scorecardresearch

Rahu transit: 2023માં આ ત્રણ રાશિના લોકોને ધન-સંપત્તિમાં અપાર વૃદ્ધિના સંકેત, માયાવી ગ્રહ રાહુ ચાલશે ઉંધી ચાલ

Rahu Vakri ke shubh prabhav: રાહુ ગ્રહ વર્ષ 2023માં મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો ઉપર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમના માટે આ સમય સારો ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ બનાવે છે.

Rahu transit: 2023માં આ ત્રણ રાશિના લોકોને ધન-સંપત્તિમાં અપાર વૃદ્ધિના સંકેત, માયાવી ગ્રહ રાહુ ચાલશે ઉંધી ચાલ
રાહુ વક્રી થશે

Rahu Vakri 2023: વૈદિક જ્યોતિષ અનુસાર રાહુ ગ્રહ 17 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. રાહુ ગ્રહને જ્યોતિષમાં માયાવી ગ્રહ માનવામાં આવે છે. સાથે જ આમના કોઈપણ રાશિપર આધિપ્ય હોતું નથી. આ હંમેશા વક્રી અવસ્થામાં ભ્રમણ કરે છે. ઉલ્લેખનીય છે કે રાહુ ગ્રહ વર્ષ 2023માં મીન રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યો છે. જેનો પ્રભાવ દરેક રાશિઓના જાતકો ઉપર પડશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમના માટે આ સમય સારો ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ બનાવે છે. તો ચાલો જાણીએ કે આ રાશિઓ કઈ છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોના લોકો માટે રાહુનું ગોચર લાભપ્રદ સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી ગોચર કુંડળીમાં બીજા ભાવમાં ગોચર કરવા જઇ રહ્યો છે. જેને ધન અને વાણીનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ વર્ષે તમને આકસ્મિક ધનલાભ પ્રાપ્ત થઇ શકે છે. અટકાયેલા પૈસા મળી શકે છે. સાથે જ તમે ભાગીદારીમાં કંઈ કામ શરુ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે. ત્યારે આ રાહુગ્રહના પ્રભાવથી તમારા આવકમાં પણ વૃદ્ધિ થઈ શકે છે. સાથે ચલ- અચલ સંપત્તિ પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.

કન્યા રાશિ

રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન કન્યા રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિના સાતમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જેનાથી લગ્ન જીવન અને ભાગીદારીનું સ્થાન માનવામાં આવે છે. એટલા માટે આ સમયે તમને ભાગીદારીના કામમાં સફળતા મળી શકે છે. તમે પાર્ટનરશિપનું કામ શરૂ કરી શકો છો. આ દરમિયાન તમને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સાથે જ વૈવાહિક જીવનમાં સંબંધ મધુર રહેશે. વિવાહ માટે યોગ્ય યુવક યુવતીઓના લગ્નમાં આવી રહેલી અડચણ દૂર થશે. લગ્નના પ્રબળ યોગ બનશે.

મિથુન રાશિ

રાહુ ગ્રહનું રાશિ પરિવર્તન આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારા ગોચર કુંડળીના દશમા સ્થાનમાં સંચરણ કરવા જઈ રહ્યા છે. જેને નોકરી અને વ્યાપાર ભાવ માનવામાં આવે છે. એટલા માટે આ સમય તમને કરિયરમાં સારી સફળતા મળી શકે છે.

વેપારી વર્ગ કારોબારમાં સારું ધન કમાઈ શકે છે. સાથે જ રાહુ ગ્રહ કારોબારમાં પ્રગતિ થશે, ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે. જમીન અથવા ઘર લેવાનું પ્લાનિંગ તમે આ વર્ષે કરી શકો છો. જે લોકો નોકરીમાં કાર્યરત છે તેમને કાર્યસ્થળ ઉપર નવી જવાબદારીઓ મળી શકે છે.

Web Title: Rahu vakri 2023 gochar zodiac signs effect astrology news