/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Ram-mandir-lord-idol-eyes.jpg)
અયોધ્યા રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામનું મુર્તીની આંખો - photo - Social media
Ayodhya Ram Mandir, Ramlala : અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિ કર્ણાટકના અરુણ યોગીરાજે બનાવી છે. અયોધ્યા ના સંસ્કૃતિ અને સંગીતના વિદ્વાન સુમધુર શાસ્ત્રીએ તેને પહેલા દિવસથી જ બનાવતા જોયા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર સુમધુર શાસ્ત્રીએ કહ્યું કે રામ મંદિર ટ્રસ્ટે પહેલાથી જ સૂચના આપી દીધી છે કે રામલલાની તસવીર બાળ સ્વરૂપની હશે અને આંગળીના નખથી છેડા સુધીની લંબાઈ 51 ઈંચ હશે. આ પછી અરુણ યોગીરાજે લગભગ 8 મહિનામાં આ પ્રતિમા તૈયાર કરી. મૂર્તિ બનાવતા પહેલા અરુણ યોગીરાજે સ્વામિનારાયણ છાપિયા મંદિર અને નૈમિષારણ્ય મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાંના ઉત્તર ભારતીય સ્વરૂપને સમજ્યું હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/ayodhya-ramlala-murti-darshan-1-1.jpg)
સ્વરૂપને સમજવા માટે અરુણ યોગીરાજે પુસ્તકો વાંચ્યા, રામાયણના શ્લોકો વાંચ્યા અને સંતો સાથે ચર્ચા પણ કરી, વચ્ચે તેમણે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા સાથે પણ વાત કરી અને માર્ગદર્શન લીધું. શાસ્ત્રીએ કહ્યું કે ભગવાનની આંખ ખૂબ જ ખાસ આકારમાં તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત તેને બનાવવાની પરંપરા પણ ખાસ છે. તેમણે જણાવ્યું કે કર્મકુટીની વિધિપૂર્વક પૂજા કર્યા બાદ ભગવાનની આંખો સોનાની છીણી અને ચાંદીની હથોડીથી કોતરવામાં આવી હતી. સુમધુર શાસ્ત્રીએ કહ્યું કે જ્યાં સુધી ચક્ષુઓ ન બને ત્યાં સુધી મૂર્તિની લાગણી દેખાતી ન હતી, જે આજે દેખાય છે.
આ પણ વાંચોઃ-ભગવાન રામે નહીં લક્ષ્મણે રાવણનો વધ કર્યો હતો! સૌથી અલગ કથા બનાવે છે જૈન રામાયણ
કોણ છે અરુણ યોગીરાજ?
અરુણ યોગીરાજનો પરિવાર વર્ષોથી મૂર્તિ બનાવવાનું કામ કરે છે. અરુણ યોગીરાજ પોતે 11 વર્ષની ઉંમરથી આ કામ કરી રહ્યા છે. એમબીએ કર્યા પછી, અરુણ યોગીરાજે થોડા દિવસો કામ કર્યું અને પછી શિલ્પના કામમાં લાગી ગયા. અયોધ્યા કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ તેમના માટે ગર્વની ક્ષણ છે.
આ પણ વાંચોઃ- રામ મંદિર માટે સૌથી વધારે દાન કોણે આપ્યું? આ કથાકારે અંબાણી-અદાણીને પણ પાછળ છોડ્યા
38 વર્ષીય યોગીરાજની ગણના દેશના સૌથી વધુ માંગવાળા શિલ્પકારોમાં થાય છે. અરુણ યોગીરાજ પાસે 15 કારીગરો અને થોડા વિદ્યાર્થીઓની ટીમ છે જે કલા શીખવા માટે કામ કરે છે. યોગીરાજને ભારત ઉપરાંત અમેરિકા, મલેશિયા અને અન્ય સ્થળોથી પણ ઘણા ઓર્ડર મળે છે.
शास्त्रीय परंपरा के अनुरूप, कल दिनांक 26 जनवरी 2024 से, श्रीराम जन्मभूमि मंदिर में राग सेवा का आयोजन किया जाएगा।
यह आयोजन भगवान के समक्ष गुडी मंडप में किया जाएगा, जिसमें देश भर के विभिन्न प्रांतों और कला परंपराओ के 100 से अधिक सुप्रसिद्ध कलाकार अगले 45 दिनों तक भगवान श्री… pic.twitter.com/Zh0pi19LeQ— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 25, 2024
યોગીરાજના દાદા બી. બસવન્ના શિલ્પીને મૈસુરના રાજાઓએ આશ્રય આપ્યો હતો. તેઓ શિલ્પકાર પણ હતા. તેમને મૈસૂર પેલેસના રાજવી અને શિલ્પી સિદ્ધાંત સિદ્ધલિંગ સ્વામી દ્વારા તાલીમ આપવામાં આવી હતી. બસવન્નાએ મૈસૂર પેલેસ સંકુલમાં ગાયત્રી મંદિર માટે 11 મહિનામાં 64 શિલ્પો બનાવ્યા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us