Sarva Pitru Amavasya 2025 Shradh Vidhi : હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોની આત્માઓ પૃથ્વી પર આવે છે અને તેમના વંશજો પાસેથી તર્પણ અને શ્રાદ્ધની રાહ જુએ છે. પિતૃપક્ષનો છેલ્લો દિવસ ભાદરવી અમાસ તિથિ પર હોય છે, જેને સર્વ પિતૃ અમાસ કહેવામાં આવે છે. આ દિવસ એવા તમામ પૂર્વજોને સમર્પિત છે જેમના મૃત્યુની તારીખ ખરબ નથી અથવા જેમનું શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા છે.
સર્વ પિતૃ અમાસ પર શ્રદ્ધા, તર્પણ અને પિંડદાન દ્વારા દિવંગત આત્માઓને આદરપૂર્વક વિદાય આપવામાં આવે છે. હિંદુ માન્યતામાં એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાથી તેઓ સંતુષ્ટ થાય છે અને આપણનેઆશીર્વાદ આપે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ સર્વ પિતૃ અમાસ પર શ્રાદ્ધ, તર્પણ કરવાના નિયમો અને આ દિવસનું મહત્વ.
દિવસની શરૂઆત સ્નાન અને સફાઇ સાથે કરો
સર્વ પિતૃ અમાસે વહેલી સવારે જાગી સ્નાન કરીને પવિત્ર થઇ જોઈએ. શાસ્ત્રો અનુસાર, ગંગા અથવા પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શ્રેષ્ઠ છે. જો આવું શક્ય ન હોય તો ગંગાજળને નહાવાના પાણીમાં મિક્સ કરીને ઘરે પણ સ્નાન કરી શકાય છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને મન શાંત રાખીને પૂર્વજોને યાદ કરો.
સ્નાન કર્યા પછી પૂર્વજો માટે તર્પાણ કરો
આ દિવસે પૂર્વજોને જળ અર્પણ કરવું સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તર્પણ માટે જવ, તલ અને કુશ સાથે પાણી મિક્સ કરીને દક્ષિણ તરફ મોઢું કરીને જળ અર્પણ કરવું જોઈએ. તર્પણ કરતી વખતે ‘ઓમ પિતૃભ્ય: સ્વધા’ મંત્રનો જાપ કરો. આ કાર્ય સાચા હૃદય અને શ્રદ્ધાથી કરવું જોઈએ, કારણ કે તે પૂર્વજોને તૃપ્તી આપે છે.
પૂર્વજો માટે પિંડદાન કેવી રીતે કરવું?
સર્વ પિતૃ અમાસ પર પિંડદાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પિંડદાન કરવા માટે ચોખા, તલ, જવ અને ઘી મિક્સ કરીને નાના પિંડા બનાવવામાં આવે છે અને પૂર્વજોના નામે અર્પિત કરવામાં આવે છે. તે પછી, તેમને સ્વચ્છ પાંદડા અથવા થાળીમાં રાખો અને પૂર્વજોનું ધ્યાન કરીને તેમને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે પૂર્વજોના આત્માઓ પિંડદાનથી સંતુષ્ટ થાય છે અને વંશજોને આશીર્વાદ આપે છે.
પંચબલીની પરંપરા
આ દિવસે માત્ર પૂર્વજોને જ નહીં પરંતુ અન્ય જીવોને પણ ભોજન આપવાની પરંપરા છે. ખોરાકનો દરેક ભાગ ગાય, કૂતરા, કીડીઓ, કાગડા અને દેવતાઓ માટે અલગથી કાઢવો જોઈએ.
બ્રાહ્મણ ભોજન અને દાન
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી ખુબ પુણ્ય મળે છે. ભોજન કરાવતા પહેલા, પૂર્વજો માટે ભોજન કાઢી લો અને પછી બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવો. ભોજન પછી વસ્ત્ર, ખોરાક અથવા જે પણ શક્ય હોય તે દાન કરો. આ પૂર્વજોના આત્માને ખુશ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે.
દીપદાન અને વિદાય
સર્વ પિતૃ અમાસની સાંજે પીપળાના ઝાડ નીચે અથવા ઘરના ઉંબરે ચાર દિવેટવાળો દીવા પ્રગટાવવાની પરંપરા છે. દીવો પ્રગટાવતી વખતે ‘ૐ સર્વ પિતૃ દેવતાભયો નમ:’ મંત્રનો જાપ કરો અને પૂર્વજોના આશીર્વાદ લો. દીવો પ્રગટાવ્યા પછી, તેમને આદરપૂર્વક વિદાય આપો અને પ્રાર્થના કરો કે તેઓ હંમેશા પરિવાર પર આશીર્વાદ રાખે.
દાન કરવાનું મહત્વ
આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. બ્રાહ્મણો અથવા જરૂરિયાતમંદોને કપડાં, અનાજ, ફળો, વાસણો અથવા મીઠાઈઓ દાન કરવી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પૂર્વજોની આત્મા સંતૃષ્ઠ થાય છે સાથે સાથે પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે.
આ પણ વાંચો | સર્વ પિતૃ અમાસ પર સર્વાર્થ સિદ્ધિ યોગ, જાણો તિથિ, તર્પણ કરવાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
Disclaimer – આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંયધરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અથવા શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરીને તમને પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત માહિતી પહોંચાડવાનો છે. અમે તેની સચોટતા અને પુરાવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.