Raksha Bandhan Vastu Tips: રક્ષાબંધન ભાઇ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે. હિંદુ પંચાગ મુજબ રક્ષાબંધન શ્રાવણ પુનમ તિથિ પર ઉજવાય છે. રક્ષાબંધન પર બહેન ભાઇના કાંડા પર રાખડી બાંધે છે, તેના બદલામાં ભાઇ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન પર ભાઇને રાખડી બાંધતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. અહીં રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠ મારવી, રક્ષાબંધન પર ભાઇ પહેલા કોને રાખડી બાંધવી જોઇએ? વગેરે જેવા પ્રશ્નોનો જવાબ જાણીયે
Raksha Bandhan 2025 Date : આ વખતે રક્ષાબંધન ક્યારે છે?
રક્ષાબંધન તહેવાર શ્રાવણ પુનમ તિથિ પર ઉજવાય છે. આ વખતે 9 ઓગસ્ટ, 2025 શનિવારના રોજ રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવશે.
રાખડી બાંધતી વખતે કેટલી ગાંઠ મારવી જોઇએ?
શાસ્ત્રો મુજબ રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે 3 ગાંઠ મારવી જોઇએ. કારણ કે, પ્રત્યેક ગાંઠનું પોતાનું આગવું મહત્વ છે.
ધાર્મિક અને સામાજીક માન્યતા મુજબ રાખડીમાં 3 ગાંઠ બાંધવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ 3 ગાંઠનો સંબંધ ત્રિદેવ એટલે કે બહ્મા વિષ્ણુ અને મહેશ સાથે છે. એવું મનાય છે કે, રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે પહેલી ગાંઠ ભાઇની લાંબી ઉંમર માટે હોય છે, બીજી ગાંઠ પોતાની લાંબી ઉંમર માટે હોય અને ત્રીજી ગાંઠ ભાઇ બહેનના સંબંધમાં પ્રેમ અને મિઠાશ લાવવા માટે હોય છે. આથી રક્ષાબંધન પર ભાઇના કાંડા પર રાખડી બાંધતી વખતે 3 ગાંઠ મારવી જોઇએ.
રક્ષાબંધન પર ભાઇ પહેલા કોને રાખડી બાંધવી જોઇએ?
રક્ષાબંધન પર બહેન ભાઇને રાખડી બાંધે છે. જો કે ઘણા લોકોને સવાલ થતો હશે તો ભાઇ પહેલા કોન રાખડી બાંધવી જોઇએ? જ્યોતિષ શાસ્ત્ર મુજબ રક્ષાબંધન પર સૌથી પહેલા ભાઇને પણ દેવી દેવતાઓને રાખડી બાંધવી જોઇએ. આમ કરવાથી ભગવાનનો આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ શાંત અને સમૃદ્ધિ આવે છે. રક્ષાબંધન પર ભાઇ પહેલા ગણેશજી, કૃષ્ણ ભગવાન, ભોળાનાથ, હનુમાનજીને રાખડી બાંધી શકાય છે. તમે તમારા ઇષ્ટ દેવ કે આરાધ્યા દેવને રાખડી બાંધી શકો છો.
રક્ષાબંધન પર ભાઇ માટે રાખડીની પસંદગી કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જ જોઇએ. નહિંતર, તેનાથી તમારા ભાઈ પર નકારાત્મક અસર પડી શકે છે. રક્ષાબંધન પર કેવી રાખડી ખરીદવાનું ટાળવું જોઈએ, તે જાણવા અહીં ક્લિક કરો
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.