/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-2023-08-18T205418.645.jpg)
પિતૃ પક્ષનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે
Pitru tarpan in shradh Paksha 2023: પિતૃ પક્ષનું હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષમાં આ પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. કહેવાય છે કે પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે. હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ ભાદરવા માસની પુનમની તિથિથી અમાસ સુધી મનાય છે. આમ પિતૃ પક્ષ 16 દિવસનો હોય છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયો કરવામાં આવે છે. તેમા એક ઉપાય તુલસી સંબંધિત છે. જે કરવાથી પિતૃનો તર્પણ - શ્રાધ કરવાની સમાન ફળની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીયે તુલસીને ગંગાજળ કેવી રીતે અર્પણ કરવું?
પિતૃપક્ષ ક્યારે શરૂ થાય છે (Pitru Paksha 2023 start date)
હિંદુ કેલેન્ડર મુજબ પિતૃ પક્ષ ભાદરવા માસની પુનમ તિથિથી શરૂ થાય છે અને ભાદરવા માસની અમાસ સુધી હોય છે. આમ પિતૃ પક્ષ 16 દિવસનો હોય છે. કેલેન્ડર વર્ષ 2023માં પિતૃ પક્ષ 27 સપ્ટેમ્બરથી શરૂ થાય છે અને 14 ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થાય છે. તમે પિતૃ પક્ષ દરમિયાન ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો.
પિતૃ પક્ષમાં તુલસીમાં આવી રીતે ગંગાજળ ચઢાવો (Tulsi Plant Gangajal Tips)
શિવપુરાણ અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરના કોઈપણ સભ્ય, સ્ત્રી, પુરૂષ, પુત્ર, પુત્રવધૂ, બાળકો વગેરેએ તુલસીના કુંડાની નજીક એક વાસણ મૂકી દે. આ પછી હથેળીમાં ગંગા જળ લઈને 5 કે 7 વખત પિતૃઓના નામનો જાપ કે સ્મરણ કરીને બાબા વિશ્વનાથના નામે તેને વાસણમાં છોડી દો. ત્યારબાદ હાથ જોડીને ધ્યાન - સ્મરણ કરો. હવે તમે આ ગંગાજળને કોઈ છોડમાં નાંખો અથવા તેને ઘરમાં છાંટો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. આ ઉપાય કરવાથી પિતૃઓને તર્પણ અને પિંડદાનની જરૂર નથી રહેતી. તેનાથી તેઓ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ પણ વાંચો | ઘરમાં આ 5 વસ્તુઓ ક્યારેય રાખવી નહીં, ગરીબી તમારો પીછો નહીં છોડે, હંમેશા પરેશાન રહેશો
તુલસીને જળ અર્પણ કરતી વખતે કઇ બાબત ધ્યાનમાં રાખવી
પિતૃ પક્ષ દરમિયાન તમે રવિવાર અને એકાદશી સિવાયના અન્ય કોઇ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us