Raksha Bandhan 2024: રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. 2024માં 19 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધન ઉજવાશે. રક્ષાબંધન પર બહેન ભાઈને રાખડી બાંધે છે તો બદલામાં ભાઇ બહેનને જીવનભર રક્ષા કરવાનું વચન છે. રક્ષાબંધન પર ભાઇ બહેનને ભેટ સોંગાદ પણ આવે છે. રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે. પરંતુ જો તમારે ભાઈ ન હોય તો હતાશ થવાની જરૂર નથી. પ્રખ્યાત પંડિત જગન્નાથ ગુરુજી પાસેથી જાણે છે કે જો બહેન ને ભાઈ ન હોય તો તેઓ કોને રાખડી બાંધી શકે છે.
ભાઈ ન હોય તો રક્ષાબંધન પર આ વ્યક્તિને રાખડી બાંધવી
ઇષ્ટદેવ ને રાખડી બાંધવી
જો તમારે કોઈ ભાઈ ન હોય, તો તમે તમારા ઇષ્ટદેવને રાખડી બાંધી શકો છો. આવી સ્થિતિમાં તમે ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધી શકો છો. આ ઉપરાંત ભગવાન શિવ, બજરંગ બલી, ગણેશજી વગેરેને રાખડી બાંધી શકાય છે. તેમને રાખડી બાંધવાથી કુંડળી માંથી ગ્રહ દોષની ખરાબ અસર પણ ઓછી થઈ શકે છે.
નાગદેવ ને રાખડી બાંધવી
નાગપાંચમના દિવસે મનસા દેવીના ભાઈ વાસુકીની સાથે તમામ સર્પની પૂજા કરવામાં આવે છે. આ કારણે રક્ષાબંધન ના દિવસે સાપ દેવને રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમે કુંડળીના સર્પ દોષથી પણ છુટકારો મેળવી શકો છો.
આ ઝાડ છોડ ને રાખડી બાંધી શકાય
કહેવાય છે કે જે બહેન ને ભાઈ નથી તેઓ ઝાડ અને છોડને ભાઈ માની રાખડી બાંધી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ઝાડ અને છોડને રાખડી બાંધવાનું વિચારી રહ્યા છો, તો તમે લીમડો, વડ, આમળા, કેળા, શમી અથવા તુલસીના છોડને રાખડી બાંધી શકો છો.
આ પણ વાંચો | રક્ષાબંધનમાં પંચક અને ભદ્રાનો પડછાયો, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
તમને જણાવી દઈએ કે તુલસીને રાખડી બાંધવાથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી પર ખૂબ પ્રસન્ન થાય છે. શમી, આમળા, લીમડો, વડ વગેરેમાં ભગવાન વિષ્ણુ અને શંકરનો વાસ હોય છે. શમીના ઝાડમાં ભગવાન શિવનો વાસ છે તો ભગવાન વિષ્ણુનો કેળામાં વાસ છે .. આથી તમે આ ઝાડ અને છોડને રાખડી બાંધવાથી તમામ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. તેમજ તમામ પ્રકારના દુ:ખ માંથી છૂટકારો મેળવી શકો છો.
આ પણ વાંચો | રક્ષાબંધન બાદ રાખડી ઉતારતા સમયે ભાઈઓ બિલકુલ ન કરો આ ભૂલો, નહીં તો વાસ્તુ દોષ, જાણો નિયમ
(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી રજૂ કરવાનો છે, તેને સાચી સાબિત કરવાનો નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)