Premanand Maharaj Video: ભગવાન શિવ નશો કરે છે તો આપણે કેમ નહી? ભક્તના સવાલનો પ્રેમાનંદ મહારાજે આપ્યો સટીક જવાબ

Premanand Maharaj Viral Video: વૃંદાવનના પ્રેમાનંદ મહારાજને એક ભક્તે પૂછ્યું કે, ભગવાન શિવ નશો કરે છે તો આપણે કેમ ન કરી શકીએ. ભક્તા આવા સવાલનો પ્રેમાનંદ મહારાજે એવો જવાબ આપ્યો કે બધાને વિચારવાની ફરજ પડી છે.

Written by Ajay Saroya
July 31, 2025 14:56 IST
Premanand Maharaj Video: ભગવાન શિવ નશો કરે છે તો આપણે કેમ નહી? ભક્તના સવાલનો પ્રેમાનંદ મહારાજે આપ્યો સટીક જવાબ
Premanand Maharaj Viral Video: પ્રેમાનંદ મહારાજને એક ભક્તે સવાલ કર્યો કે - ભગવાન શિવ નશો કરે છે તો આપણે કેમ ન કરી શકીયે? (Photo: Jansatta)

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: પ્રેમાનંદ મહારાજના સત્સંગના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા દરરોજ વધતી જાય છે. પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના કેલિકુંજ આશ્રમમાં રહે છે. દેશના ખૂણે ખૂણેથી ભક્તો વૃંદાવનના કેલિકુંજમાં તેમના દર્શન કરવા અને સત્સંગ સાંભળવા માટે આવે છે. તેઓ ભગવાન કૃષ્ણ અને રાધારાણીના પરમ ભક્ત છે અને તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે.

તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજની એકાંત વાતચીતમાં ઘણી જાણીતી હસ્તીઓ પણ જોડાઈ છે. જેમાં ક્રિકેટર વિરાટ કોહલી, અભિનેત્રી અનુષ્કા શર્મા, અભિનેતા આશુતોષ રાણા, લોકપ્રિય ગાયક બી પ્રાક અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત જેવા નામ સામેલ છે. ભક્તો તેમની બધી મુશ્કેલીઓ લઈને તેમની પાસે આવે છે.

તાજેતરમાં જ એક સત્સંગ દરમિયાન એક ભક્તે પ્રેમાનંદ મહારાજને ભગવાન શિવ વિશે સવાલ કર્યો હતો. જેના પર પ્રેમાનંદ મહારાજે એવો જવાબ આપ્યો કે દરેક વ્યક્તિ વિચાર કરવા લાગ્યા છે. હકીકતમાં, એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે ‘જ્યારે ભગવાન શિવ નશો કરે છે, તો આપણે કેમ ન કરી શકીએ?’ જેના પર પ્રેમાનંદ મહારાજે આપ્યો આવો જવાબ, જેને સાંભળીને તમે દંગ રહી જશો. તો આવો જાણીએ તેમણે શું કહ્યું…

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj | Premanand maharaj photo | Premanand maharaj video | Premanand maharaj
Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનું પુરું નામ શ્રી હિત પ્રેમાનંદ ગોવિંગ શરણજી મહારાજ છે. (Photo: Social Media)

જ્યારે ભગવાન શિવ નશો કરે છે, તો ભક્ત કેમ નહીં?

પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે, જ્યારે ભગવાન શિવ પોતે નશો કરે છે, ભાંગ અને ધતૂરાનો સ્વીકાર કરે છે, તો પછી આપણે કેમ ન કરી શકીએ? તેણે કહ્યું, “ભગવાન શિવ માદક દ્રવ્યો તો પીવે છે પણ તે ઝેર પણ પીવે છે, શું તમે હલાહલ પી શકો છો? મહારાજએ વધુમાં જણાવ્યું હતું કે – ‘શિવ યોગી છે, વિનાશક છે, તેઓ સૃષ્ટિના સર્જક અને વિનાશકર્તા પણ છે.

પ્રેમાનંદ મહારાજ કહે છે – તેમના નશાનો અર્થ સંસાર થી વૈરાગ્ય છે. એ નશો શરીરને નીચું દેખાડે એવી વસ્તુ નથી, પણ આત્માને જાગૃત કરે છે. ભગવાન શિવનો નશો ભક્તિ, ધ્યાન અને સમાધિ છે. તેની જટા માંથી ગંગા નીકળે છે, તેના કંઠમાં વિષે છે અને તેના મનમાં સમગ્ર બ્રહ્માંડ. મહારાજનો આ જવાબે ત્યાં બેઠેલા દરેકને વિચારવાની ફરજ પાડી.

આ પણ વાંચો | રોડ પર પડેલા પૈસા ઉપાડવા કે નહીં? પ્રેમાનંદ મહારાજે આપ્યો આ જવાબ

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ