રામનવમી પર અદભૂત યોગોનો જમાવડો, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ સહિત અન્ય જાણકારી

Ram Navami 2024 : રામનવમીના દિવસે ઘણો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણા વધારે ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ રામનવમીનો શુભ સમય, પૂજા વિધિ અને અન્ય જાણકારી.

Ram Navami 2024 : રામનવમીના દિવસે ઘણો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણા વધારે ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ રામનવમીનો શુભ સમય, પૂજા વિધિ અને અન્ય જાણકારી.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ram navami 2024, ram navami, ram navami 2024 shubh muhurat

Ram Navami 2024 : 17 એપ્રિલના રોજ દેશભરમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે (તસવીર - freepik)

Ram Navami 2024 Muhurat Puja Vidhi : આજે 17 એપ્રિલ 2024, બુધવારના રોજ દેશભરમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. હિંદુ ધર્મગ્રંથો અનુસાર શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ અયોધ્યાના રાજા દશરથના ઘરે થયો હતો. આ જ કારણે દર વર્ષે આ દિવસે તેમની જન્મ જયંતિને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરના અન્ય મંદિરોમાં પણ શ્રીરામની ધામધૂમથી પૂજા કરવામાં આવશે. આ વર્ષે રામનવમીના દિવસે ઘણો શુભ યોગ બની રહ્યો છે. આ યોગમાં શ્રી રામની પૂજા કરવાથી અનેક ગણા વધારે ફળ પ્રાપ્ત થશે. આવો જાણીએ રામનવમીનો શુભ સમય, પૂજા વિધિ અને અન્ય જાણકારી.

Advertisment

રામનવમી 2024 મુહૂર્ત

રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા સવારે 11.01થી બપોરે 1.36 વાગ્યા સુધી છે. કુલ સમયગાળો 2 કલાક 35 મિનિટ સુધીનો છે.

વિજય મુહૂર્ત - બપોરે 2:34 મિનિટથી 3:24 મિનિટ સુધી.
ગોધૂલી મુહૂર્ત - સાંજે 6:47 થી 07:09 મિનિટ સુધી

રામનવમી 2024 શુભ યોગ

હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે રામનવમી પર શુભ યોગોનો મેળાવડો જામ્યો છે. આ દિવસે આશ્લેષા નક્ષત્રની સાથે રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, ગજકેસરી યોગ વગેરે બની રહ્યા છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5.16થી 6.08 સુધી રહેશે. આ સાથે જ રવિ યોગ આખો દિવસ ચાલવાનો છે.

Advertisment

સૂર્ય તિલક દરમિયાન ઘણા શુભ યોગ બનશે

રામનવમીના દિવસે અયોધ્યાના રામલલા મંદિરમાં ભગવાન શ્રીરામનું સૂર્ય તિલક કરવામાં આવશે. આ દરમિયાન રવિયોગ, ગજકેસરી, કેદાર, પારિજાત, અમલા, શુભ, સરલ, કાહલ અને વાશી યોગ વગેરે બની રહ્યા છે.

આ પણ વાંચો -  બુધવારે 17 એપ્રિલે ઉજવાશે રામનવમી, જાણો મહત્વ અને ઈતિહાસ વિશે

રામનવમી 2024 પૂજા વિધિ

રામનવમીના બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને તમામ કાર્ય પતાવી બાદ સ્નાન કરો. આ પછી સ્વચ્છ કપડાં પહેરો. હવે તાંબાના લોટામાં જળ, અક્ષત, સિંદૂર અને લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરો. આ સાથે જ ભગવાન રામની પૂજા કરો. એક સ્થાને ભગવાન રામની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. આ પછી રામજીનું જાપ કરીને ફૂલ, માળા, ચંદન, વસ્ત્ર વગેરે ધારણ કરાવો. આ પછી ભોગમાં મીઠાઈ, કેસર ભાત, ચોખાની ખીર વગેરે ખવડાવો. ત્યારબાદ જળ અર્પણ કર્યા બાદ ઘી અને અગરબત્તીનો દીવો પ્રગટાવ્યા બાદ કથા, શ્રી રામ મંત્ર, ચાલીસા પછી અંતમાં આરતી કરી ભૂલ બદલ માફી માંગી લો.

રામનવમી 2024 ભોગ

રામનવમીના વિશેષ અવસર પર ભગવાન રામની પૂજા કરવાની સાથે-સાથે આ વસ્તુઓના ભોગ લગાવવા શુભ માનવામાં આવે છે. તેથી ભગવાન શ્રી રામને કેસર ભાત, ચોખાની ખીર, પીળા રંગની મીઠાઈઓ વગેરેનો ભોગ લગાવો.

રામ નવમી રામ મંદિર તહેવાર ધર્મ ભક્તિ