/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/ram-mandir.jpg)
રામ મંદિર ફાઇલ તસવીર
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. મંદિરના પહેલામાળનું કામ લગભગ પુરું થયું છે. આગામી વર્ષ જાન્યુઆરીમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી શકે છે. જેની અત્યારથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં માત્ર દેશના જ નહીં વિદેશથી પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સામેલ થશે.
આ ખાસ અવસરને ધ્યાનમાં રાખતા બધુ તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભક્તોના ઉતારાથી લઇને ખાવા સુધીની વ્યવસ્થા ઉપરાંત ઇમર્જન્સી સ્થિતિ અને વ્યવસ્થા શરુ થઇ ગઈ છે.
અયોધ્યામાં જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો કાર્યક્રમ થઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 15 જાન્યુઆરી 2024થી 15 ફેબ્રુઆરી 2024 સુધી અયોધ્યા આવનારા શ્રદ્ધાળુઓને અનેક પ્રકારની સુવિધાઓ ટ્રસ્ટ તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ આ કાર્યક્રમમાં સામલે થશે. અયોધ્યાની બધી હોટલોમાં અત્યારથી જ વ્યવસ્થા શરુ કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ તરફથી આ બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેટલાક શ્રદ્ધાળુ એવા હશે જે દર્શ કરીને જતા રહેશે અને કેટલાક શ્રદ્ધાળુ અહીં રોકાઇ શકે છે.
ભક્તો માટે હશે આવી ખાસ સુવિધા
અયોધ્યા આવનારા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. રાત્રે વિશ્રામ કરવા ભક્તો માટે ટેન્ટની સુવિધા ઊભ કરાશે. જાણકારી પ્રમાણે ટ્રસ્ટ તરફથી 25 હજાર શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં શ્રદ્ધાળુઓને રોકાવાથી લઇને શૌચાલય, પીવાનું પાણી, તબીબી સારવાર અને ભોજનની વ્યવસ્થા મળશે. આ તૈયારીઓને કાર્યક્રમથી 15 દિવસ પહેલા પુરી કરી લેવામાં આવશે. કાર્યક્રમમાં 10 હજાર સાધુ-સંતો પણ અયોધ્યા પહોંચવાની સંભાવના છે. તેમના માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us