Pitru Paksha 2025: પિતૃપક્ષ પર આ 5 વસ્તુનું દાન કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે, પિતૃદોષ માંથી મુક્તિ મળશે

Pitru Paksha 2025 Daan : પિતૃપક્ષમાં શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન અને દાન કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે. તેમજ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

Written by Ajay Saroya
September 05, 2025 13:31 IST
Pitru Paksha 2025: પિતૃપક્ષ પર આ 5 વસ્તુનું દાન કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે, પિતૃદોષ માંથી મુક્તિ મળશે
Pitru Paksha 2025 : પિતૃપક્ષ ભાદરવી પુનમ થી શરૂ થાય છે અને અમાસે સમાપ્ત થાય છે. (Photo: Social Media)

Pitru Paksha 2025 Daan : હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષમાં પૂર્વજોની આત્માની શાંતિ અને મુક્તિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે. 16 દિવસના પિતૃપક્ષમાં ઘણા લોકો ગરીબોને દાન આપે છે, ભુખ્યાને ભોજન કરાવે છે. એક ધાર્મિક માન્યતા છે કે પિતૃપક્ષમાં કરેલા દાનથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમને જીવનમાં સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃદોષોથી મુક્તિ મેળવવા અને પરિવારમાં શાંતિ કાયમ રાખવા માટે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે આ સમય દરમિયાન કઈ વસ્તુઓનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

Pitru Paksha 2025 Date : પિતૃપક્ષ ક્યારે શરૂ થાય છે?

વૈદિક પંચાગ અનુસાર 16 દિવસનો પિતૃપક્ષ ભાદરવી પૂનમ તિથિથી શરૂ થાય છે. જે ભાદરવી અમાસ તિથિ પર સમાપ્ત થાય છે. આ વખતે પિતૃપક્ષ ભાદરવી પુનમ 7 સપ્ટેમ્બર, 2025 રવિવારે શરૂ થશે, જે ભાદરવી અમાસ 21 સપ્ટેમ્બર, 2025 રવિવારે સમાપ્ત થશે. પિતૃપક્ષ દરમિયાન મૃતક પૂર્વજો માટે તર્પણ, હવન અને બ્રાહ્મણોને ભોજન જેવા કાર્યો કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે.

વસ્ત્ર દાન

ગરુડ પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે જે રીતે હવામાનની અસર આપણને થાય છે, તેવી જ રીતે તેની અસર પૂર્વજો પર પણ પડે છે. આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન વસ્ત્રોનું દાન કરવું સૌથી શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં ખુશીઓ આવે છે.

છત્રીનું દાન

ધાર્મિક માન્યતા છે કે પૂર્વજોના નામે છત્રીનું દાન પિતૃપક્ષમાં કરવાથી ખૂબ લાભ થાય છે. કહેવાય છે કે આનાથી વ્યક્તિના જીવનની અનેક પરેશાનીઓ દૂર થાય છે અને પરિવારમાં સુખ, શાંતિ અને ખુશીઓ આવે છે. તેથી પિતૃપક્ષમાં છત્રીનું દાન કરવાથી શુભ ફળ મળે છે તેવું માનવામાં આવે છે.

કાળા તલનું દાન

પિતૃપક્ષમાં શ્રાદ્ધની દરેક વિધિમાં કાળા તલનો ઉપયોગ ફરજિયાત માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ વસ્તુનું દાન કરવામાં અસમર્થ હોય, તો ઓછામાં ઓછું કાળા તલનું દાન કરવું જ જોઇએ. તેનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે. એવું માનવામાં આવે છે કે કાળા તલનું દાન કરવાથી પૂર્વજો આપણી રક્ષા કરે છે.

ગોળ અને મીઠું આર્થિક તંગીમાંથી મુક્તિ અપાવશે

જો લાંબા સમયથી ઘરમાં વિખવાદ, તણાવ અને આર્થિક તંગી રહેતી હોય તો પિતૃપક્ષ દરમિયાન ગોળ અને મીઠાનું દાન અત્યંત લાભકારી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર પૂર્વજો માટે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે.

ચાંદીનું દાન અતિ શુભ

પિતૃપક્ષ દરમિયાન ચાંદીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે પૂર્વજો ચંદ્રના ઉપરના ભાગમાં રહે છે અને ચાંદીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. તેથી જ પૂર્વજોને ચાંદી પસંદ છે. આવી સ્થિતિમાં, ચાંદી, દૂધ અને ચોખાનું દાન કરવાથી પૂર્વજો ખુશ થાય છે અને પરિવારને સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે.

આ પણ વાંચો | પિતૃપક્ષના પ્રથમ દિવસે ચંદ્રગ્રહણ, પૂર્વજો માટે શ્રાદ્ધ તર્પણ કરવું કે નહીં? જાણો

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ