Rahu Gochar 2024: છાયા ગ્રહ રાહુ 20 દિવસ બાદ ચાલ બદલશે, આ 3 રાશિની કિસ્મત ચમકશે, ધનલાભ અને નવી નોકરી મળશે

Rahu Nakshatra Gochar 2024: જુલાઈ મહિનામાં છાયા ગ્રહ રાહુ શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં આ 3 રાશિને નોકરી - ધંધામાં લાભ મળવાની પ્રબળ શક્યતા છે.

Written by Ajay Saroya
June 17, 2024 23:51 IST
Rahu Gochar 2024: છાયા ગ્રહ રાહુ 20 દિવસ બાદ ચાલ બદલશે, આ 3 રાશિની કિસ્મત ચમકશે, ધનલાભ અને નવી નોકરી મળશે
Rahu Nakshatra Gochar 2024: રાહુ ગ્રહ ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં 8 જુલાઈએ પ્રવેશ કરશે.

Rahu Nakshatra Gochar 2024: છાયા ગ્રહ રાહુ સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. રાહુ ચોક્કસ સમયગાળા પછી રાશિ પરિવર્તન કરે છે. તમને જણાવી દઇયે કે, આ સમયે રાહુ મીન રાશિમાં છે. સાથે જ તે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં જલ્દી જ પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ હાલમાં મીન રાશિમાં મીન રાશિ સાથે રેવતી નક્ષત્રમાં છે અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં 8 જુલાઈએ પ્રવેશ થવા જઈ રહ્યો છે. શનિના નક્ષત્રમાં રાહુની વિદાયને કારણે તે દરેક રાશિના જાતકોને કોઇને કોઇ રીતે ચોક્કસ અસર કરે છે, કારણ કે રાહુ અને શનિનું મિલન સારું માનવામાં આવતું નથી. પરંતુ આ સમયે શનિ શુભ સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં રાહુ પણ સારા પરિણામ આપશે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રને અદભૂત નક્ષત્ર પૈકીનું એક માનવામાં આવે છે. આ નક્ષત્રને સફળતા, અધ્યાત્મ, અચાનક ધનલાભ વગેરેનું પરિબળ માનવામાં આવે છે. રાહુ માટે શનિને મળવું સારું નથી. પરંતુ જો શનિ શુભ સ્થિતિમાં હોય તો કેટલીક રાશિ પર સકારાત્મક પ્રભાવ જરૂરથી જોવા મળશે. ચાલો જાણીએ કે તમારી રાશિ પર રાહુના નક્ષત્ર પરિવર્તનની શું અસર થવાની છે.

જ્યોતિષ મુજબ રાહુ 8 જુલાઈના રોજ સવારે 4.11 વાગ્યે શનિના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને લાભ મળી શકે છે.

વૃષભ રાશિ (Vrishabha Zodiac)

રાહુ તેના મિત્ર ગ્રહ શુક્રની રાશિ વૃષભ રાશિના ધન ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો લાભ મળવાનો છે. રાહુનું નક્ષત્ર પરિવર્તન વધુ શુભ રહેશે. આવી સ્થિતિમાં, લાંબા સમયથી અટવાયેલા કામ હવે પૂર્ણ થઈ શકે છે. જે લોકો સહકારની અપેક્ષા રાખતા હતા તેઓ હવેથી તમને મદદ કરવા આવશે. સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને લાભ મળશે. શેરબજારમાં પણ ઘણો નફો થવાનો છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો.

તુલા રાશિ (Tula Zodiac)

રાહુ તમારી રાશિમાં છઠ્ઠા ઘરમાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાનું છે. નક્ષત્ર પરિવર્તન સાથે સ્થાન ગોચર થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદેશ વેપારથી પણ ઘણો ફાયદો થવાનો છે. તે તેના શત્રુઓનો નાશ કરશે. નોકરિયાત લોકોને મોટી જવાબદારી સાથે પ્રમોશન મળી શકે છે. આ સાથે જ બિઝનેસમાં પણ ઘણો ફાયદો થવાનો છે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો.

વૃશ્ચિક રાશિ (Vraschik Zodiac)

રાશિ ના જાતક પાંચમા ભાવમાં એટલે કે ધનના ઘરમાં બિરાજમાન છે. આ સાથે તે ત્રીજા અને ચોથા ઘરનો માલિક છે. પરંતુ રાહુ અને શનિ બંનેની સ્થિતિ એકદમ સારી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાહુનું નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અચાનક ધન લાભ સાથે અટકેલા કામ પૂરા થશે. નાણાં સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે.

આ પણ વાંચો | કુંભ રાશિમાં શનિ થશે વક્રી, આ લોકો માટે 139 દિવસમાં મળશે અપાર સફળતા, ધનલાભ

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ