Vastu Tips : પૂજા કરતી વખતે આ વસ્તુઓ જમીન પર મૂકવી નહીં, દેવી-દેવતા થશે નારાજ

Puja niyam Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા સંબંધિત કેટલીક ચીજવસ્તુઓ જમીન પર રાખવાથી દેવી-દેવતાઓ નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Written by Ajay Saroya
June 29, 2023 21:26 IST
Vastu Tips : પૂજા કરતી વખતે આ વસ્તુઓ જમીન પર મૂકવી નહીં, દેવી-દેવતા થશે નારાજ
વાસ્તુ અનુસાર અમુક વસ્તુઓને જમીન પર રાખવાથી પૂજાનું ફળ મળતું નથી અને દેવતા પણ ક્રોધિત થાય છે.

Puja niyam Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ, શાંતિ અને સકારાત્મક ઉર્જા વધારવા માટે અલગ-અલગ પ્રકારની વસ્તુઓ રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરનો દરેક ખૂણો સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જો ઘરમાં રહેલા પૂજાઘર એટલે કે મંદિરની વાત કરીયે તોઘણા પ્રકારના નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાનના ફોટા કે મૂર્તિ રાખવાની દિશાથી લઇને કેવી રીતે પૂજા કરવી વગેરે બાબતોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે, પૂજા કરતી વખતે ઘણી વખત આપણે અજાણતામાં એવી ભૂલ કરી બેસીએ છીએ, જે ચોક્કસપણે વ્યક્તિના જીવનને એક યા બીજી રીતે અસર કરે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, મોટાભાગે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે કેટલીક વસ્તુઓ જમીનમાં રાખીયે છીએ, જ્યારે હકીકતમાં આવું ક્યારેય કરવું જોઈએ નહીં. આવો જાણીએ વાસ્તુ અનુસાર કઈ વસ્તુને જમીન પર રાખવાથી પૂજાનું ફળ મળતું નથી અને દેવતા પણ ક્રોધિત થાય છે.

પૂજા કરતી વખતે આ વસ્તુઓ ક્યારેય જમીન પર રાખવી નહીં

દીપક જમીન પર મૂકવો નહીં

દેવી-દેવતાની પૂજા કરતી વખતે ઘીનો દીપક પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. ઘણી વખત આપણે પૂજા કરતી વખતે દીપક પ્રગટાવીને જમીન પર મૂકી દઇયે છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દીપક પ્રગટાવીને ક્યારેય જમીન પર મૂકવા જોઇએ નહીં, કારણ કે તેનાથી પૂજાનું ફળ મળતું નથી. આથી હંમેશાદીપકને કોઇ થાળી કે બાજોઠ પર થોડાક ચોખા મૂકીને તેની ઉપર દીપક મૂકવો જોઇએ.

શાલિગ્રામને હંમેશા આસન પર રાખવા

ભગવાન શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે તેમને ક્યારેય જમીન પર મૂકવા જોઇએ નહી. તેને હંમેશા બાજોઠ કે આસન પર સ્થાપિત કરો. શાલિગ્રામને તુલસીના છોડ સાથે રાખવા શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે શિવલિંગને પણ જમીન પર રાખવું જોઈએ નહીં

શંખને જમીન પર ન મૂકવો

જો ઘરમાં શંખ ​​હોય તો તેને ક્યારેય જમીનમાં ન રાખવો. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુને શંખ ખૂબ પ્રિય છે. આવી સ્થિતિમાં જો તમે શંખને જમીનમાં રાખો છો, તો બંનેનું અપમાન થશે. એટલા માટે શંખને હંમેશા લાલ રંગના કપડાની ઉપર સ્ટેન્ડમાં રાખવા જોઈએ.

દેવી- દેવતાના ફોટા કે મૂર્તિને જમીન પર ન મૂકવા

વાસ્તુ અનુસાર જમીન પર ક્યારેય દેવી-દેવતાઓની તસવીરો કે મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવું તેમનું અપમાન સમાન છે. એટલા માટે દેવતાને હંમેશા ઉંચા સ્થાને કે બાજોઠ પર રાખવા જોઇએ.

આ પણ વાંચોઃ ચતુર્માસમાં આ નિયમોના પાલનથી વ્યક્તિને મળશે યશ અને કિર્તી, માતા લક્ષ્મીની કૃપા વરસશે

કોડી-ગોમતી ચક્ર

ગાય, ગોમતી ચક્ર, હીરા, સોનું વગેરે જેવી શુભ વસ્તુઓ જમીનમાં ન રાખવી જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ