પ્રેમાનંદ મહારાજ કહે છે, આ કારણે વ્યક્તિનું અકાળ મૃત્યુ કેમ થાય છે, બચવા માટે કરો આ ઉપાય

Premanand Maharaj Satsang Video: વૃંદાવનના પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે, કઇ ભૂલ કરવાથી વ્યક્તિનું અકાળે મોત થઇ શકે છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઇએ.

Written by Ajay Saroya
June 10, 2025 16:45 IST
પ્રેમાનંદ મહારાજ કહે છે, આ કારણે વ્યક્તિનું અકાળ મૃત્યુ કેમ થાય છે, બચવા માટે કરો આ ઉપાય
Premanand Maharaj Video : વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ કહે છે. અકાળ મૃત્યુ થી બચવા માટે દરરોજ ભગવાનનું ચરણામૃત પીવું જોઇએ.

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: પ્રેમાનંદ મહારાજના આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ સત્સંગ દ્વારા લોકોને ભક્તો સુધી માર્ગદર્શન આપે છે અને સાચી દિશા બતાવે છે. તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં રહે છે અને તેઓ રાધા રાણીને પોતાની આરાધ્ય માને છે.

આ સાથે જ તમને જણાવી દઈએ કે તેમના ભક્તો દેશ-વિદેશથી વૃંદાવનમાં મહારાજ પ્રેમાનંદજીના દર્શન કરવા માટે આવે છે. પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે. ફિલ્મ દુનિયા, રમત-ગમત અને રાજકારણ સાથે જોડાયેલા અનેક લોકો પ્રેમાનંદ મહારાજજીને મળવા આવે છે. આ યાદીમાં આરએસએસના વડા મોહન ભાગવત, પહેલવાન ધ ગ્રેટ ખલી, ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેત્રી અનુષ્કા શર્મા અને રાજ્યના મંત્રી અને નાયબ મંત્રીઓનો પણ સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે મહારાજજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે વ્યક્તિના અકાળ મૃત્યુનું કારણ શું છે. જેનો મહારાજ જવાબ આપી રહ્યા છે કે, આમ તો આપણા જન્મ મૃત્યુનો સમય નક્કી છે, તે વ્યક્તિ યુવાનીમાં પણ મૃત્યુ પામી શકે છે અને વૃદ્ધાવસ્થામાં પણ, પરંતુ જો તમે મોટું પાપ કરો છો તો અકાળે મૃત્યુ આવી શકે છે. કારણ કે તે પાપ આયુષ્ય ઘટાડે છે. બીજી તરફ જો તમે નથી ઇચ્છતા કે તમારા જીવનમાં અકાળ મૃત્યુના યોગ બને તો તમારે રોજ ભગવાનનું ચરણામૃત પીવું જોઇએ.

આ સાથે જ મહારાજજીએ શ્લોક બોલતા વધુમાં જણાવ્યું હતું કે,

अकाल मृत्यु हरणं सर्व व्याधि विनाशनम्,विष्णो पादोदकं पीत्वा पुनर्जन्म न विद्यते।

અર્થાત – જે વ્યક્તિ રોજ ઠાકુરજી અને શાલિગ્રામજીનું ચરણામૃત પીવે છે, તેમના શરીરમાં કોઈ બીમારી પરેશાન નથી કરી શકતી.

આનો અર્થ એ થયો કે તેમને કોઈ રોગ થઇ શકે છે, પરંતુ આ રોગ તેમને પરેશાન કરી શકતો નથી. સાથે જ ચરણામૃત પીનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી, વ્યક્તિએ દરરોજ ચરણામૃત પીવું જોઈએ.

આ પણ વાંચો | જન્મો જનમના પાપ આ જન્મમાં નષ્ટ કરવા શું કરવું? જાણો પ્રેમાનંદ મહારાજે ભક્તોને શું કહ્યું

કોણ છે સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ?

તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ ઘણા વર્ષોથી વૃંદાવનમાં રહે છે અને તે પહેલા તેઓ ઘણા વર્ષો સુધી વારાણસીમાં રહ્યા હતા. તેમણે નાનપણથી સંસાર ત્યાગ કરીને ભાગવત માર્ગ અપનાવ્યો હતો. કાનપુર જિલ્લાના અખરી ગામમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. પ્રેમાનંદ મહારાજના ગુરુજીનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ