Raksha Bandhan Dos and Don’ts 2024 Celebrations : હિંદુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. ભાઈ બહેનનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પર તમામ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધીને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરે છે, જ્યારે ભાઈઓ પણ પોતાની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે.
આ વર્ષે 19 ઓગસ્ટ 2024 ના રોજ રક્ષાબંધનનો તહેવાર સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ સહિત ખૂબ જ શુભ યોગમાં ઉજવવામાં આવશે. 90 વર્ષ બાદ આ દિવસે દુર્લભ યોગ પણ બની રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાઈને રાખડી બાંધતી વખતે કેટલીક નાની નાની ભૂલો જીવન પર નકારાત્મક અસર કરે છે. રક્ષાબંધનના દિવસે બહેનોએ રાખડી બાંધતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
રક્ષાબંધનના દિવસે આ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ
શુભ મુહૂર્તમાં રાખડી બાંધો : જ્યોતિષ મુજબ બહેનોએ ભાઈને શુભ મુહૂર્તકમાં રાખડી બાંધવી જોઈએ. તેથી શુભ સમયનું ખાસ ધ્યાન રાખવું. પંચાગ મુજબ આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 01:32 થી 09:07 વાગ્યા સુધીનો રહેશે.
સૌ પ્રથમ ભગવાનને રાખડી બાંધો : રક્ષાબંધનના પર્વ પર સૌ પ્રથમ ભગવાનને રાખડી બાંધો. તેમનું કંકુ અને ચોખાથી તિલક કરો. મીઠાઈનો ભોગ ધરાવો. આ પછી ભાઈને રાખડી બાંધવાનું શરૂ કરો.
જમણા હાથમાં રાખડી બાંધો : જ્યોતિષ શાસ્ત્ર મુજબ ભાઈને હંમેશા જમણા હાથમાં રાખડી બાંધવી જોઈએ. જમણો હાથ કર્મો સાથે સંકળાયેલો છે. માટે આ હાથમાં રાખડી બાંધવી શુભ માનવામાં આવે છે.
તૂટેલા ચોખા ન લગાવો : રક્ષાબંધનના દિવસે બહેનો પહેલા ભાઈને તિલક કરે છે અને ચોખા લગાવે છે અને પછી તેમને રાખડી બાંધે છે. એ વાતનું ધ્યાન રાખો કે ચોખા તૂટેલા ન હોય. તૂટેલા ચોખાને અશુભ માનવામાં આવે છે.
ભાઈના માથા પર રૂમાલ રાખો : હિન્દુ રીતિ-રિવાજમાં પૂજા દરમિયાન માથું ઢાંકીને રાખવામાં આવે છે. ભાઈને રાખડી બાંધતા પહેલા તેનું માથાને રૂમાલ કે ટોપીથી ઢાંકી દો.
આ પણ વાંચો – રક્ષાબંધન પર 90 વર્ષ પછી સર્જાયો દુર્લભ યોગ, આ સમયે છે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત, જાણો યોગ્ય વિધિ અને મંત્ર
રાખડીમાં 3 ગાંઠો લગાવો : માન્યતા છે કે રાખડી બાંધતી વખતે રક્ષાસૂત્રમાં 3 ગાંઠ લગાવવી જોઈએ. આ ગાંઠને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતીક માનવામાં આવે છે.
બહેનોનું સન્માન કરો: રક્ષાબંધનના દિવસે ભાઈઓએ બહેનોને કોઈ પણ રીતે નારાજ ન કરવી જોઈએ. તેમજ રાખડી બાંધતી વખતે ધ્યાન રાખો કે ભાઈનો ચહેરો દક્ષિણ દિશામાં ન હોય. સાથે જ કાળા રંગનો ઉપયોગ પણ ઓછો કરો.
ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.