ઓવર થિંકિંગથી કેવી રીતે બચવું? પ્રેમાનંદ જી મહારાજ પાસેથી જાણો આનાથી બચવાની આસાન રીત

Premanand Ji Maharaj Tips : ઓવર થિંકિંગ સામાન્ય રીતે ચિંતા, તણાવ અથવા કોઈ પણ મૂંઝવણને કારણે થાય છે. જ્યારે પણ આપણે એક જ વસ્તુને વારંવાર વિચારીએ છીએ, ત્યારે તેની નકારાત્મક અસર માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે

Written by Ashish Goyal
November 18, 2024 16:50 IST
ઓવર થિંકિંગથી કેવી રીતે બચવું? પ્રેમાનંદ જી મહારાજ પાસેથી જાણો આનાથી બચવાની આસાન રીત
Premanand Maharaj Pravachan: પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના પ્રખ્યાત આધ્યાત્મક ગુરુ છે. (Photo:skproductionmovie)

How to Control Overthinking: આજના ભાગદોડ ભર્યા જીવન અને તણાવપૂર્ણ જીવનમાં ઓવર થિંકિંગ એટલે વધારે વિચારવાની સમસ્યા વધી રહી છે. ઓવર થિંકિંગ સામાન્ય રીતે ચિંતા, તણાવ અથવા કોઈ પણ મૂંઝવણને કારણે થાય છે. જ્યારે પણ આપણે એક જ વસ્તુને વારંવાર વિચારીએ છીએ, ત્યારે તેની નકારાત્મક અસર માનસિક જ નહીં પરંતુ શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. જો તમે પણ તેમાંથી છો અને તમારી વધુ વિચારવાની આદતથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો પ્રેમાનંદ મહારાજ આમાં તમારી મદદ કરી શકે છે.

હાલમાં જ તેમણે પોતાના ભક્ત દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઓવર થિંકિંગને ઓછું કરવાની અદભૂત રીત જણાવી છે, જેને તમે અપનાવો તો તમે આ આદતથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ પ્રેમાનંદ મહારાજની ટિપ્સ.

ઓવર થિંકિંગથી કેવી રીતે બચવું?

  • પ્રેમાનંદ મહારાજ પોતાના ભક્તને સમજાવતા કહે છે કે જો તમે વધારે વિચારવાની સમસ્યાથી ખૂબ પરેશાન છો તો ધ્યાન અને મંત્રોનો જાપ તમારા માટે શ્રેષ્ઠ માર્ગ બની શકે છે. તે મનને એકાગ્ર કરવામાં અને બિનજરૂરી વિચારને દૂર કરવામાં મદદ કરે છે.

  • પ્રેમાનંદ મહારાજના મતે જ્યારે પણ ઓવર થિંકિંગ થાય ત્યારે રાધાના નામનો જાપ કરો. પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર આમ કરવાથી તમે ખુશ થવા લાગશો.

આ પણ વાંચો – 19 નવેમ્બરથી ચમકી શકે છે આ રાશિઓનું ભાગ્ય, સૂર્ય દેવ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ

  • પ્રેમાનંદ મહારાજ વધુમાં કહે છે કે જ્યારે પણ ઓવર થિંકિંગ ત્યારે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો. પરિવાર સાથે સમય પસાર કરવાથી સંબંધો મજબૂત થવાની સાથે માનસિક શાંતિ પણ મળે છે. આનાથી વ્યક્તિને એકલતાનો અનુભવ થતો નથી અને વધુ પડતું વિચારવાનું ટાળે છે.

  • જ્યારે પણ કોઈ ચિંતા અથવા મૂંઝવણ હોય ત્યારે તેને તમારા મિત્રો અથવા પરિવાર સાથે શેર કરો. તમારા મનની વાત કહી દેવાથી માનસિક શાંતિ મળે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ