Tanot Mata Mandir In Jaisalmer : ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેવી જ રીતે અમે એક એવા મંદિરની વાત કરી રહ્યા છીએ જેની સામે પાકિસ્તાનના સેના જનરલ પણ નતમસ્તક થઇ જાય છે. આ મંદિર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું સાક્ષી છે. આ મંદિર જેસલમેર જિલ્લામાં આવેલું છે, જેનું નામ છે માતા તનોટ મંદિર. હકીકતમાં ભારત-પાક યુદ્ધ દરમિયાન એક એવી ઘટના બની કે પાકિસ્તાની સૈનિકોને પોતાની ભૂલનો અહેસાસ થયો અને માતાની સામે માથું નમાવીને પાછા ચાલ્યા ગયા. જાણો ચાલીયે રાજસ્થનના તનોટ મંદિર મંદિર વિશે
ભારત-પાક યુદ્ધનું સાક્ષી છે આ મંદિર
આ મંદિર જેસલમેર જિલ્લામાં આવેલું છે, જે પાકિસ્તાનની સરહદ પર બનેલું છે. આ મંદિરને 1965 અને 1971માં થયેલા ભારત-પાક યુદ્ધનું સાક્ષી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે પાકિસ્તાની સૈનિકોએ ત્રણ અલગ અલગ જગ્યાએથી મંદિર પર હુમલો કર્યો હતો. પરંતુ તેનાથી મંદિરને કઇ થયુ નહીં.
એવું કહેવાય છે કે 1965માં પાકિસ્તાની સેનાએ લગભગ ત્રણ હજાર બોમ્બ ફેંક્યા હતા. પરંતુ મંદિર પર તેની કોઈ જ અસર થઈ ન હતી. એટલું જ નહીં, મંદિરના પરિસરમાં લગભગ 450 બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ બોમ્બ ફુટ્યો ન હતો. આજે આ બોમ્બ મંદિરના સંગ્રહાલયમાં સુરક્ષિત છે. માતાનો ચમત્કાર જોઈને તત્કાલીન પાકિસ્તાની અધિકારી બ્રિગેડિયર શાહનવાઝ ખાન ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે ભારત સરકારની પરવાનગી લીધા બાદ માતાને ચાંદીનું છત્ર અર્પણ કર્યું હતુ.
તનોટ માતા સૈનિકોના દેવી
પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન માતા એ ભારતીય સૈનિકોની ખૂબ રક્ષા કરી હતી. આ કારણે જ તે સૈનિકોની દેવી અને થારની વૈષ્ણો દેવી તરીકે ઓળખાય છે. આ મંદિરને સિદ્ધપીઠ માનવામાં આવે છે.
તનોટ મંદિરનો ઇતિહાસ શું છે?
તનોટ માતાના ઇતિહાસ અનુસાર, એક મામડિયા ચારણ નામનો એક વ્યક્તિ હતો, જે રાજાના દરબારમાં તેની પ્રશંસા કરો હતો. મામડિયા ચારણને કોઈ સંતાન ન હતું. આવી સ્થિતિમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા સાથે તેમણે સાત વખત ચાલીને માતા હિંગળાજની પરિક્રમા કરી હતી. માતા આ વાતથી ખુશ થઇ અને તેને પૂછ્યું કે તેને દીકરો જોઈએ છે કે દીકરી જોઈએ છે. મામડિયા ચરણે કહ્યું કે, માતાજી તમારો જન્મ મારા ઘરે થાય. માતા એ ચારણને આશીર્વાદ આપ્યા. માતાજીના આશિર્વાદથી મામડીયા ચારણના ઘરે સાત કન્યા સાથે એક પુત્રનો જન્મ થયો. આ 7 કન્યામાં એકનું પુત્રીનું નામ હતુ તોગડ, જેને પાછળથી તનોટ માતા, જે રક્ષાની દેવી તરીકે પ્રસિદ્ધ થયા.
માતા હિંગળાજનું જ સ્વરૂપ છે માતા તનોટ
માતા તનોટને પાકિસ્તાનમાં સ્થિત માતા હિંગળાજનું સ્વરૂપ માનવામાં આવે છે અને દેવી ઘંટિયાલ તેમની બહેન છે. એવું માનવામાં આવે છે કે ઘંટિયાલ માતાએ માતા તનોટ સાથે મળીને ભારતીય સૈનિકોને મદદ કરી હતી.
સરહદના સૈનિકો કરે છે માતા તનોટની પૂજા
માતા તનોટ મંદિરમાં કોઈ પૂજારી નથી, પરંતુ માત્ર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો માતા તનોટની પૂજા કરે છે.
વાધા – માનતા માટે ચુંડદી બાંધે છે ભક્તો
આ પણ વાંચો | ગુજરાત નજીક આવેલી છે બાહુબલીની માહિષ્મતિ, વિકેન્ડ ટુર માટે બેસ્ટ ડેસ્ટિનેશન
માતા તનોટની પૂજા કરવાથી દરેક દુઃખ અને પીડા દૂર થાય છે. આ સાથે ભક્તો માતાના પરિસરમાં સફેદ કલરના રૂમાલ અને લાલ કલરની ચુંડદી બાંધીને પોતાની વાધા માનતા માને છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી માતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
(Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. વિવિધ અહેવાલોમાંથી એક્ત્ર કરવામાં આવેલી માહિતી તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેને સાચી અને હકીકત હોવાની ખાતરી આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો)