Premanand Ji Maharaj Tips: હિંદુ ધર્મમાં લગ્ન મહત્વપૂર્ણ પ્રસંગ છે. લગ્નમાં લોકોને આપવા આમંત્રણ માટે કંકોત્રી છાપવામાં આવે છે. આ કંકોત્રીમાં લગ્નની તારીખ, સ્થળ સહિત વર પશ્ર – કન્ય પક્ષની વિગત તેમજ ભગવાન – દેવી દેવતાના ચિત્ર પણ હોય છે. માત્ર લગ્ન જ નહીં પરંતુ વિવિધ ધાર્મિક પ્રસંગો પર પણ આમંત્રણ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે.
સમય જતાં કાર્ડ વગેરેની ડિઝાઈન બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં સમય જતા ઘરમાં લગ્ન કંકોત્રી સહિત ઘણા બધા ઈન્વિટેશન કાર્ડ ભેગા થઇ જાય છે. ઘણા લોકો લગ્ન કંકોત્રી કચરામાં ફેંકી દે છે અથવા ફાડી પાણીમાં ફેંકી દે છે. પરંતુ હકીકતમાં તમે આ રીતે કાર્ડને નષ્ટ કરીને ભૂલ નથી કરી રહ્યા. આવો જાણીએ પ્રેમાનંદ મહારાજ પાસેથી લગ્ન કંકોત્રી સહિત દેવી દેવતાના ફોટા વાળા કાર્ડ્સનો કેવી રીતે નિકાલ કરવો
એક વીડિયોમાં પ્રેમાનંદ મહારાજે લગ્નના જૂના કાર્ડનું શું કરવું તે વિશે જણાવ્યું છે. પ્રેમાનંદ મહારજ તેને નકામું ગણીને ફેંકી દેવું જોઈએ અથવા તેનો ઉપયોગ કોઈ બીજી રીતે કરવો જોઈએ. ખરેખર, હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા,ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે. તેથી કાર્ડમાં ગણેશજીની તસવીર ઉપરાંત કળશ, સ્વસ્તિક, શ્રીફળના ફોટા છપાયેલા હોય છે. આ સાથે ઘણા લોકો શ્રી રામ, માતા લક્ષ્મી, માતા સીતાની સાથે અન્ય દેવી-દેવતાઓની તસવીર કે નામ પણ લખાવે છે. જે પગ નીચે આવવા છે કે તેને ગમે ત્યાં ફેંકી દેવા કોઈ પાપથી ઓછું નથી.
આ પણ વાંચો | મૃત્યુ પછી શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન શા માટે મહત્વપૂર્ણ છે? સ્વામી પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ
જુની લગ્ન કંકોત્રીનું શું કરવું?
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, તમારા ઘરમાં લગ્નના કાર્ડ પડેલાં હોય તો તેને ગમે ત્યાં ફેંકવા નહીં, તમે તેને આગમાં બાળી શકો છો. કારણ કે અગ્નિને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તે સૌથી શુદ્ધ છે. આગમાં હવન વગેરે કરવામાં આવે છે. જેથી તમે આગમાં લગ્ન કંકોત્રી કે તેના જેવી અન્ સામગ્રી બાળી શકો છો. લગ્ન કંકોત્રી કે કોઇ કાર્ડ આગમાં બાળતી વખતે મનોમન બોલવું જોઈએ કે, હે અગ્નિ, હું તમને ભગવાન તરીકે આ વસ્તુ અર્પણ કરું છું. ત્યારબાદ, જે પણ રાખ રહે છે, તમે તેને ગંગા, યમુના વગેરે નદીઓમાં પ્રવાહિત કરી શકો છો. આમ કરવાથી કોઈ પણ પ્રકારનો દોષ નથી લાગતો.