Rahu ketu Gochar 2023 : જ્યોતિષ અનુસાર ગ્રહ રાશિઓની સાથે નક્ષત્ર પણ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર સીધી રીતે પડે છે. રાહુ અને કેતુ સોમવારે રાત્રે નક્ષત્ર પરિવર્તન કરીને ચિત્રા અને અશ્વિની નક્ષત્રમાં આવ્યા છે. જ્યોતિષમાં આ બંને ગ્રહોને છાયા ગ્રહની ઉપાધી આપવામાં આવી છે. સાથે જ રાહુ ગ્રહને માયાવી ગ્રહ કહેવાયો છે. મતલબ જે વ્યક્તિની કુંડળીમાં રાહુ ગ્રહ સકારાત્મક હોય તો શેર બજાર અને સટ્ટા, લોટરીમાં સારો લાભ કમાય છે. સાથે જ વ્યક્તિ રાજનીતિના ઉચ્ચ શિખર સુધી પહોંચે છે. એટલા માટે આ બંને ગ્રહોના ગોચરમાં ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલભા અને યશ, વૈભવની પ્રાપ્તિ થઇ શકે છે. ચાલો જાણીએ કે આ લકી રાશિઓ કઈ કઈ છે.
મેષ રાશિ (Aries Zodiac)
તમારા જેવા લોકો માટે રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થઇ શકે છે. આ સમયે તમારું લગ્નજીવન સારું રહેશે. સાથે જ તમારે આ સમયે આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન સફળતા મળવાની આશા છે. મતલબ જો તેઓ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તેમને સફળતા મળી શકે છે. જ્યારે ધન સંબંધી સમસ્યાઓ ઓછી થશે. સાથે જ તમે નોકરીમાં છો તો તમારી નોકરી નવા અવસર મળી શકે છે. સાથે જ આ દરમિયાન પૈતૃક સંપત્તિનો લાભ પણ મળી શકે છે.
આ પણ વાંચોઃ- Eid-Ul-Adha 2023 : ભારતમાં કાલે ઉજવાશે બકરી ઈદ, જાણો નમાજનો સમય અને ઈદ-ઉલ-અજહા અંગે ખાસ વાતો
ધન રાશિ (dhan zodiac)
રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન ધન રાશિના જાતકોને લાભપ્રદ સાબિત થઈ શકે છે. આ સમયે તમારે વાહન અથવા પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે તમારે પૈસાની બચત કરવાની સફળતા મળશે. તમે આર્થિક રુપથી ખુબ જ સંપન્ન થશો. આ સમયે તમે યાત્રા પર જઈ શકો છો. જે પરિવાર સાથે હોય અથવા કામ – કારોબાર સંબંધિત હોઈ શકે છે. તમને મહેનતનું ફળ સફળતાના રૂપમાં મળી શકે છે. ધન સંચયમાં વૃદ્ધિ થશે. સાથે તમારે આ સમેય કિસ્મતનો સાથ પણ મળશે. રોકાયેલા કામ પણ બનશે.
આ પણ વાંચોઃ- ઉત્તરાખંડ સ્થિત આ મંદિરમાં છુપાયેલું છે દુનિયા ખતમ થવાનું રહસ્ય, જાણો પાતાલ ભૂવનેશ્વર મંદિર વિશે બધુ જ
વૃષભ રાશિ (Taurus zodiac)
આ રાશિના જાતકો માટે રાહુ અને કેતુનું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થઇ શકે છે. આ સમયે તમારી ઇચ્છાઓ પુરી થઈ શકે છે. સાથે જ આ રાશિના જાતકોને બધાને મહેમતનું ફળ મળશે. અને શુભ પ્રભાવમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ પણ વધશે. જો તમે નોકરિયાત લોકો છો તો તમારું પ્રમોશન અને ઇન્ક્રિમેન્ટ થઇ શકે છે. તમારે આ સમયે રોકાયેલું ધન પ્રાપ્ત થઇ શકે છે. આ સાથે જ તમારે સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થઇ શકે છે.