અડવાણી જેવા હાલ થશે, જેલમાં મોકલાશે, બિહારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઇને રાજકીય બબાલ

Bageshwar Dham Dhirendra shastri : રાજ્યના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને ધીરેન્દ્ર શાસ્ત્રીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમનો પણ એવો જ હાલ થશે જેવો હાલ લાલકૃષ્ણ અડવાણીનો થયો હતો.

Bageshwar Dham Dhirendra shastri : રાજ્યના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને ધીરેન્દ્ર શાસ્ત્રીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમનો પણ એવો જ હાલ થશે જેવો હાલ લાલકૃષ્ણ અડવાણીનો થયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Bageshwar Dham Dhirendra Krishna Shastri Gujarat

બાગેશ્વરધામ સરકાર ધિરેન્દ્ર શાસ્ત્રી ફાઇલ તસવીર (photo- facebook)

મધ્ય પ્રદેશના બાબા બાગેશ્વર ધામના પ્રમુખ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો બિહારમાં દરબાલ લાગશે. તેમના આવ્યા પહેલા જ રાજકીય બબાચ મચી ગઈ છે. બિહારના કેબિનેટમાં મંત્રી તેજપ્રતાપ અને આરજેડીના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહ બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરને ધીરેન્દ્ર શાસ્ત્રીને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તેમનો પણ એવો જ હાલ થશે જેવો હાલ લાલકૃષ્ણ અડવાણીનો થયો હતો. તેમણએ કહ્યું કે તેઓ પોતાની હરકતોથી બાજ નહીં આવે તો રામ યાત્રા કાઢનાર લાલકૃષ્ણ અડવાણીનો જે હાલ બિહારમાં થયો હતો એવો જ હાલ તેમનો થશે.

Advertisment

ધીરેન્દ્ર શાસ્ત્રીનો 13 મેના રોજ પટનાના નૌબતપુર સ્થિત તરેત પાલી મઠ પ્રાંગણમાં કાર્યક્રમ છે. આ કાર્યક્રમ પૂર્વ બબાલ શરુ થયો હતો. કેટલાક લોકો તેમના યાત્રાના વિરુદ્ધમાં છે તો કોઈ તેમના સમર્થનમાં છે. આ વચ્ચે ચંદ્રશેખરનું નિવેદન ખુબ જ ચર્ચાઓમાં છે.

તેમણે કહ્યું કે જો બિહારમાં નફરત ફેલાવવામાં આવશે તો અડવાણી જેલમાં ગયા હતા એવી જ રીતે ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જેલમાં જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ત્યારે અડવાણીએ લાલૂ યાદવે જેલ મોકલ્યા હતા જ્યારે હવે બાબા બાગેશ્વરને તેજસ્વી જેલ મોકલશે.

આ પહેલા આરજેડીના બિહાર પ્રમુખ ગજદાનંદ સિંહે ધીરેન્દ્ર શાસ્ત્રી પર ગાળિયો કસતા કહ્યું હતું કે જે જે લોકો બાબા બની જાય છે. તેજપ્રતાપ યાદવના એક વીડિયો શેર કરતા બાબા સામે લડવા માટે 15 લોકોની ટીમ બનાવવાની વાત કરી હતી.

Advertisment

વિકાસશીલ ઇંસાન પાર્ટીના સુપ્રીમો મુકેશ સહની બાબા બાગેશ્વર ધામ સરકારની સામે પોતાની ઇચ્છા રાખી છે. તેમણે કહ્યું બાબા બાગેશ્વર ધામ સરકાર સામે પોતાની ઇચ્છા રાખી છે. તેમણે કહ્યું કે પોતાની દિવ્ય શક્તિથી બાહરના ભલુ કરજો. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીની યાત્રાનું સમર્થન કરતા કહ્યું હતું કે બિહાર તો બધાનું સ્વાગત કરે છે. જેને આવવું હોય એ આવે. બિહારની ધરતી પર બધાનું સ્વાગત છે. બધાને આગ્રહ છે કે બિહાર આવો. બિહાર ફરો, બિહાર જુઓ અને કેવી રીતે આગળ આવીએ એ વિચારો.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ એકવાર ફરીથી પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. ઇન્ડિયા ટીવીના રિપોર્ટ પ્રમાણએ તેમણે 29 એપ્રિલે મધ્ય પ્રદેશમાં ટીવી મીડિયાને કોડીનું ગણાવ્યું હતું. તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો હતો. જેમાં તેઓ મીડિયા ઉપર ભડક્યા હતા. વીડિયો 29 એપ્રિલનો મધ્ય પ્રદેશના સાગરમાં આયોજીત એક ધાર્મિક સભાનો હોવાનું માનવામાં આવે છે.

વાયરલ વીડિયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે સાંભળવામાં આવે છે કે તમે લોકો વિચારતા હશો કે ટીવીના સમાચારોમાં આવવા માટે વિવાદિત વાતો કરું છું પરંતુ એવું નહીં જ નથી. હું મારી અમૂલ્ય આધ્યાત્મિક્તા ખર્ચ કરું. તેમણે વધુમાં કહ્યું કે સનાતનની સચ્ચાઈ જાણવી અમારો અંતિમ ઉદ્દેશ્ય છે. મને સુલી પર પણ ચઢાવી દેશો તો પણ હું બોલવાનું બંધ નહીં કરું.

bageshwar dham sarkar bihar ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ ધર્મ ભક્તિ