Premanand Maharaj Pravachan: માણસના ભાગ્યમાં લખેલું બદલી શકાય છે? સ્વામી પ્રેમાનંદ મહારાજે દૂર કરી મૂંઝવણ

Premanand Maharaj Video Viral: પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભાગ્યમાં લખેલું બદલી શકાય છે.

Written by Ajay Saroya
September 10, 2024 15:35 IST
Premanand Maharaj Pravachan: માણસના ભાગ્યમાં લખેલું બદલી શકાય છે? સ્વામી પ્રેમાનંદ મહારાજે દૂર કરી મૂંઝવણ
Premanand Maharaj Pravachan: પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના પ્રખ્યાત આધ્યાત્મક ગુરુ છે. (Photo:skproductionmovie)

Premanand Maharaj Video Viral: પ્રેમાનંદ મહારાજ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે. વળી, તેમના આ પ્રવચનનો વીડિયો પણ ઘણા પસંદ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ રાધા રાણીના પરમ ભક્ત છે અને વૃંદાવનમાં રહે છે. તેઓ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે. લોકોના પ્રશ્નોના જવાબ પણ આપે છે. સોશિયલ મીડિયા પર મહારાજના લાખો ફોલોઅર્સ છે અને ઘણી હસ્તીઓ તેમના સત્સંગમાં પહોંચી છે.

તમને જણાવી દઇયે કે, પ્રેમાનંદ મહારાજજીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે શું કિસ્મત છે અને શું ભાગ્યમાં લખેલું બદલી શકાય છે. આ પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જે નિયમ પાપ અને પુણ્યથી બનેલું વિધાન છે, તેને નિયતિ કહેવામાં આવે છે. પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સાંસારિક સુખ છે.

આ સાથે જ પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું કે, ભજન પ્રારબ્ધનો નાશ કરી ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. સાથે જ જન્મ અને મરણના ચક્રને પણ ભૂંસી નાખે છે. તેમણે કહ્યું કે ભાગ્ય કોઈ દેવતાનું નામ નથી, ભાગ્ય આપણું ભૂતકાળનું કર્મ છે. મહારાજજી કહે છે, ભજનમાં એક નવું બળ હોય છે. સાથે જ તે એક નવા ભાગ્યની રચના કરે છે.

હિત શ્રી પ્રેમાનંદ મહારાજજી કહે છે, જેવી રીતે શરીર છુટી જાય અને ભજન પૂરું થતું નથી એટલે આવતો જન્મ થાય અને આપણું ભજન 99 ટકા હોય તો ફરી 99 થી શરૂ થાય અને 100 ની ઉપર જાય. તેની શરૂઆત 98 થી નથી થતી, ભજનનો આ જ મહિમા છે.

આ પણ વાંચો | મોરપીંછ ઘરમાં રાખવું જોઈએ કે નહીં? સ્વામી પ્રેમાનંદ મહારાજે દૂર કરી શંકા

તો અન્ય એક ભક્તે મહારાજને પૂછ્યું – ભગવાનને ભોગ લગાડવાની સાચી રીત કઇ છે, જેના પર મહારાજજી કહે છે, ભગવાનને ક્યારેય ડુંગળીવાળા ભોજનનો ભોગ ધરવો જોઇએ નહીં. સાથે જ પ્રેમાનંદ મહારાજે કહ્યું કે જો તમે ભગવાનને કેરીનો ભોગ અર્પણ કરી રહ્યા છીએ તો પહેલા છાલ અને બોટલી કાઢી લો, પછ કેરી કાપી તેનો ભોગ લગાવવો. તેવી જ રીતે જે ફળમાં બીજ હોય તેના બીજ કાઢી ભગવાનને ભોગ લગાડવો જોઇએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ