક શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે. પીપળાના ઝાડને શુભ માનવામાં આવે છે પરંતુ ઘરની બહાર કે દિવાલમાં નીકળવું અશુભ છે. ક્યારેક ઘરની દિવાલો કે, છતમાં પીપળાનું ઝાડ ઉગે છે. તેને વારંવાર દૂર કર્યા પછી પણ તે બહાર આવે છે.
તો બીજી તરફ પીપળાના ઝાડને તોડવાથી અનેક પ્રકારની ખામીઓનો સામનો કરવો પડે છે. જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ નીકળ્યું હોય અને તમે તેને કોઈ પણ જાતની ખામી વગર દૂર કરવા માંગતા હોવ તો, તમે આ એક ઉપાય અપનાવી શકો છો.
વાસ્તુશાસ્ત્ર મુજબ પીપળાના વૃક્ષને ઘરેથી નીકળવાથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ પર ખરાબ અસર પડે છે. આ સાથે પૈસાની પણ તંગી પડે છે.
ઘરની દિવાલમાંથી પીપળાના ઝાડને કેવી રીતે દૂર કરવું?
જો તમારા ઘરમાં પીપળાનું ઝાડ નિકળ્યું હોય તો, તેને રવિવારે જ દૂર કરવું જોઈએ. જો તમે ઘરની દીવાલમાં પીપળાના ઝાડને દૂર કરવા માંગો છો તો, રવિવારે એક લીંબુ અને સાત મરચા લઈને તેને ઝાડની સામે રાખી દો. થોડા સમય પછી ઝાડને ઉખાડીને ત્યાં લીંબુ કાપી નાખો. આમ કરવાથી પીપળો તે જગ્યાએથી ક્યારેય બહાર નહીં આવે કે ન તો તમારે કોઈ પણ પ્રકારની ખામીનો સામનો કરવો પડશે.
રવિવારે જ પીપળાને શા માટે ઉખેડી નાખવો જોઈએ?
હિંદુ માન્યતાઓ અનુસાર, પીપળાના વૃક્ષની પૂજા રવિવારે કરવામાં આવતી નથી, કારણ કે આ દિવસે દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી ઘરમાં દરિદ્રતા રહે છે અને ધનની તંગી રહે છે. તેથી આ દિવસે પીપળાના ઝાડને ઉખાડી ફેંકવાથી કોઈ પણ પ્રકારનો દોષ થતો નથી.
આ પણ વાંચો - Holi 2024 Date : હોળી 2024 તારીખ: હોળી ક્યારે છે? જાણો હોલિકા દહન મુહૂર્ત, પૂજા વિધિ અને સામગ્રી
ડિસ્ક્લેમર - આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us