રામ નવમી ક્યારે છે, 26 કે 27 માર્ચ, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

Ram Navami 2026 Date : સનાતન ધર્મમાં ભગવાન શ્રી રામને આદર્શ જીવન, ધર્મ અને મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામ નવમી, દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે

Ram Navami 2026 Date : સનાતન ધર્મમાં ભગવાન શ્રી રામને આદર્શ જીવન, ધર્મ અને મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામ નવમી, દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે

author-image
Ashish Goyal
New Update
Ram Navami 2026 Date

રામ નવમીની તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ જાણીએ

Ram Navami 2026 Date : સનાતન ધર્મમાં ભગવાન શ્રી રામને આદર્શ જીવન, ધર્મ અને મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. વૈદિક પંચાગ અનુસાર ભગવાન શ્રી રામની જન્મજયંતિ રામ નવમી, દર વર્ષે ચૈત્ર સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરો અને ઘરોમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે, ભજન-કીર્તન કરવામાં આવે છે અને રામાયણનો પાઠ કરવામાં આવે છે. 

Advertisment

ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ આ તિથિએ અભિજિત મુહૂર્તમાં અયોધ્યા શહેરમાં રાજા દશરથના ઘરમાં થયો હતો. તેથી રામનવમીના દિવસે ભક્તો ખાસ કરીને ભગવાન રામની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે. રામ નવમીની તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ શું છે ચાલો જાણીએ.

રામ નવમી 2026 શુભ મુહૂર્ત

વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે ચૈત્ર સુદ નવમી 26 માર્ચ, 2026 ના રોજ સવારે 11:48 વાગ્યે શરૂ થશે અને 27 માર્ચ, 2026 ના રોજ સવારે 10:06 વાગ્યા સુધી ચાલશે. તારીખના બે દિવસ હોવાને કારણે ઘણા લોકોના મનમાં સવાલ એ છે કે રામનવમી કયા દિવસે ઉજવવી જોઈએ. ધાર્મિક પરંપરાઓ અનુસાર આ તહેવારની તારીખ વિવિધ અભિપ્રાયોના આધારે નક્કી કરવામાં આવે છે. સ્માર્ત પરંપરાને અનુસરતા ભક્તો 26મી માર્ચ 2026ના રોજ રામ નવમીની ઉજવણી કરશે. જ્યારે ઉદયાતિથિને મહત્વ આપતા વૈષ્ણવ ભક્તો 27 માર્ચ, 2026ના રોજ ભગવાન શ્રી રામની જન્મજયંતિની ઉજવણી કરવાને વધુ શુભ માને છે.

પંચાંગના જણાવ્યા અનુસાર રામનવમી પર ભગવાન શ્રી રામની પૂજા માટે મધ્યાહ્નકાળને વિશેષ મહત્વ આપવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામનો જન્મ આ સમયે થયો હતો. આ વર્ષે 26 માર્ચ, 2026 ના રોજ મધ્યાન પૂજાનું શુભ મુહૂર્ત સવારે 11:13 થી બપોરે 1:41 વાગ્યા સુધીનો રહેશે. આ જ સમયને 27 માર્ચ 2026 ના રોજ પૂજા માટે પણ શુભ માનવામાં આવ્યો છે.

Advertisment

રામ નવમી 2026 પૂજા વિધિ

રામનવમીના શુભ અવસર પર ભક્તોએ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવવા માટે બ્રહ્મ મુહૂર્ત પર સવારે ઉઠવું જોઈએ. આ પછી સ્નાન કરો અને શરીર અને મનને શુદ્ધ કરો અને સંપૂર્ણ ભક્તિથી પૂજાની તૈયારી કરો. સ્નાન કર્યા પછી સૌ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરો, કારણ કે ભગવાન શ્રી રામનો જન્મ સૂર્યવંશમાં થયો હતો. સૂર્યની પૂજા કર્યા પછી, ભગવાન શ્રી રામની પૂજા, ઉપવાસ અને જાપ કરવાની પ્રતિજ્ઞા લો. 

જો તમે ઘરમાં પૂજા કરી રહ્યા છો તો ઇશાન કોણ  (ઉત્તર-પૂર્વ દિશામાં) એક ચોકી રાખીને તેના પર પીળા કપડા પાથરો. તેના પર ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો. આ પછી ભગવાનને ગંગાજળથી અભિષેક કરો અને ચંદન, ફૂલો, ધૂપ, દીપ, ફળો, મીઠાઈઓ અને કપડાં અર્પણ કરીને ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરો. 

આ પણ વાંચો - પર્સમાં આ 5 વસ્તુઓને રાખવાખી માતા લક્ષ્મી થાય છે નારાજ, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

પૂજા સમયે રામ મંત્રનો જાપ કરવો, રામ રક્ષક સ્તોત્રનો પાઠ કરવો અથવા રામચરિતમાનસની ચૌપાઈનો પાઠ કરવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અંતે ભગવાન શ્રી રામની આરતી કરો અને તમામ ભક્તોમાં પ્રસાદ વહેંચો. આમ કરવાથી ભગવાન શ્રી રામની વિશેષ કૃપા મળે છે અને જીવનમાં સુખ અને શાંતિ મળે છે.

રામ નવમીનું ધાર્મિક મહત્વ 

રામનવમીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસને ભગવાન શ્રી રામની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. જેમને ધર્મ, સત્ય અને મર્યાદાનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ સાતમાં અવતારના રુપમાં અયોધ્યામાં રાજા દશરથના ઘરમાં જન્મ લીધો હતો. એવું માનવામાં આવે છે કે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની સાચા હૃદયથી પૂજા કરવાથી અને તેમનું નામ સ્મરણ કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

તહેવાર રામ નવમી ધર્મ ભક્તિ