Ram Navami 2025 Muhurat: હિંદુ ધર્મમાં રામનવમીનું વિશેષ મહત્વ છે. જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. અયોધ્યામાં આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આ કારણે દર વર્ષે આ તારીખને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રીરામની પૂજા કરવાની સાથે માતા દુર્ગાના નવમા સ્વરુપ મા સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે. આ સાથે જ નવરાત્રીની પણ પૂર્ણાહુતિ થાય છે.
આ વર્ષે રામનવમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં ભગવાન રામ સાથે માતા સીતાની પૂજા કરવાથી ઘણા ગણા વધુ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ રામનવમીનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ સહિત અન્ય જાણકારી.
રામ નવમી 2025 તારીખ
- ચૈત્ર સુદ નવમી તિથિ શરૂ – 5 એપ્રિલ 2025, શનિવાર સાંજે 7:26 મિનિટથી
- ચૈત્ર સુદ નવમી તિથિ સમાપ્ત – 6 એપ્રિલ 2025, રવિવારે સાંજે 7:22 મિનિટ સુધી
- રામ નવમી તિથિ – 6 એપ્રિલ 2025
રામનવમી મુહૂર્ત 2025
પંચાંગ મુજબ રામનવમીનું શુભ મુહૂર્ત 6 એપ્રિલના રોજ સવારે 11.08 વાગ્યાથી બપોરે 1.39 વાગ્યા સુધી રહેશે. પૂજા મુહૂર્તનો કુલ સમયગાળો લગભગ 2 કલાક અને 31 મિનિટનો રહેશે.
રામ નવમી 2025 પર શુભ યોગ
આ વર્ષે ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં અનેક શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે રવિ પુષ્ય યોગ 6 એપ્રિલે સવારે 06:18 થી 7 એપ્રિલે સવારે 06:17 સુધી રહેશે. આ સિવાય સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 06:18 વાગ્યાથી શરૂ થશે, જે આખો દિવસ ચાલશે.
આ પણ વાંચો – 27 વર્ષ પછી શનિ કરશે પોતાના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના સારા દિવસો શરુ, આકસ્મિક ધનલાભના યોગ
રામ નવમી પૂજા વિધિ
ચૈત્ર મહિનાની નવમી એટલે કે રામ નવમીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને બધા નિત્યકામ પતાવી સ્નાન કરો. આ પછી સ્વચ્છ કપડાં પહેરો. હવે તાંબાના વાસણમાં પાણી, અક્ષત, સિંદૂર અને લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય અર્પિત કરો. સૂર્ય મંત્ર વગેરેનો પાઠ કરો. આ પછી શ્રીરામની પૂજાની શરૂઆત કરો. આ માટે લાકડાની એક ચોકીમાં ભગવાન રામની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. આ પછી શ્રી રામજીનું આહ્વાન કરો અને દુધાભિષેક, જલાભિષેક વગેરે કરો.
આ પછી તેમને ફૂલો, માળા, ચંદન, વસ્ત્ર, આભૂષણ વગેરે ધારણ કરાવો. આ પછી ભોગમાં મીઠાઈ, કેસર ભાત, ભાતની ખીર વગેરે ખવડાવો. ત્યારબાદ જળ ચઢાવ્યા બાદ ઘી અને અગરબત્તીનો દીવો પ્રગટાવી કથા, શ્રી રામ મંત્ર, શ્રી રામ ચાલીસા પછી અંતમાં આરતી કરો અને ભૂલચુક બદલ માફી માંગો.
રામ નવમી 2024 ભોગ
રામનવમીના દિવસે તમે ભગવાન શ્રી રામને પોતાની શ્રદ્ધા અનુસાર કોઈપણ વસ્તુનો ભોગ લગાવી શકો છો. શાસ્ત્રો મુજબ ભગવાન શ્રી રામને કેસર ચોખા, ચોખાની ખીર, પીળી મીઠાઈ વગેરે ઘણી પસંદ છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.