Rahu Gochar In Meen 2023 : વૈદિક જ્યોતિષ અનુસાર આજે 30 ઓક્ટોબરે માયાવી ગ્રહ રાહુને મેષ રાશિથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જેનાથી ગુરુ ચાંડાલ યોગ ખતમ થયો છે. આ યોગ ખતમ થવાથી કેટલીક રાશિઓના જાતકોની કિસ્મત ચમકી શકે છે. આ લોકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
મેષ રાશિ (Aries Zodiac)
ગુરુ ચાંડાલ અશુભ યોગ સમાપ્ત થતાં જ આ રાશિના જાતકોના સારા દિવસો શરુ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના લગ્નભાવ પર બની રહ્યો હતો. જેનાથી વૈવાહિક જીવનમાં તણાવનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે આનાથી તમને મુક્તિ મળશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સાથે જ આ સમયે તમને ભાગીદારીના કામોમાં લાભ થશે. તમારા કરિયર અને કારોબારમાં આ ગોચરનો શુભ પ્રભાવ જોવા મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને આર્થિક મામલાઓમાં લાભ થશે. જે લોકો અપરિણીત છે મને વિવાહનો યોગ બનશે.
મિથુન રાશિ (Mithun Zodiac)
આ રાશિના જાતકોને ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થવાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના આવકના ભાવમાં બન્યો હતો. એટલા માટે આવક તમારી મરજીથી ન્હોતી મળતી. હવે તમારી આવકમાં વધારો થશે. જ્યારે આવકના નવા સોર્સ બનશે. સાથે જ કરિયરના મામલામાં અનેક સારા અવસરો મળશે. તમને ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી શકાશે. સંતાન સાથે જોડાયેલા કોઈ સમાચાર મળી શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીમાં ધનલાભ થઇ શકે છે.
કન્યા રાશિ (Kanya zodiac)
ગુરુ ચાંડાલ યોગના ખતમ થવા પર તમને કરિયર અને કારોબારમાં સારો લાભ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિના અષ્ટમ ભાવ પર બન્યો હતો. જેનાથી તમારું સ્વાસ્થ્ય સય સમય પર ખરાબ થઈ રહ્યું હતું. જેમાં તમને લાભ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ શકે છે. તમને અચાનકથી કેટલાક મામલાઓમાં અપ્રત્યાશિત લાભ થવાની આશા છે. તમને ધન સંબંધી મામલાઓમાં ભરપુર લાભ થશે. તમને બિઝનેસમાં પણ સારું રિટર્ન મળશે. સાથે જ તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. નવા કામ શરુ કરવા માટે સમય અનુકૂળ છે. આ સમયે તમને માન-સમ્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.
આ પણ વાંચોઃ- Shukra Ketu Yuti : શુક્ર કેતુ યુતી, આ 2 રાશિઓની શરુ થશે લક્ઝરી લાઈફ, ખૂબ પૈસા અને કીર્તિ કમાવાના યોગ
ડિસ્ક્લેમર :- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.





