Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: વૃંદાવનના પ્રેમાનંદ મહારાજના વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહ્યા છે. જેમા પ્રેમાનંદ મહારાજ ભક્તોના સવાલોના જવાબ આપતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે અને જીવન જીવવાની કળા શીખવે છે. સાથે જ મહારાજજી રાધા રાણીને પોતાના ઇષ્ટ માને છે.
સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજના લાખો ફોલોઅર્સ છે અને ઘણી પ્રખ્યાત હસ્તીઓ તેમના સત્સંગમાં પહોંચી છે. આ યાદીમાં અનુષ્કા શર્મા, વિરાટ કોહલી અને આરએસએસના વડા મોહન ભાગવતનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મહારાજ જી વૃંદાવનમાં કેલિકુંજમાં રહે છે.
તમને જણાવી દઈએ કે પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે, કોઈ વ્યક્તિ ઘણા પાપ કરી રહ્યો છે અને તે દિવસેને દિવસે ધનવાન બની રહ્યો છે અને તમામ સુખોનો આનંદ માણી રહ્યો છે, કેમ? આ સવાલનો જવાબ આપતા પ્રેમાનંદ મહારાજ કહે છે, જે વ્યક્તિ પાપ કરી રહ્યો છે અને તેમ છતાં તે સુખી છે અને જીવનના તમામ સુખોનો આનંદ માણી રહ્યો છે, તેનું કારણ છે તેના ભૂતકાળના પુણ્ય ફળી રહ્યા છે. બીજી બાજુ જે દિવસે પુણ્યનો મહિમા સમાપ્ત થયું, તો તે પાપ કર્મ અને અગાઉના પાપ કર્મ ભેગા થશે ત્યારે તેનું જીવન નષ્ટ થઈ જશે.
પ્રેમાનંદ મહારાજ વધુમાં જણાવ્યું હતું કે, જેમ કોઇ ભક્તે ભક્તિ શરૂ કરી અને પછી તેના પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે. પરંતુ તમારે તે સહન કરવું જ પડશે. કારણ કે જ્યારે એક દિવસ નવી ભક્તિ અને જૂના પુણ્યનું ફળ મળવા લાગે તો જીવન શુભ બની જશે. વળી, દરેક જગ્યાએ તમારો જય – જયકાર થશે.
પ્રેમાનંદ મહારાજ કોણ છે?
સંત શ્રી હિત પ્રેમાનંદ મહારાજનું મૂળ નામ અનિરુદ્ધકુમાર પાંડે છે. પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. પ્રેમાનંદ મહારાજના ગુરુજીનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે. આ સાથે જ પ્રેમાનંદ જી મહારાજનું કહેવું છે કે જ્યારે તેઓ 5માં ધોરણમાં હતા ત્યારે તેમણે ગીતાનું પઠન કરવાનું શરૂ કર્યું અને તેઓ નાની ઉંમરમાં જ કાશીમાં રહેવા જતા રહ્યા હતા. આ પણ વાંચો – ઘરમાં કુતરા રાખવા કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજ શું કહે છે