Mars Transit in Virgo 2023 : વૈદિક જ્યોતિષ અનુસાર મંગળ ગ્રહે કન્યા રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જેનાથી શનિ અને ગુરુની સાથે ષડાષ્ટક યોગ બની ગયો છે. સાથે જ આ યોગ 18 ઓક્ટોબર સુધી બની રહ્યો છે. કારણ કે મંગળથી શનિ છઠ્ઠા ઘરમાં કુંભ રાશિમાં હશે. જ્યારે મંગળની રાશિ મેષમાં ચાલી રહેલા ગુરુ મંગળના આઠમાં ઘરમાં હશે. આવી સ્થિતિમાં આ વિશેષ યોગના પ્રભાવ બધી રાશિઓ પર જોવા મળી રહ્યો છે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમના જાતકોને આ સમયે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આ સમયે દરેક લોકો જમીન સંપત્તી ખરીદી શકે છે. ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ કઈ છે.
કર્ક રાશિ (cancer zodiac)
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિના ત્રીજા ભાવમાં વિચરણ કરવા જઈ રહ્યો છે. સાથે જ તેઓ પાંચમ અને કર્મ ભાવના સ્વામી છે. એટલા માટે તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સાથે જ તમારા સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકશે. જે લોકો બેરોજગાર છે તેમને કોઈ નવી નોકરી મળી શકે છે. તો આ સમયે તમે વાહન અને પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે જ આ સમયે તમે આત્મવિશ્વાસથી રેલા રહેશો. ઉર્જાવાન મહેસૂસ કરશો. સાથે વાતચીતમાં નિર્ભીક રહેશો.
કન્યા રાશિ (Kanya zodiac)
મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી લગ્નભાવમાં સંચરણ કરી રહ્યા છે. એટલા માટે આ સમયે તમારે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે જ જે લોકો મેડિકલ, ડોક્ટરી અથવા દવાઓનું કામ કરે છે. તેમના માટે આ સમય શાનદાર સાબિત થઇ શકે છે. સાથે જ તમારી રાશિથી મંગળ, તમારા ચોથા, સાતમા અને આઠમાં ભાવ પર દ્રષ્ટી નાંખી રહ્યો છે. એટલા માટે આ સમય તમારી પ્રોપર્ટીની લે-વેચ કરીને નફો કમાઇ શકો છો. રિસર્ચ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારો લાભ થઇ શકે છે. આ સમયે તમારે પાર્ટનરશિપના કામમાં લાભ થઈ શકે છે. આ સમયે તમારા જીવનસાથી સાથે સારું બોન્ડિંગ દેખાશે. જીવનસાથીનો તમને સંપૂર્ણ સાથ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ (Scorpio zodiac)
આ રાશિના જાતકો માટે મંગળ ગ્રહ રાશિ પરિવર્તન શુભ ફળદાયી સિદ્ધ થઇ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિના આવક ભાવમાં સંચરણ કરી રહ્યા છે. સાથે જ તમારી રાશિથી લગ્ન અને છઠ્ઠા ભાવના સ્વામી છે. એટલા માટે આ સમય તમારી ઇનકમમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ આ સમયમાં તમારી ઇચ્છા પૂર્તિ થશે. કેટલાક નવા લોકોથી તમારો સંપર્ક પણ સ્થાપિત થઇ શકે છે. જેનાથી તમારે ભવિષ્યમાં લાભ થઈ શકે છે. આ સમયે તમારે સંતાન સાથે જોડાયેલા શુભ સમાચાર મળી શકે છે.





