Premanand Ji Maharaj: ગંગા જેવી પવિત્ર નદીમાં સિક્કો ફેંકવાથી પુણ્ય મળે છે? જાણો પ્રેમાનંદ મહારાજ શું કહે છે

Premanand Ji Maharaj Pravachan: તાજેતરમાં એક સત્સંગમાં એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે, ગંગા નદીમાં સિક્કો ફેંકવાથી પુણ્ય મળે છે કે નહીં. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે પ્રેમાનંદ જી મહારાજે આ પ્રશ્ન પર શું કહ્યું

Premanand Ji Maharaj Pravachan: તાજેતરમાં એક સત્સંગમાં એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે, ગંગા નદીમાં સિક્કો ફેંકવાથી પુણ્ય મળે છે કે નહીં. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે પ્રેમાનંદ જી મહારાજે આ પ્રશ્ન પર શું કહ્યું

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ઘરમાં કુતરા પાળવા જોઇએ કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજે શું આપ્યો જવાબ

Premanand Ji Maharaj Updesh: પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. (Photo: Social Media)

Premanand Ji Maharaj Updesh: હિંદુ ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. સદીઓથી લોકો ગંગા નદીમાં સિક્કા ફેંકીને પુણ્યની કામના કરતા આવ્યા છે. પરંતુ સમય વિતવાની સાથે એ પણ પ્રશ્ન ઉભો થયો કે શું ખરેખર ગંગા નદી કે કોઇ પવિત્ર નદીમાં સિક્કો ફેંકવાથી પુણ્ય મળે છે કે પછી તે માત્ર એક પરંપરા બની ગઈ છે? હાલમાં જ એક સત્સંગમાં એક ભક્તે પ્રેમાનંદ મહારાજને આ જ વિષય પર સવાલ પૂછ્યો હતો. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે પ્રેમાનંદ જી મહારાજે આ પ્રશ્ન પર શું કહ્યું …

Advertisment

ગંગા નદીમાં પૈસા ફેંકવાથી પુણ્ય મળે છે?

પ્રેમાનંદજી મહારાજે આ સવાલનો જવાબ ખૂબ જ સરળ અને સ્પષ્ટ શબ્દોમાં આપ્યો હતો. તેમણે કહ્યું કે ગંગા નદીમાં પૈસા કે સિક્કો ફેંકવાથી કોઈ પુણ્ય મળતું નથી. બલ્કે ગંગાની સ્વચ્છતા પર તેની ખરાબ અસર પડે છે. મહારાજે સમજાવ્યું કે જો ખરેખર પુણ્ય મળતું હોય તો નદીમાં સિક્કો ફેંકવાના બદલે જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. તેમણે સૂચન કર્યું હતું કે, 1-1 રૂપિયો ભેગો કરીને ગાયને ઘાસચારો કે ભુખ્યા લોકોને ભોજન કરાવવું જોઈએ. તેવી જ રીતે જરૂરિયાતમંદોને વસ્ત્ર કે અન્ય જરૂરિયાતની વસ્તુઓ આપવી જોઈએ. આમ કરવાથી તમને પૃણ્ય મળશે.

પ્રેમાનંદ મહારાજે અંધશ્રદ્ધાથી બચવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે આજકાલ લોકો વિચાર્યા વગર પરંપરાઓનું પાલન કરે છે, જ્યારે અસલી પુણ્ય સેવા, પ્રેમ અને સાચી ભાવનાથી આવે છે. તેમણે ભક્તોને ગંગા નદીને સ્વચ્છ રાખવા અને સમાજ સેવા દ્વારા સાચું પુણ્ય મેળવવાની વાત કરી છે. તેમનો સંદેશો સ્પષ્ટ હતો : ગંગા નદીને પ્રદૂષિત કરવાને બદલે તેના પવિત્ર જળનું રક્ષણ કરવું જોઈએ.

ગંગા સ્નાનનું મહત્વ

હિન્દુ ધર્મમાં ગંગા સ્નાનને ખૂબ ગુણકારી માનવામાં આવે છે. પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર ગંગામાં સ્નાન કરવાથી શરીર જ નહીં પરંતુ આત્મા પણ શુદ્ધ થાય છે. ગંગાનું પાણી મન, હૃદય અને આત્માને શુદ્ધ કરે છે, જે વ્યક્તિને ઊંડી માનસિક શાંતિ આપે છે. આ ઉપરાંત ગંગામાં સ્નાન કરવાથી શરીરની અનેક બીમારીઓ અને નકારાત્મક શક્તિઓથી પણ મુક્તિ મળે છે. આ સિવાય ગંગામાં સ્નાન કરવાથી પુણ્ય થાય છે. ગંગાનું પાણી શારીરિક સ્વચ્છતા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગંગા સ્નાન કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને વ્યક્તિને માનસિક રીતે સંતુલિત અને શાંતીનો અનુભવ થાય છે.

Advertisment

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

ધર્મ ભક્તિ