Pitru Paksha 2025 Date Tithi : હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષ 16 દિવસનો છે જેમાં પૂર્વજો માટે તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે. આથી પિતૃ પક્ષ દરમિયાન તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે, પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. સાથે જ પરિવાર પર પૂર્વજોના આશીર્વાદ રહે છે.
પિતૃપક્ષ ક્યા મહિનામાં હોય છે.
પિતૃપક્ષ 16 દિવસનો હોય છે. આમ હિંદુ વૈદિક પંચાંગ અનુસાર ભાદરવી પુનમ તિથિ થી 16 દિવસનો પિતૃપક્ષ શરૂ થાય છે, જે ભાદરવી અમાસ તિથિ પર પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે વર્ષ 2025માં પિતૃ પક્ષ ક્યારે શરૂ થઈ રહ્યો છે અને શ્રાદ્ધની તારીખો શું હશે.
2025 માં પિતૃપક્ષ ક્યારે શરૂ થઈ રહ્યો છે?
વૈદિક પંચાગ અનુસાર પિતૃપક્ષ ભાદરવી પુનમ તિથિથી શરૂ થાય છે અને ભાદરવી અમાસ પર સમાપ્ત થાય છે, જેને સર્વ પિતૃ અમસા કહેવામાં આવે છે. આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025, રવિવારે શરૂ થાય છે, જે 21 સપ્ટેમ્બર 2025 સુધી રહેશે.
Pitru Paksha 2025 Date : પિતૃપક્ષ 2025 તારીખ
- પૂનમનું શ્રાદ્ધ – 07 સપ્ટેમ્બર 2025, રવિવાર
- એકમનું શ્રદ્ધા – 08 સપ્ટેમ્બર 2025, સોમવાર
- બીજનું શ્રદ્ધા – 09 સપ્ટેમ્બર 2025, મંગળવાર
- ત્રીજનું શ્રદ્ધા – 10 સપ્ટેમ્બર 2025, બુધવાર
- ચોથનું શ્રાદ્ધ – 10 સપ્ટેમ્બર 2025, બુધવાર
- પાંચમનું શ્રાદ્ધ – 11 સપ્ટેમ્બર, 2025, ગુરુવાર
- મહા ભરણી – 11 સપ્ટેમ્બર 2025, ગુરુવાર
- છઠ્ઠનું શ્રદ્ધા – 12 સપ્ટેમ્બર, 2025, શુક્રવાર
- સાતમનું શ્રદ્ધા – 13 સપ્ટેમ્બર, 2025, શનિવાર
- આઠમનું શ્રદ્ધા- 14 સપ્ટેમ્બર 2025, રવિવાર
- નોમનું શ્રદ્ધા – 15 સપ્ટેમ્બર 2025, સોમવાર
- દશમનું શ્રદ્ધા – 16 સપ્ટેમ્બર 2025, મંગળવાર
- એકાદશીનું શ્રાદ્ધ – 17 સપ્ટેમ્બર 2025, બુધવાર
- બારસનું શ્રાદ્ધ – 18 સપ્ટેમ્બર, 2025, ગુરુવાર
- તેરસનું શ્રદ્ધા – 19 સપ્ટેમ્બર, 2025, શુક્રવાર
- મઘા શ્રદ્ધા 19 – સપ્ટેમ્બર 2025, શુક્રવાર
- ચૌદશનું શ્રદ્ધા – 20 સપ્ટેમ્બર 2025, શનિવાર
- સર્વપિતૃ અમાસ – 21 સપ્ટેમ્બર 2025, રવિવાર
પિતૃપક્ષમાં શ્રદ્ધા કયા આધારે કરવામાં આવે છે?
પિતૃ પક્ષમાં મૃતકની તિથિના આધારે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. માન્યતા છે કે જે દિવસે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, તે દિવસે તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે. પરંતુ જો તમને વ્યક્તિના મૃત્યુની તિથિ ખબર ન હોય તો આવી સ્થિતિમાં તમે પિતૃ પક્ષની છેલ્લા દિવસે એટલે કે સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધ કરી શકો છો. આ તારીખ તે તમામ પૂર્વજો માટે છે, જેમના મૃત્યુની તિથિ ખરબર નથી.
શ્રદ્ધા વિધિ માટે સામગ્રી
શ્રાદ્ધ વિધિ માટે તમારે કેટલીક ખાસ સામગ્રીની જરૂર પડશે, જેમ કે નાના છડી, સિંદૂર, સોપારી, રક્ષા સૂત્ર, ચોખા, જનોઇ, કપૂર, હળદર, દેશી ઘી, મધ, કાળા તલ, તુલસીના પાન, જવ, હવન સામગ્રી, ગોળ, માટીનો દીવો, રૂ, અગરબત્તી, દહીં, ગંગાજળ, સફેદ ફૂલ, ખીર, સ્વાન્ક ચોખા, મગ, શેરડી અને ખજૂર વગેરે.
શ્રાદ્ધ કેવી રીતે કરવું?
શ્રદ્ધા કર્મ કરતી વખતે એક સારા બ્રાહ્મણને બોલાવો. બ્રાહ્મણોની મદદથી તર્પણ અને પિંડ દાન વિધિ કરવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણોને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું અને દક્ષિણા આપવી જરૂરી માનવામાં આવે છે. તેમજ આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન કરાવો, તેનાથી ઘણો લાભ મળે છે. શ્રાદ્ધ વિધિમાં ગાય, કૂતરા અને કાગડા માટે અલગથી ભોજન કાઢવું ફરજિયાત છે. આ પછી, પૂર્વજોને યાદ કરો અને શ્રાદ્ધ સ્વીકારે તેવી પ્રાર્થના કરો.
શ્રાદ્ધ કરવા માટે યોગ્ય સમય?
ધાર્મિક માન્યતાઓ મુજબ શ્રદ્ધા વિધિ માટે સૌથી શુભ સમય બપોરના સમયે હોય છે. આ સમયે બ્રાહ્મણોની મદદથી મંત્રોચ્ચાર કરીને પૂજા વિધિપૂર્વક પૂર્ણ કરવી જોઈએ. પૂજા કર્યા પછી પાણીથી તર્પણ કરો. પિતૃઓના શ્રાદ્ધ માટે બનાવેલા ભોજન માંથી થોડું કાઢીને પહેલા ગાય, કૂતરા અને કાગડાને ખવડાવો.
પિતૃપક્ષમાં આટલી બાબત ધ્યાનમાં રાખવી
પિતૃપક્ષ દરમિયાન શાકાહારી ભોજન કરવું જોઈએ. આ સમય દરમિયાન વાળ ન કાપવા. પૈતૃક પક્ષમાં લસણ, ડુંગળી વગેરે જેવા તામસિક ભોજનનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય આ સમયગાળા દરમિયાન કોઈ નવા પ્રોજેક્ટ, નવું ઘર અથવા નવી કાર ખરીદવા જેવા કોઈ શુભ કાર્ય કરશો નહીં. કારણ કે આમ કરવું શુભ માનવામાં આવતું નથી.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.