Premanand Maharaj Video On Pitru Paksha 2025 : પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે. તેઓ રાધા રાણીના પરમ ભક્ત છે. તમને જણાવી દઈએ કે સ્વામી પ્રેમાનંદ મહારાજ યૂથ આઇકોન બની ગયા છે. કારણ કે તેઓ ભક્તોના પ્રશ્નોના તર્કિક જવાબ આપે છે. તેઓ સત્સંગ અને એકાંત વાર્તાલાપ દ્વારા લોકોને સાચી દિશા બતાવે છે, તેમને માર્ગદર્શન આપે છે. પ્રેમાનંદ મહારાજના દેશ અને વિદેશમાં લાખો અનુયાયી છે. જેમા સામાન્ય વ્યક્તિથી લઇ ક્રિકેટર, બોલીવુડ સેલિબ્રિટી, નેતાઓ સામેલ છે.
શ્રાદ્ધ પક્ષમાં નવી ચીજવસ્તુ કેમ ન ખરીદવી જોઇએ?
પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા અને પોતાના પ્રશ્નનો જવાબ મેળવવા શ્રદ્ધાળુઓ વૃંદાવન જાય છે. પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તમને જણાવી દઈએ કે મહારાજજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે, આપણે પિતૃપક્ષમાં નવી વસ્તુઓ કેમ ન ખરીદવી જોઈએ. જેના જવાબમાં પ્રેમાનંદ મહારાજજી કહે છે કે, શ્રાદ્ધ પક્ષમાં નવી વસ્તુઓ ખરીદી અને તેનો ઉપયોગ કરવાથી આપણું ધ્યાન પૂર્વજો પરથી હટે છે અને તેના કારણે પૂર્વજોની આત્મા પીડાય છે.
વાયરલ વીડિયોાં પ્રેમાનંદ મહારાજજીએ વધુમાં જણાવ્યું હતું કે, પિતૃપક્ષ માં ખરીદેલી વસ્તુઓ પૂર્વજોને સમર્પિત થાય છે, તેથી તે વસ્તુઓમાં પ્રેતોનો એક અંશ હોય છે અને આ વસ્તુઓનો ઉપયોગ જીવતા લોકો માટે કરવો યોગ્ય નથી. આ કારણોસર લગ્ન, જ્વેલરી, કાર શો રૂમ, કન્સ્ટ્રક્શન બિઝનેસ વગેરે સાથે સંકળાયેલા લોકો ઘણીવાર ખાલી બેઠેલા જોવા મળે છે.
પિતૃ દોષ અને પિતૃ ઋણ માંથી મુક્તિ કેવી રીતે મેળવવી?
પ્રેમાનંદ મહારાજને એક ભક્તે પૂછ્યું કે, પિતૃ દોષ અને પિતૃ ઋણ માંથી મુક્ત થવાનો ઉપાય શું છે, જેના પર પ્રેમાનંદ મહારાજજીએ કહ્યું કે જ્યારે આપણે ભજન કરીએ છીએ અને નામ જાપ કરીએ છીએ ત્યારે પણ પૂર્વજો પ્રસન્ન થાય છે. સાથે જ તેમની સદ્દગતિ થાય છે, જેનાથી તેમની કૃપા જળવાઇ રહે છે.
આ પણ વાંચો | વાસ્તુ શાસ્ત્ર મુજબ પિતૃના ફોટા કઇ દિશામાં લગાવવા શુભ હોય છે? જાણો સાચી દિશા અને સ્થળ
પ્રેમાનંદ મહારાજજીએ કહ્યું હતું કે, જ્યારે તમે ધાર્મિક વિધિઓ કરો છો, જેમ કે ભાગવત કથા, ગોપાલ સહસ્રનામનો પાઠ અથવા ભજન કરાવો, આ બધુ કરાવવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. આ સાથે જ પિતૃદોષ અને પિતૃ ઋણ માંથી મુક્તિ મળે છે.