Premanand Maharaj Wear Clothes With Mantra Or God Images Is Good Or Bad: મંત્ર અને ધાર્મિક પ્રતિકોનું આપણા જીવનમાં વિશેષ સ્થાન છે. ભારતીય સંસ્કૃતિમાં મંત્ર જાપ, પૂજા અને ધ્યાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે જ આજકાલ ફેશન અને ભક્તિના નામે ઘણા લોકો એવા કપડાં પહેરવા લાગ્યા છે જેના પર ગાયત્રી મંત્ર, શિવ મંત્ર, વાસુદેવ મંત્ર વગેરે જેવા ધાર્મિક મંત્રો અને ભગવાનના ફોટા છાપેલા હોય છે. કેટલાક લોકો તેને ભક્તિ અને શ્રદ્ધાની અભિવ્યક્તિ માને છે જ્યારે અમુક તેને આધ્યાત્મિક સ્ટાઇલ સ્ટેમેન્ટ તરીકે જૂએ છે. પણ શું પરંપરા અને શાસ્ત્ર મુજબ મંત્ર કે ભગવાનના ફોટા છાપેલા વસ્ત્રો પહેરવા યોગ્ય છે? ચાલો જાણીયે આ વિશે વૃંદાવનના પ્રેમાનંદ મહારાજ શું છે.
પ્રેમાનંદ મહારાજ શું કહે છે?
પ્રેમાનંદ મહારાજના નામથી પ્રસિદ્ધ વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજે તાજેતરમાં જ આ વિષય પર પોતાના પ્રતિભાવ આપ્યા છે. ઘણા ભક્તો પોતાના સવાલોના જવાબ મેળવવા વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લે છે. એક વખત કોઈ ભક્ત શિવ મંત્ર છાપેલા કપડા પહેરીને તેમના આશ્રમ પહોંચો ત્યારે પ્રેમાનંદ મહારાજે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મંત્ર છાપેલા હોય તેવા વસ્ત્રો પહેરવા યોગ્ય નથી.
મંત્ર કપડાં પર નહીં, હૃદયમાં અંકિત હોવા જોઇએ
પ્રેમાનંદ મહારાજે તે વ્યક્તિને કહ્યું કે, સૌથી પહેલા અમારી પ્રાર્થના છે કે તમે જે વસ્ત્ર પહેર્યા છે, તેવા કપડા પહેરવા નહીં, કારણ કે તેમા મંત્ર લખેલો છે. કળયુગમાં આ એક નવો ટ્રેન્ડ બની ગયો છે, જે યોગ્ય નથી. કળયુગના લોકોએ તેની શરૂઆત કરી છે. તેઓ વધુમાં કહે છે, આ વૈદિક મંત્રો છે, જે કપડા પર નહીં પણ હૃદયમાં હોવા જોઈએ. મંત્રોનો ઉપયોગ ફક્ત આંતરિક સાધના માટે કરવામાં આવે છે, દેખાડો કરવા માટે નહીં.
પ્રેમાનંદ મહારાજ કહે છે, “આ મંત્ર એક દિવ્ય સાધનાનો ભાગ છે, જે ગુરુ પાસેથી દીક્ષા લીધા પછી જ કરવો જોઈએ, તે પણ ઉપાંશુ (ધીમે ધીમે) અથવા માનસિક જાપના રૂપમાં.” તેનો બહાર ઉચ્ચારણ કરવામાં આવતો નથી. તેમણે જણાવ્યું કે, આજકાલ લોકો કીર્તનમાં વૈદિક મંત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, જે શાસ્ત્રોક્ત નથી એટલે કે ધાર્મિક સિદ્ધાંતો અનુસાર યોગ્ય નથી. પંચાક્ષરી, આદ્યાક્ષરી, શિવ મંત્ર, ગાયત્રી મંત્ર – આ બધું જ માનસિક જાપ માટે છે. તેનો સાર્વજનિક ઉચ્ચારણ કે કીર્તન અશુભ ફળ આપી શકે છે.
પ્રેમાનંદ મહારાજ જણાવે છે કે, “કળયુગનો પ્રભાવ વધી રહ્યો છે, તો લોકો જાહેરમાં આ બધાનું કીર્તન કરી રહ્યા છે, જે બુદ્ધિને ભ્રષ્ટ કરતું કાર્ય છે. તેઓ વિચારે છે કે તે સારું છે, પરંતુ ના, આ બધું અમંગલકારી છે, તે મંગળ ન હોઈ શકે.
આ પણ વાંચો | ડુંગળી ખાવી એ પાપ છે કે નહીં? પ્રેમાનંદ મહારાજનો જવાબ તમને ચોંકાવી દશે
પ્રેમાનંદ મહારાજ કહે છે, જ્યારે કોઇ વસ્ત્ર પર મંત્ર લખવામાં આવે છે, તો તે દરેક જગ્યાએ પહેરવામાં આવે છે – પછી તે શૌચાલય હોય, બજાર હોય કે અન્ય કોઈ જગ્યા હોય. આવું પવિત્ર મંત્રોનું અપમાન કરે છે. પ્રેમાનંદ મહારાજ કહે છે, “આવા કપડાં પહેરવાને બદલે યમુનાજીમાં વિસર્જન કરો અને ભવિષ્યમાં ન પહેરો.” કારણ કે મંત્રોનો આદર કરવો અને તેમની પવિત્રતા જાળવવી બહુ જરૂરી છે.