Pitru Paksha 2025 : વાસ્તુ શાસ્ત્ર મુજબ પિતૃના ફોટા કઇ દિશામાં લગાવવા શુભ હોય છે? જાણો સાચી દિશા અને સ્થળ

Where To Keep Pitru Photo In House As Per Vastu Shastra Tips : હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું બહુ મહત્વ છે. ઘણા લોકો ઘરમાં પિતૃઓ એટલે કે પૂર્વજોના ફોટા લગાવે છે. જો કે વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વજોના ફોટા લગાવતી વખતે દિશા અને સ્થાનનું ધ્યાન રાખવું જરૂરી છે.

Written by Ajay Saroya
September 08, 2025 15:07 IST
Pitru Paksha 2025 : વાસ્તુ શાસ્ત્ર મુજબ પિતૃના ફોટા કઇ દિશામાં લગાવવા શુભ હોય છે? જાણો સાચી દિશા અને સ્થળ
Where To Keep Pitru Photo In House As Per Vastu : વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરના મંદિર કે રસોડામાં પિતૃઓના ફોટા લગાવવા અશુભ હોય છે. (Photo: Social Media)

Where To Keep Pitru Photo In House AS Per Vastu Shastra Tips : પિતૃપક્ષ હિન્દુ ધર્મમાં બહુ ખાસ માનવામાં આવે છે. પિતૃપક્ષમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે. ઘણા લોકોના ઘરમાં તમે હાર ચઢાવેલા મૃત વ્યક્તિઓના ફોટા જોયા હશે. પૂર્વજોના ફોટા પર હાર ચઢાવી દીપક પ્રગટાવી પૂજા પણ કરે છે. જો કે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પૂર્વજો એટલે કે પિતૃઓની ફોટો લગાવવાના ચોક્કસ નિયમ છે.

જો વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પિતૃઓના ફોટા ન હોય તો વ્યક્તિએ દુઃખ સહન કરવું પડે છે. ચાલો જાણી ઘરમાં પૂર્વજોનો ફોટો લગાવવાની સાચી કઇ છે અને કઇ કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

પૂર્વજોનો ફોટો ક્યાં ન લગાવવો જોઇએ?

વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વજોનો ફોટો ક્યારેય ઘરના કોઇ જીવિત વ્યક્તિ સાથે ન લગાવવો જોઇએ. પૂર્વજોનો ફોટો બેડરૂમ, ઘરના મંદિર કે કિચનમાં લગાવવો નહીં. આવા સ્થળે પૂર્વજોનો ફોટો લગાવવાથી ઘરમાં અશાંતિ રહે છે. આમ કરવાથી પિતૃઓ નારાજ થાય છે. શાસ્ત્ર મુજબ જ્યાં પૂર્વજોનો ફોટો હોય ત્યાં દરરોજ સવાર અને સાંજ દીવો કરવો જોઇએ.

પિતૃનો ફોટો કઇ દિશામાં લગાવવો શુભ હોય છે?

ઘરમાં પૂર્વજોનો ફોટો લગાવતી વખતે દિશાનું બહુ ધ્યાન રાખવું જોઇએ. વાસ્તુ શાસ્ર મુજબ પૂર્વજોનો ફોટો સાચી દિશામાં લગાવવી જોઇએ. ઘર હોય કે ઓફિસ પિતૃઓનો ફોટો હંમેશા દક્ષિણ દિશામાં લગાવવો જોઇએ, કારણ કે, આ દિશા યમ દેવ અને પૂર્વજોની માનવામાં આવે છે.

આ પણ વાંચો | પિતૃપક્ષ પર આ 5 વસ્તુનું દાન કરવાથી ઘરની દરિદ્રતા દૂર થશે, પિતૃદોષ માંથી મુક્તિ મળશે

મંદિરમાં પૂર્વજોનો ફોટો મૂકવો અશુભ

વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ પૂર્વજોનો ફોટો ઘરના મંદિરમાં લગાવવો જોઇએ નહીં. કહેવાય છે કે, ઘરના મંદિરમાં પૂર્વજોની ફોટો લગાવવી અશુભ હોય છે. આમ કરવાથી ઘરમાં રહેનાર લોકો પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ