Shradh , Pitru Tarpan And Pinddan Vidhi Significance In Pitru Paksha : સનાતન ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાદ્ધ પક્ષની શરૂઆત ભાદરવા માસ વદ એકમ તિથિથી થાય છે. આ સમય દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે પિતૃ તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાન કરવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન બિહારમાં ગયાજીમાં જઈને અને પૂર્વજોને પિંડ દાન અર્પણ કરીને, તેઓને અન્ય પૂર્વજો સાથે ભેળવવામાં આવે છે. આમ કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ, સમૃદ્ધિ, ધન અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃદોષનું શ્રાદ્ધ અને પિંડ દાન કરવાથી કુંડળીના પિતૃદોષથી મુક્તિ મળે છે. જાણો પિતૃ પક્ષમાં કઇ તિથિએ કોનું પિતૃ તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે.
- પિતૃ પક્ષ 2023 તિથિ ક્યા
- ભાદરવા વદ એકમ તિથિ શરૂ થાય છે – 29 સપ્ટેમ્બર 2023 બપોરે 03:26 થી શરૂ
- ભાદરવા વદ એક તિથિ સમાપ્ત થાય છે – 30 સપ્ટેમ્બર 2023 બપોરે 12:21 વાગ્યા સુધી
પિતૃ પક્ષની વિધિનો સમય
- કુતુપ મુહૂર્ત – 29 સપ્ટેમ્બર બપોરે 11:47 થી 12:35 સુધી
- રોહીન મુહૂર્ત – 29મી સપ્ટેમ્બર બપોરે 12.45 થી 01.23 સુધી
- બપોરનો સમય – 29મી સપ્ટેમ્બરે બપોરે 01:23 થી 03:46 વાગ્યા સુધી
પિતૃ પક્ષમાં કયા દિવસે શ્રાદ્ધ કરવામાં આવશે?
- પૂનમનું શ્રાદ્ધ – 29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર
- એકમનું શ્રાદ્ધ- 29 સપ્ટેમ્બર 2023, શુક્રવાર
- બીજનું શ્રાદ્ધ – 30 સપ્ટેમ્બર 2023, શનિવાર
- ત્રીજનું શ્રાદ્ધ – 1 ઓક્ટોબર 2023, રવિવાર
- ચોથનું શ્રાદ્ધ (મહા ભરણી શ્રાદ્ધ) – 2 ઓક્ટોબર 2023, સોમવાર (ભાદરવા, ભરણી નક્ષત્ર)
- પાંચમનું શ્રાદ્ધ – 3 ઓક્ટોબર 2023, મંગળવાર
- છઠ્ઠનું શ્રાદ્ધ – 4 ઓક્ટોબર 2023, બુધવાર
- સાતમનું શ્રાદ્ધ – 5 ઓક્ટોબર 2023, ગુરુવાર
- આઠમનું શ્રાદ્ધ – 6 ઓક્ટોબર 2023, શુક્રવાર
- નોમનું શ્રાદ્ધ – 7 ઓક્ટોબર 2023, શનિવાર
- દશમનું શ્રાદ્ધ – 8 ઓક્ટોબર 2023, રવિવાર
- એકાદશીનું શ્રાદ્ધ – 9 ઓક્ટોબર 2023, સોમવાર
- માઘ શ્રાદ્ધ – 10 ઓક્ટોબર 2023, મંગળવાર (ભાદરવા, મઘ નક્ષત્ર)
- બારસનું શ્રાદ્ધ – 11 ઓક્ટોબર 2023, બુધવાર (
- તેરસનું શ્રાદ્ધ – 12 ઓક્ટોબર 2023, ગુરુવાર
- ચૌદશનું શ્રાદ્ધ – 13 ઓક્ટોબર 2023, શુક્રવાર
- અમાસનું શ્રાદ્ધ (સર્વપિત્રી અમાસ) – 14 ઓક્ટોબર 2023, શનિવાર (ભાદરવા વદ અમાસ)
પિતૃ પક્માં પિતૃઓની પૂજા કરવાની રીત?
પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને દરરોજ પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. પિતૃઓને જળ ચઢાવવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે. જે તિથિના રોજ પૂવર્જનું મૃત્યુ થયુ હોય તે તિથિના રોજ પિતૃનું શ્રાદ્ધ કરવામાં આવે છે. નિયમ મુજબ બપોરના સમયે દક્ષિણ તરફ મુખ કરીને એક વાસણમાં પાણીમાં થોડા કાળા તલ મિક્સ કરો. આ પછી હાથમાં કુશ લઈને ધીમે ધીમે પિતૃઓનું ધ્યાન કરો અને જળ ચઢાવો. આ પછી અન્ન અને વસ્ત્રોનું દાન કરો તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવો.
આ પણ વાંચો | Shradh Paksha : શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરો આ 5 વસ્તુઓનું દાન, લાગી શકે છે પિતૃ દોષ
પિતૃ તર્પણ વખતે આ મંત્રોનો જાપ કરો
અર્ચિતાનામુર્તનાનં પિતૃણામ્ દીપ્તતેજસામ્ ।નમસ્યામિ સદા તેષાં ધ્યાનીનાં દિવ્યચક્ષુષામ્ ।
(Disclaimer : આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.)