/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/premanand-maharaj-on-mrityu-bhoj.jpg)
Premanand Maharaj On Mrityu Bhoj : પ્રેમાનંદ મહારાજે બારમા તેરમાનું ખાવાથી પાપ લાગે છે કે નહીં તેના વિશે સમજણ આપી છે. (Photo: Social Media)
Premanand Maharaj Viral Video : પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના પ્રખ્યાત સંત છે. આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજ હંમેશા તેમના સરળ, સ્પષ્ટ ઉપદેશોને કારણે લોકોમાં એક ખાસ સ્થાન ધરાવે છે. સોશિયલ મીડિયામાં પ્રેમાનંદ મહારાજના ઘણા સત્સંગ વીડિયો વાયરલ થાય છે. સત્સંગમાં પ્રેમાનંદ મહારાજ ધાર્મિક ઉપદેશ આપે છે સાથે જ ભક્તોના સવાલના જવાબ પણ આપે છે. તાજેતરમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે મૃત્યુ ભોજન એટલે કે બારમાંના જમણ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ ખૂબ જ સંતુલિત અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી આપ્યો છે.
બારમા તેરમાનું ભોજન ખાવું કે નહીં?
ભારતમાં વ્યક્તિના મૃત્યુ બાદ બારમું કે તેરમાની વિધિ કરવામાં આવે છે. ઘણા સમાજમાં વ્યક્તિના મૃત્યુ બાદ બારમા કે તેરમાનું ભોજન જમાડવામાં આવે છે. તેને મૃત્યુ ભોજ પણ કહેવાય છે. સમાજમાં બારમા તેરમાના ભોજન અંગે ઘણી ગેરમાન્યતાઓ અને માન્યતાઓ પ્રચલિત છે. ઘણા લોકો માને છે કે મૃત્યુ ભોજ ખાવાથી પુણ્ય ઘટે છે, અથવા પાપ લાગે છે. આવી માન્યતાઓ ઘણીવાર અંધશ્રદ્ધામાં મૂળ ધરાવે છે અને લોકોના મનમાં ભય પેદા કરે છે.
બારમા તેરમાનું ખાવાથી પુણ્યનો નાશ થાય છે?
સત્સંગ દરમિયાન, એક વ્યક્તિએ પ્રેમાનંદ મહારાજને પૂછ્યું, "જો મૃત્યુ ભોજન ખાવાથી પુણ્ય અને શક્તિ બંનેનો નાશ થાય છે, તો શું મૃત્યુ ભોજન ખાવું પાપ છે?"
આ સવાલના જવાબમાં પ્રેમાનંદ મહારાજે કહે છે - "અપરાધ અને પાપ બંને અલગ અલગ બાબતો છે. મૃત્યુ ભોજ કરવું એ ગુનો નથી. હા, જો કોઈ પાપી વ્યક્તિના મૃત્યુ ભોજન સમારંભનું આયોજન હોય, તો ત્યાં ભોજન કરવાથી પાપ લાગી શકે છે."
તેમણે આગળ કહ્યું કે, પણ જો તમે કોઈ નામજાપ કરનાર વૈષ્ણવ વ્યક્તિના મૃત્યુ ભોજનમાં હાજરી આપો છો, તો તમારા પુણ્યનો નાશ થશે નહીં પણ વધશે. અને જો તે સંસારી માણસ હશે, તો ન પાપ લાગશે કે પુણ્ય થશે.
પ્રેમાનંદ મહારાજ મૃત્યુ ભોજ ને "મૃત્યુ મહોત્સવ" તરીકે ઓળખાવ્યો. જેમ આપણે લગ્નની ઉજવણી કરીએ છીએ, તેમ કોઈના મૃત્યુ પછી તેને યાદ રાખવું એ પણ આત્માની યાત્રાને માન આપવાની તક છે.
તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ ભક્તનો તહેવાર હોય, તો તેમાં ભાગ લેવો જ જોઈએ. જો કોઈ પાપીનો તહેવાર હોય, તો તેમાં જવાનું ટાળવું જોઇએ. જો તે કૌટુંબિક કાર્યક્રમ હોય, તો તેમાં ભાગ લેવાથી ન તો પુણ્ય ઘટે છે અને ન તો પાપ લાગે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Premanand-Maharaj-Satsang.jpg)
અપરાધ શું છે?
પ્રેમાનંદ મહારાજે 'ગુના' ની સાચી વ્યાખ્યા પણ આપી છે. તેમણે કહ્યું - "કોઇ જીવની હત્યા કરવી, માંસ ખાવું, ચોરી કરવી - આ બધું ગુનાની શ્રેણીમાં આવે છે. પરંતુ મૃત્યુ ભોજ કરવું અપરાધ નથી."


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us