Premanand Maharaj Video કર્મ મોટું કે ભાગ્ય? નસીબને દોષ આપનાર પ્રેમાનંદ મહારાજનો આ વીડિયો જરૂર સાંભળે

Premanand Maharaj Video On Karam Bada Ya Bhagy : પ્રેમાનંદ મહારાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કર્મ ભાગ્યથી મોટું છે. આ સાથે જ તેઓ કહે છે કે, કર્મયોગથી ભાગ્ય બદલી શકાય છે.

Written by Ajay Saroya
August 06, 2025 16:17 IST
Premanand Maharaj Video કર્મ મોટું કે ભાગ્ય? નસીબને દોષ આપનાર પ્રેમાનંદ મહારાજનો આ વીડિયો જરૂર સાંભળે
Premanand Maharaj Updesh Video : પ્રેમાનંદ મહારાજના ઉપદેશના ઘણા વીડિયો વાયરલ થયા છે. (Photo: Freepik)

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj : પ્રેમાનંદ મહારાજ તેમના સરળ શબ્દોમાં આધ્યાત્મિક ઉપદેશ દ્વારા લોકોનું માર્ગદર્શન કરી રહ્યા છે. પ્રેમાનંદ મહારાજ સત્સંગ વાર્તાલાપ દ્વારા લોકોના સવાલ સાંભળે છે અને તાર્કિક જવાબ આપે છે. પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો કરોડો ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજના ઘણા વીડિય વાયરલ થયા છે, જેમા તેઓ લોકોને માર્ગદર્શન આપે છે અને સાચી દિશા બતાવે છે.

પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે કર્મ મોટું કે ભાગ્ય? આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે, આપણે અત્યારે જે કરી રહ્યા છીએ તે કર્મ છે અને જે કર્મો આપણે ભૂતકાળમાં કર્યા છે તે ભાગ્ય બનાવે છે. જે તમે પાછળથી ભોગવશો. આ સાથે જ મહારાજ કહે છે, ભાગ્ય ચમકાવવા માટે કર્મ કરવું પડે છે. સુખ-દુઃખ, પાપ અને પુણ્ય તો લખાઈ જ ગયા છે. તેને ભાગ્ય કહેવાય. તેમજ અત્યારે આપણે જે કર્મ કરી રહ્યા છીએ. સાથે જ મહારાજે કહ્યું કે કર્મયોગથી ભાગ્ય બદલી શકાય છે.

આ સાથે જ એક ભક્તે મહારાજજીને પૂછ્યું કે, લોકો ખૂબ પૂજા કર્યા પછી પણ કેમ દુઃખી રહે છે. તેના જવાબમાં પ્રેમાનંદ મહારાજ કહે છે કે, ઘણીવાર જે લોકો પૂજા કરે છે, તેમના જીવનમાં ઘણા બધા ભૌતિક સુખ સંપત્તિ આવશે, જેના કારણે તમારો માર્ગ અટકશે અથવા તો ઘણી મુશ્કેલીઓ આવશે, જેના કારણે તમે તમારી પૂજા પાઠ છુટી જશે.

સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ કોણ છે ?

સંત શ્રી હિત પ્રેમાનંદ મહારાજનું મૂળ નામ અનિરુદ્ધકુમાર પાંડે છે. પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. પ્રેમાનંદ મહારાજના ગુરુજીનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે. આ સાથે જ પ્રેમાનંદ જી મહારાજનું કહેવું છે કે જ્યારે તેઓ 5માં ધોરણમાં હતા ત્યારે તેમણે ગીતાનું પઠન કરવાનું શરૂ કર્યું અને તેઓ નાની ઉંમરમાં જ કાશીમાં રહેવા જતા રહ્યા હતા. આ પણ વાંચો – ઘરમાં કુતરા રાખવા કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજ શું કહે છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ