Pukhraj Gemstone: પોખરાજ નંગ આ રાશિના જાતકોએ પહેરવો જોઇએ નહીં, નહીંત્તર થશે મોટું નુકસાન : જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે જાણો

Pukhraj Gemstone Astrology : પોખરાજ નંગનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. ક્યા રાશિના જાતકોએ યલોસ્ફાયર ધારણ કરવું જોઇએ નહીં જાણો

Pukhraj Gemstone Astrology : પોખરાજ નંગનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. ક્યા રાશિના જાતકોએ યલોસ્ફાયર ધારણ કરવું જોઇએ નહીં જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Pukhraj Gemstone Astrology

જ્યોતિષ ટીપ્સઃ પોખરાજ ગ્રહનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે.

Pukhraj Gemstone zodiac astrology tips: પુખરાજ રત્ન: વૈદિક જ્યોતિષમાં 9 ગ્રહોનું વર્ણન જોવા મળે છે. ઉપરાંત આ તમામ નવ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરતા કોઇને કોઇ રત્ન કે નંગ છે, તેને ગ્રહના નંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શનિદેવનું પ્રતિનિધિ રત્ન નીલમ છે. એવી જ રીતે પોખરાજ રત્ન એ ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે. પુખરાજ રત્ન ધારણ કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. પરંતુ શું તમે જાણો છો કેટલાક લોકો પોતાની કુંડળીનું વિશ્લેષણ કર્યા વગર પોખરાજ નંગ પહેરે છે, જે ખોટું છે. કારણ કે આ રત્નો પણ માનવ જીવન પર તેની વિપરીત અસર કરે છે. તેથી જ અહીં અમે તમને જણાવીશું કે કઈ રાશિના લોકોએ પોખરાજ ન પહેરવું જોઈએ અને પોખરાજ પહેરતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ…

Advertisment

પુખરાજને સંસ્કૃતમાં પુષ્પરાજ, ગુરુ રત્ન, ગુજરાતીમાં પીલુરાજ, કન્નડમાં પુષ્પરાગ, હિન્દીમાં પુખરાજ અને અંગ્રેજીમાં યલોસ્ફાયર કહેવાય છે. સૌથી બેસ્ટ ક્વોલિટીનું પોખરાજ બ્રાઝિલ અને શ્રીલંકા (સીલોની) દેશનું માનવામાં આવે છે, જે ઘણુ મોઘુ હોય છે.

કોણે પોખરાજ એટલે ગુરુ ગ્રહનો નંગ પહેરવો જોઈએ નહીં

  • વૈદિક જ્યોતિષ અનુસાર, વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિવાળા લોકોએ પોખરાજ ન પહેરવું જોઈએ. આ લગ્નોના જાતકોમાં ગુરુ અપ્રભાવી છે. તેનાથી નુકસાન થઈ શકે છે.
  • જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ નબળો હોય તો પણ તેણે પીળા રંગનો નંગ ન પહેરવા જોઈએ. કારણ કે નીચનો ગ્રહ અશુભ ફળ જ આપે છે.
  • બીજી તરફ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ પોખરાજ ન પહેરવું જોઈએ. નહીંત્તર કોઇને કોઇન નુકસાન થઈ શકે છે.
  • પોખરાજની સાથે નીલમ, હીરા, ગોમેદ અને લસુનિયા ગ્રહ ન પહેરવા જોઈએ, નહીં તો ફાયદો થવાના બદલે નુકસાન થશે.
  • જો કુંડળીમાં 6ઠ્ઠા, 8મા અને 12મા ઘરનો સ્વામી ગુરુ હોય તો પોખરાજ ગ્રહ ધારણ કરવો જોઈએ નહીં. કારણ કે આ સ્થાનોમાં ગુરુ ગ્રહને અશુભ માનવામાં આવે છે.

પોખરાજ ધારણ કરવાથી શું નુકસાન થઈ શકે છે

  • કુંડળીનું વિશ્લેષણ કર્યા વગર પોખરાજ ગ્રહ ધારણ કરવાથી વ્યક્તિને સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે.
  • પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે.
  • બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.
  • જાતકના તેના શિક્ષક સાથે સંબંધ બગડી શકે છે.
  • વ્યક્તિ નાસ્તિક પણ બની શકે છે.
  • જો કોઈ વ્યક્તિ કુંડળીનું વિશ્લેષણ કર્યા વિના પુખરાજ ધારણ કરે છે, તો તેને લીવર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
Advertisment
astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ રાશિફળ ધર્મ ભક્તિ