Pitru Paksha 2025, Narayani Shila Temple in Haridwar : પિતૃપક્ષ હિંદુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે 16 દિવસના પિતૃપક્ષમાં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. ખાસ સ્થળો પર જ પિંડદાન અને તર્પણ કરવાની માન્યતા છે. સમગ્ર ભારતમાં 40 થી વધુ સ્થળો છે જ્યાં પિંડદાન અને તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે, જેમા એક છે નારાયણ શિલા. એવી માન્યતા છે કે, ગંગા કિનારે સ્થિત આ નારાયણ શિલાના દર્શન માત્રથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઇ જાય છે. ઉપરાંત અહીં પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે.
ભગવાન વિષ્ણુનું હૃદય એટલે નારાયણી શિલા મંદિર
પુરાણોમાં ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુના શ્રીવિગ્રહના ત્રણ મહત્વપૂર્ણ અંગ 3 અલગ અલગ તીર્થોમાં આવેલા છે. શ્રી હરિના ચરણ બિહારના ગામાં વિષ્ણુપાદ મંદિરમાં છે, તો મસ્તક ઉત્તરાખંડના બદરીનાથ ધામના બ્રહ્મકપાલમાં બિરાજમાન છે. તો કંઠ થી નાભિ સુધીનું અંગ હરિદ્વારના નારાયણી શીલમાં આવેલું છે. આથી આ સ્થાનને ભગવાન વિષ્ણનું હૃદય માનવામાં આવે છે. માન્યતા મુજબ અહીં ભક્તની દરેક પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચી જાય છે.
નારાયણી શિલાના મુખ્ય પુજારી મનોજ ત્રિપાઠીએ કહ્યું કે, વાયુ પુરાણમાં ગયાસુરની કથા આવે છે. ગયાસુરે નારદ જીને પોતાના પાપો માંથી મુક્તિના ઉપાય વિશે પુછ્યું હતું. નારદ મુનીએ જણાવ્યું કે, કઠોર તપસ્યા કરો અથવા પૃણ્ય કરો અથવા ફરી ભગવાન સાથે યુદ્ધ કરી તેમના હાથે મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. અસુર બુદ્ધિથી પ્રેરિત થઇ ગયાસુરે ભગવાન બદરીનાથના દર્શન ન થતા તેમની કમળ સ્વરૂપ મૂર્તિનું હરણ કરી દીધું.
ભગવાને બદરીનાથ પાસે જ કેસ લોચન તીર્થમાં તેને રોક્યો અને ગદા યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં પ્રહારથી ભગવાનના શ્રીવિગ્રહના ત્રણ ટુકડા થઇ ગયા. મસ્તકનો ભાગ બ્રહ્મકપાલ, ચરણ ગયાજી અને કઠં થી નાભી સુધીનું અંગ હરિદ્વારના નારાયણી શિલામાં પડ્યું. ભગવાને ગયાસુરને મોક્ષનું વરદાન આપતા કહ્યું કે, આ ત્રણેય સ્થળો પિતૃ કર્મ માટે અતિ પવિત્ર છે.
આ પણ વાંચો | પિતૃ દોષ માંથી મુક્તિ માટે પિતૃપક્ષ પર આ ઉપાય કરો, પૂર્વજો ખુશ થઇ આશીર્વાદ આપશે
અન્ય એક માન્યતા એવી પણ છે કે, જ્યારે ભગવાન વિષ્ણુ એ નરસિંહ અવતાર લઇ દાવન હિરણ્યકશ્યપનો વધ કર્યો ત્યારે તેનો ગુસ્સો શાંત કરવા માટે ભગવાન બ્રહ્માને પ્રાર્થના કરી. તે સમયે આ નારાયણી શિલા પ્રગટ થઇ. ત્યારથી આ શિલા હરિદ્વારમાં ગંગા કિનારે દેવપૂજનનું મુખ્ય કેન્દ્ર બની છે. અહીં પિંડદાન અન શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ અને મોક્ષ મળે છે. આથી નારાયણ શિલાને પિતૃમોક્ષ શિલા પણ કહેવાય છે.